________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૯૯ તેવો કાળ પણ હશે નહિ. આપણો અંત આવવાનો નથી, પરંતુ એટલું છે કે તારું આ શરીર નહિ હોય, અને મારું આ શરીર નહિ હોય, પરંતુ આપણે હોઈશું. કાંઈ સમજાય છે ? હું બોલવામાં ભૂલ નથી કરતો, હું સત્ય કહી રહ્યો છું કે આ મોરમુગટવાળો કૃષ્ણ નહિ હોય અને આ ગાંડીવ બાણાવળી અર્જુન નહિ હોય. જે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવા સજ્જ થયા છે, તે આજે, કાલે, બધા જશે પણ બધા જ હશે. હા, હચમને શરીરે.” “મનો નિત્ય, શાશ્વયં પુરાણો' એ અજર છે, નિત્ય અને શાશ્વત છે, અનાદિકાળથી છે. શરીર હણાવા છતાં જે હણાતો નથી. આવું તત્ત્વ હોવા છતાં તેને ન માનવું તેનું નામ ભ્રાંતિ.
પરમકૃપાળુદેવ કહે છે, આ ભ્રાંતિના કારણે દુઃખ છે, મોહ છે અને આ ભ્રાંતિના કારણે મમત્વ અને આસકિત છે, આ ભ્રાંતિના કારણે મારાપણું છે. તમને થશે કે આ મારો બાબલો ઇંગ્લીશ મીડીયમમાં ભણશે, એમ.બી.એ. નો કોર્સ કરશે. મોટી કંપનીમાં કામ કરશે, ઘણો બધો પગાર હશે. આ બધી કલ્પના થાય અને તેના ઉપર મમત્વ થાય, એ તો સમજયા પરંતુ સામે ગાય બાંધી છે, તેના વાછરડાને તેનાથી દૂર રાખશો તો આખી રાત ભાંભરશે કે મારું વાછરડું કયાં? હવે તેનું વાછરડું ઇંગ્લીશ ભણી એમ.બી.એ. નો કોર્સ વગેરે કરવાનું છે ? એ ગાયને કોણ કહેશે કે “તારું વાછરડું મોટું થઈ તને ઓળખશે પણ નહિ. પણ તું તેને પોતાનું માને છે તે ભ્રાંતિ છે. તમે પણ જે તમારું નથી તેને પોતાનું માનો છો તે ભ્રાંતિ છે, એ ભૂલ છે અને તેના કારણે કર્મ બંધાય છે. કર્મના કારણે જન્મ મરણ કરવાં પડે છે. એટલા માટે કહ્યું કે “આત્મભ્રાંતિ જેવો મોટો રોગ નથી' શરીરના રોગો છે, મનનાં રોગો છે, ઘણાં રોગો છે, પણ આત્મભ્રાંતિ જેવો મોટો રોગ નથી. બીજી મોટી વાત એ છે કે આ રોગ છે તે ખબર પડતી નથી. આપણે અહીં બેઠા છીએ તે બધા જ રોગી છીએ. બધાને આ ભ્રાંતિનો રોગ લાગુ પડેલ છે. આ ભ્રાંતિરોગની ખબર પડે તેવી કોઈ સરકારી હોસ્પીટલ નથી, બ્રીચકેન્ડી કે જશલોકની પણ હોસ્પીટલ નહિ પણ એકજ જગ્યા છે જગતમાં ને એ જગ્યાનું નામ છે સત્સંગ. સત્સંગમાં જાવ ત્યાં આ શબ્દો કાને પડશે કે આત્મભ્રાંતિ સમ રોગ નહિ. બીજા સંગમાં લગ્નમાં કે મેળાવડામાં આ શબ્દો સાંભળવા નહિ મળે. લગ્નમાં તો ઓર ઠાઠ હોય છે. રાચનારા રાચે છે, ને જોનારા બળતાં હોય છે. એમને ભાન નથી પરંતુ સત્સંગમાં એને ખબર પડે કે આ રોગ છે. - હવે સવાલ એ થાય છે કે આ રોગ મટે તેવો છે? ડોકટર તો તમને તપાસશે, ફોટો લેશે, નિદાન કરશે પછી કહેશે કે ગંભીર રોગ છે. તમે પૂછશો કે મટાડી શકાશે ? ના. તત્ત્વજ્ઞાનના શાસ્ત્રો કહે છે કે આત્મભ્રાંતિ જેવો બીજો રોગ નથી પણ તે મટી શકે તેમ છે. એ રોગની ખબર સત્સંગમાં પડે, બીજે ન પડે, પણ મટાડશે કોણ? પરમકૃપાળુદેવે કહ્યું કે સદ્ગુરુ વૈદ્ય સુજાણ' શબ્દ અદ્ભુત છે. વૈદ્ય પણ બે પ્રકારના હોય છે. એક કોઇપણ જાતની અપેક્ષા ન રાખે ને દવા કરે. એક ઝંડુ ભટ્ટ નામના મોરબીમાં વૈદ્ય હતા. એક દરદીને જોવા ગયા. દર્દીને ટી.બી. હતો અને ઉંમર પચ્ચીસ વર્ષની જ હતી. પત્ની ખાટલા પાસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org