________________
૩૦૨
પ્રવચન ક્રમાંક - ૧૦૧, ગાથા ક્રમાંક-૧૨૯ કરે. લાલબત્તી થાય એટલે ગાડી ઊભી રાખવી જ પડે, પણ તમે કહો કે હું કરોડપતિ છું, હું તો ગાડી ચલાવીશ, તો એકસીડન્ટ થાય. સાધના કરવી હોય, વૃત્તિઓ વિકારો જીતવા હોય, કર્મોને હાર આપવી હોય, અનાદિકાળનાં સંસ્કારો અને વાસનાઓ જીતવી હોય તો નિયમોનું પાલન કરવું પડે. બહારની દુનિયામાં વિજય મેળવવો સહેલો છે, બીજા ઉપર શાસન કરવું સહેલું છે, ઘરવાળીને દબડાવી શકાય, જો કે હવે જમાનો બદલાઈ ગયો છે. હું આમાં કંઈ પડતો નથી. આ બધું થઈ શકે પણ નિયમો પાળવા કઠિન છે પરંતુ કરવું તો પડશે.
રસ્તા ઉપર લખ્યું છે ભય, તો ભયથી ચેતતા રહો. પરંતુ જો તમને થાય કે “ભય કી ઐસી તૈસી' તો તું ઠેકાણે પડી જઇશ. ટ્રેઈન આવતી હોય અને વહીસલ વગાડે, “બાજુ ખસો', પણ આપણે ન ખસીએ તો કપાઈ જઈએ. નિયમ તે નિયમ. આધ્યાત્મિક સાધનામાં પણ આંતરિક ઘટનાની આપણને ખબર નથી. એ ઘટનાઓને સદ્ગુરુ જાણે. કંઈ સમજાય છે ? સદ્ગુરુની અહીં જરૂર છે. હું વારે વારે કહું છું. આ સદ્ગુરુવાદ નથી. સદ્ગુરુ તમારી પાછળ પડ્યા નથી. પડવાના પણ નથી. તેમને કંઈ જ લેવા દેવા નથી. અહીંથી ઊભા થયા પછી તમે હાથ નહિ જોડો તો તેમને ન તો ઓછું આવશે કે ન તો ખોટું લાગશે. તેમને કંઈ સ્પર્શતું નથી. પરંતુ તમારે વૃત્તિઓ જીતવી હોય, ભ્રાંતિ જીતવી હોય, રોગ કાઢવો હોય તો ગુરુ કહે તેમ કરવું પડે. મોટો વકીલ હોય, કોર્ટમાં દલીલ કરતો હોય પરંતુ ગળું બગડી જાય અને માંદો પડે ને ડોકટર પાસે જાય. ડોકટર કહેશે કે આ આ કરો તો તે વાંકો રહીને કરશે. કયાં જાય? વ્યવહારમાં દર્દો મટાડવા આ નિયમો પાળવા પડે છે.
આધ્યાત્મિક ચઢાણ કરવામાં ઘણા પ્રોબ્લેમ આવે છે. તમે સાધનાની શરૂઆત કરી નથી એટલે સલામત છો. ઉપાધિ નથી. કરો જ નહિ તો મુશ્કેલી ક્યાં છે ? સ્વાધ્યાય થયા પછી અમે પૂછીએ કે કેમ છો ? તો કહેશે લ્હેર છે. સ્વાધ્યાય સાંભળ્યો એટલે વાત પૂરી થઈ ગઈ. કંઈ કરવાનું જ નથી, પછી શું? કરવાની શરૂઆત કરો તો આઘાત પ્રત્યાઘાત આવે. આપણી એક પણ ઈન્દ્રિય પર કાબૂ નથી. એક ભાઈ ચાલ્યા જતા હતા. સામે સિનેમાના પાટિયા ઉપર ધ્યાન ગયું. એટલા તન્મય થયા જોવામાં કે વચ્ચે લાઇટનો થાંભલો આવ્યો તે દેખાણો નહિ અને પડયા. ઘરવાળીએ ધમકાવ્યા, આંખો સખણી રાખોને, ઇધર ઉધર જોવાનું બંધ કરો. એક ભાઈને પેટમાં દુઃખતું હતું અને પાડોશીને ત્યાં મળવા ગયા. ત્યાં ગરમ ગરમ ભજીયાં થતાં હતાં. નાસ્તામાં આપ્યાં તો ખાઈ લીધાં. પછી સખત દુઃખાવો થયો. પેટ ઉપર કંટ્રોલ નથી. એક ભાઈ જમ્યા પછી આળોટતા હતા. શું થયું ? તો કહે મોહનથાળ વધુ ખવાઈ ગયો. મોહનથાળ પારકો હતો પણ અરે ! પેટ તો તારું હતું ને ! સાધના કઠિનમાં કઠિન વાત. આંખ જીતવી કઠિન, જીભ જીતવી કઠિન. એક ભાઈ કહે હું બોલતો નથી પણ બોલું ત્યારે એવું બોલું કે સામાને રડાવી દઉં. તતડાવીએ પછી ચૂં કે ચાં ન કરે. બીજા તેને ના પાડશે તો નહિ માને. અરે ! આ તારું કામ નથી, રહેવા દે, આ કહેવાનો અધિકાર એક સદ્ગુરુને છે. ફરી કહું છું કે સદ્ગુરુને કોઈ ધંધો કરવો નથી કે નથી માંડવી દુકાન. મારા ઘરાક બીજે ચાલ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org