________________
૩૦૦
પ્રવચન ક્રમાંક - ૧૦૧, ગાથા ક્રમાંક-૧૨૯ બેઠી બેઠી રોતી હતી. તેણે ઓશીકા નીચે પાંચ હજાર મૂકી બાઈને કહ્યું કે દવા મોકલું છું. સાત્વિક ખોરાક આપજો. પૈસા મળી રહેશે. આવા પણ વૈદ્ય હોય છે અને બીજા ડોકટર એવાં પણ હોય કે દર્દીનું ઓપરેશન કરતાં કરતાં આવે અને કહે કે દર્દી જોખમમાં છે. બીજા ૫૦ હજાર ટેબલ પર મૂકો તો અમે મહેનત કરીએ. ગુરુ પણ બે પ્રકારના હોય છે ઝંડુ ભટ્ટ જેવા અને ડોકટર જેવા. જે ડોકટર જેવા છે તેને કુગુરુ કહ્યા છે. હું વારેવારે કહેવતો કહ્યા કરું, છું જેથી તમને સમજણ પડે. ચા બગડ્યો તેનો દિ બગડ્યો, અથાણું બગડયું તેનું વર્ષ બગડયું, ઘરવાળી કે ઘરવાળો બગડયો તેનો ભવ બગડયો પણ ગુરુ બગડ્યા તેના તો જન્મોજન્મ બગડ્યા. ગુરુ વગર તો ચાલશે પણ કુગુરુ તો જરાય નહિ ચાલે. જંતરમંતરવાળાં કે ઠંડા પહોરનાં ગપ્પાં મારે તેવા નહિ ચાલે. તમે બારમે ગુણસ્થાને છો, તેરમે ગુણસ્થાને છો. તમે ભગવાન છો અને હું પણ ભગવાન છું. નાચો, ઘંટ વગાડો, ઢોલ પીટાવો આવા ધંધા કુગુરુ કરે.
સદ્ગુરુ તો એ છે કે જેણે વીતરાગ પુરુષોના સિદ્ધાંતો વીણી વીણીને જીવનમાં ઉતારીને સ્વાનુભવ કર્યો છે. જે પોતે વીતરાગના પ્રતિનિધિ બની જીવી રહ્યા છે એવા સદ્ગુરુ તે વૈદ્ય છે. તેઓ સુજાણ છે એટલે અનુભવી છે. અનુભવી તેને કહેવાય કે કયા દર્દની કઈ દવા છે તે બરાબર જાણતા હોય. આ સદ્ગુરુ ભ્રાંતિની દવા કઈ છે તે બરાબર જાણે છે. તેઓ એ રોગને પારખે છે. ક્રોધની દવા ક્ષમા છે, અહંકાર છે તો નમ્રતા તેની દવા છે, માયા માટેની દવા સરળતા છે, ઈર્ષા છે તો પ્રેમ તેની દવા અને દ્વેષભાવ છે તો મૈત્રીભાવ તેની દવા છે. હિંસાની દવા અહિંસા છે. દુરાચારની દવા સદાચાર અને અસત્યની દવા સત્ય છે. આ બધી દવાઓના જેમણે પ્રયોગો કર્યા છે તેઓ બરાબર અનુભવી છે. જેનો પ્રયોગ કરવાથી અનાદિ કાળથી થયેલ ભ્રાંતિ નામનો રોગ મટે છે માટે સદ્ગુરુ એ અનુભવી વૈદ્ય છે અને “સુજાણ'સારા જાણકાર પણ છે, તે જાણકાર અને અનુભવ કરનાર બને છે. પોતે જ્યારે સાધક હતા અને તેમણે સાધનાનો પ્રારંભ કરેલ અને તેમને કોઈ સદ્ગુરુએ આ રોગની દવા બતાવેલ હશે. એમને પણ સાધના કરતાં કરતાં ખ્યાલ આવ્યો હશે કે મને રાગ પજવે છે, દ્વેષ પજવે છે, ક્રોધ અને ઈર્ષ્યા પજવે છે. તેમણે પણ તેમના સદ્ગુરુના ચરણમાં માથું મૂકી પૂછ્યું હશે કે આટલાં બધાં તપ કર્યા, વ્રત કર્યા, જપ કર્યા, પરંતુ હજુ કંઈ હાથ આવ્યું નથી. લઘુરાજ સ્વામી કૃપાળુદેવને મળ્યા ત્યારે તેમણે કૃપાળુદેવને દિલ ખોલી, સરળતાથી નમ્રતાથી પૂછ્યું કે ત્રણ વરસીતપ કર્યા, મુનિ બની સાધના કરી, મૌન રહ્યા, એકાંતમાં રહ્યા પરંતુ સાહેબ ! કામવાસના હજુ કેડો મૂકતી નથી. પોતાનો દોષ છૂપાવ્યા વગર રજુ કર્યો. એ બતાવી આપે છે કે તેમનામાં લાયકાત છે. કામવાસના હોવી એક વાત છે પણ સ્વીકાર કરીને સદ્ગુરુના ચરણોમાં નમ્રતાપૂર્વક છૂપાવ્યા વગર નિવેદન કરવું એ જુદી વાત છે. આ સાધુ છે, કૃપાળુદેવ ગૃહસ્થ અવસ્થામાં છે છતાં વાત કરી કે અમને ક્રોધ પીડે છે, કામવાસના પાડે છે. એવો એકરાર કરવામાં હિંમત, સામર્થ્ય અને સરળતા જોઇએ.
કુગુરુઓ હોય છે તેઓ મહોરા પહેરે, બહારથી આડંબર કરે “જાણે સંતના ચાળા.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org