________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૦૧ કોઈ કવિએ કહ્યું છે કે
તવ દૃષ્ટિએ જોતાં જેનાં કૃત્ય દિસે છે કાળાં,
શોભા બગ તણી પેરે સારી, માછલાં દીએ તરત મારી. અહીં તો સદ્ગુરુ જ જોઈએ. જેઓ સાધનાની પ્રક્રિયાઓમાંથી પસાર થયા છે. તેમણે તેમના સદ્ગએ કહેલું બધું પાલન કરેલ છે. કયારેક ક્યારેક ગુરૂગમ નહિ હોય, અણગમો પણ થયો હશે. અને ગુરુ આજ્ઞા કરે પણ મન ના પાડે તેવું પણ થયું હશે. આવા દર્દોમાંથી પસાર થયા હશે તથા તેમણે ઘણાં દર્દો મટાડયાં છે, તેઓ અનુભવી છે. જેમણે અનુભવ નથી તેઓ જો દવા આપવા જાય તો દર્દ ફૂટી પણ નીકળે. દવા કામ ન કરે, દવા અવળી પણ પડે. એટલા માટે શાસ્ત્રોએ કહ્યું કે સદ્ગુરુ જોઈએ અને સુજાણ એટલે અનુભવી જોઈએ. તેઓ જે ઉપાય બતાવે તેનાથી શિષ્યનો રોગ અવશ્ય મટી જાય.
આત્મભ્રાંતિસમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. સદ્ગુરુ બોધ આપે તે એમની દવા. બોધ મળ્યા પછી શિષ્ય તેનો વિચાર કરે તે દવાનો ઉપયોગ. એ દવા ગુણ કયારે કરે ? પરિણમે ક્યારે ? દર્દી તો ડોકટરને પૂછે કે આ દવા લઈને શું પરેજી રાખવી? ડોકટર કહેશે બધું ખાવું. ખાશો તો મારું કામ ચાલશે ને ? તમે ખાધા કરો અને મારી પાસે આવ્યા કરો. વૈદ્યને પૂછો તો કહેશે એસીડીટી છે તેથી તળેલું, ખાટું બંધ કરવું. પથ્ય એ મોટું સાધન છે. દવાને પરિણમવા દેવી હોય, દવાને અંદર કામ કરવા દેવી હોય તો સદ્ગુરુની આજ્ઞામાં રહીને વર્તન કરો. રવિશંકર પાસે સિતાર શીખવી છે અને તેમને કહે હું વગાડીશ, તમારે વચ્ચે નહિ બોલવું. તો કેવી રીતે શીખશે? જેને સાધના કરવી હશે તેને સરુના ચરણોમાં બેસવું પડશે અને ભ્રાંતિરોગ જો મટાડવો હોય તો રોગની દવા લીધા પછી કડકપણે પથ્ય-પરેજીનું પાલન કરવું પડશે. પથ્ય પાલન કરવાની આપણી તૈયારી નથી. આ પરમાર્થ માર્ગમાં ન ચાલે. પરમાર્થ માર્ગમાં તમને તમારી જાતની ખબર નથી, કયાં વૃત્તિઓ અટકાવશે તે પણ ખબર નથી. એક વરઘોડો નીકળ્યો હતો. બાવાજી તેમાં આંખ મીંચીને બેઠા હતા. શિષ્ય પણ પાસે બેઠો હતો. શિષ્ય કહે છે ગુરુજી આંખો ખોલોને, તો કહે ના, પણ પાછળ જોઈને તું મને કહે કે કેટલાં માણસો પાછળ આવે છે ? માયા તો અનેક પ્રકારે કામ કરે છે. તેના રંગ ઢંગ બહુ જુદા છે. તમને કયારે પકડવા ? અને કેમ પકડવા તે બધું માયાને આવડે છે. કયારેક અહંકાર, કયારેક કામવાસના, કયારેક ક્રોધ પકડશે, કયારેક ઈર્ષા પકડે, પણ પકડે છે. સાહેબ ! બિલાડી ઉદંરને પકડે પછી કોણ છોડાવવા જાય ? તેમ માયાએ જેને પકડયો છે તે કોઈથી છૂટશે નહિ, એ હિંમત માત્ર સદ્ગની છે. તે સિવાય કોઈ છોડાવી ન શકે. પણ એને છૂટવું હોય તો છોડાવી શકે, પણ એ સાફ ના પાડે તો? - સદ્ગુરુની આજ્ઞા એ હુકમ નથી, દબાણ નથી, લશ્કરનો નિયમ નથી, સરમુખત્યાર નથી પણ આજ્ઞા એ ચરી છે અને રોગ હોય તો ચરી પાળવી જ પડે, નહિ તો દવા ગુણ ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org