________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૦૩
જશે તેમ પણ નથી. બીજા રૂપિયામાં આપે છે તો હું બાર આનામાં આપીશ. મારી પાસે આવો તેમ પણ નથી. ત્રણ ઉપવાસથી મોક્ષ મળતો હોય તો હું બે ઉપવાસમાં અપાવીશ એમ પણ નથી. અહીં તો “સદ્ગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આશા સમ પથ્ય નહિ ગુરુ આજ્ઞા જેવી કોઈ પરેજી નથી. છેલ્લી વાત દવાની રહી, દવા પણ જોઈશે ને.
ચાર વાત (૧) રોગ કયો ? આત્મભ્રાંતિ સમ રોગ નહિ. ચાલો આ રોગ મટાડવો છે. (૨) કોણ મટાડશે ? તો કહે “સદ્ગુરુ વૈદ્ય સુજાણ” શું કરવું પડશે ? (૩) “ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ' એટલે ચરી પાળવી પડશે. અને કઈ દવા? તો કહે (૪) “ઔષધ વિચાર ધ્યાન” આ દવા છે. હવે પછીના પ્રવચનમાં દવાની વાત કરીશું. આ વિચાર અને ધ્યાન દવાઓ છે. ત્યાર પછી અત્યંત મહત્ત્વની ગાથા, જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ આપણે સાધના તો કરવી છે પણ કહ્યું છે ને કે પંચમકાળમાં મોક્ષ નથી અને સદ્ગુરુ પણ કયાં છે? દલીલ કરીએ છીએ કે સાહેબ ! કાળ પરિપકવ થવો જોઇએ ને ? શાસ્ત્રમાં પણ કહ્યું છે કે ભવ સ્થિતિ પાક્યા વગર મોક્ષ ન થાય. બોલો ! આ ગુરુઓના પણ ગુરુ છે અને કહે છે કે “કાળ પાકશે ત્યારે થશે. આપણા ઉઘામા કામ ન આવે.” તેને કરવું નથી માટે આ પ્રમાણે બોલે છે.
શાસ્ત્રોનું કહેવું છે કે આ બધી વાતો બાજુ પર મૂક. પુરુષાર્થ કર. ભગવાન મહાવીર કહેતા હતા કે અમારો ધર્મ બળ, વીર્ય, પરાક્રમ, અને પુરુષાર્થ ઉપર છે. પુરુષાર્થ કરવાથી જ કામ થાય. “જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ'. અભુત વાત પરમકૃપાળુદેવને કરવી છે. બહાનાં ન કાઢો. દેખાવ ન કરો, લૂલો બચાવ ન કરો. ગુજરાતી ભાષામાં સાદી કહેવત છે. ન નાચનારીનું આંગણું વાંકુ. તાલ બરાબર નથી. સંગીતકાર બરાબર નથી, આ ઢોલક સારું નથી. તેના કરતાં એમ કહી દે ને કે મારે નાચવું જ નથી. તેવી રીતે ભવસ્થિતિ, આ પંચમકાળ, આ ગુરુ બરાબર નથી, એમ કહેનારો, તે પોતે જ ઠેકાણા વગરનો છે. આ બધું બાજુ પર મૂકી દો અને પ્રચંડ પુરુષાર્થ કરો તો મોક્ષ અવશ્ય મળશે તેમ પરમકૃપાળુદેવ કહે છે. આ સૂત્રનો ૧૩૦મી ગાથામાં વિચાર કરીશું.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org