________________
૨૯૮
પ્રવચન ક્રમાંક - ૧૦૧, ગાથા ક્રમાંક-૧૨૯ છે. એ ભ્રાંતિ. છેલ્લું દૃષ્ટાંતઃ રાતના અંધારામાં રસ્તા ઉપર દોરડું પડેલું હોય, ઘણીવાર ચાલ્યા જતા માણસને લાગે કે સાપ લાગે છે અને બાપ! આ તો સાપ છે એમ બૂમાબૂમ કરી મૂકે છે. આ બધી ભ્રાંતિઓ છે તેમ આ શરીર તે હું છું તેને કહેવાય છે ભ્રાંતિ.
વાસ્તવિક રીતે તમે શરીર નથી. શરીરમાં તમે છો. જે પોતે છે તે ન સ્વીકારવું, અને જે પોતે નથી તે માનવું તેનું નામ ભ્રાંતિ. બહુ સમજવા પ્રયત્ન કરજો. “જે પોતાનું થવાનું નથી, પોતાનું હતું નહિ, આવ્યા ત્યારે સાથે લાવ્યા ન હતા, જશો ત્યારે સાથે જશે નહિ, વચગાળામાં આ ઘટના ઘટે છતાં પોતાનું માને તેનું નામ ભ્રાંતિ. પરમકૃપાળુદેવે કહ્યું કે આત્મભ્રાંતિ સમ રોગ નહિ'. આ સંસાર ભ્રાંતિમાંથી મોહમાંથી ઊભો થાય છે. આને માયા કહો, અજ્ઞાન કહો કે અવિદ્યા પણ કહો. જે પદાર્થો નાશવંત છે, ક્ષણભંગુર છે, અનિત્ય છે, જોતજોતામાં વિખરાઈ જવાના છે, ચાલ્યા જવાના છે અને ખતમ થઈ જવાના છે, એ પદાર્થો કાયમ રહેશે એમ માની તેની સાથે મમત્વની મજબૂત ગાંઠ બાંધવી તેનું નામ ભ્રાંતિ. તમને કોઈ એમ કહે તિજોરીમાં મૂકેલાં નાણાં બહાર કાઢવાની કે બજારમાં જવાની જરૂર નથી. તમે તુરત જ કહેશો કે એવું ન થાય. ધંધો કરવો જોઈએ. જ્ઞાની કહે છે કે અરે ! લક્ષ્મી ચંચળ છે, નાશવંત છે. વીજળીના ઝબકારા જેવી છે છતાં આ કાયમ રહેશે” એમ માનવું તે એક જાતની ભ્રમણા કે ભ્રાંતિ છે.
“કાચની કાયા રે, છેવટ છારની, સાચી એક માયા રે જિન અણગારની', આ કાયા પણ કાયમ રહેવાની નથી, સ્વજનો સારા છે, સુખ આપે છે, અનુકૂળ છે, પણ સાહેબ ! આ પક્ષીનો મેળો છે. આશ્રમની અંદર વૃક્ષો હોય છે, સાંજ પડતાં હજારો પક્ષીઓ એ વૃક્ષો ઉપર આવે છે. અમે તો કહીએ છીએ કે આખા દિવસમાં એમણે જે કર્યું હોય, તે વાતો કરે છે. જ્યાં જઈ આવ્યાં ? શું ખાધું? કયાં પાણી પીધું ? મઝા કરી ? કેવી લહેર આવી તે વાતો કરતાં હશે. સવારે જુઓ તો એક પણ પક્ષી ન હોય. આમ કુટુંબ પણ વડલાના ઝાડ જેવું છે અને કુટુંબીઓ ભેગાં થયેલાં પક્ષીઓ જેવાં છે. એક દિવસ બધા જ વિખરાઈ જવાનાં છે. “કાયમ સાથે રહીશું' એમ માનવું તે ભ્રાંતિ છે.
આ ભ્રાંતિ-ભ્રમણાની વ્યાખ્યા થઈ રહી છે. એટલા માટે નરસિંહ મહેતાએ કહ્યું કે ભવન ઉપર ભવન. ફલેટ ઉપર ફલેટ બનાવતો જાય છે પણ વિચાર કર કે ભીંત જો કાચી છે તો તૂટી પડતાં વાર નહિ લાગે. અજ્ઞાનતાપૂર્વક ગેરસમજણ હોવી તેનું નામ ભ્રાંતિ. હું આત્મા છું, હું શરીર નથી, તેના બદલે હું શરીર છું, હું આત્મા નથી, ભ્રાંતિના કારણે આ બે ભૂલો આપણે વારંવાર કરતા આવ્યા છીએ. એટલા માટે કહ્યું કે “આત્મભ્રાંતિ સમ રોગ નહિ'. આ આત્માની ભ્રાંતિ છે તેના જેવો બીજો કોઈ રોગ નથી. એ જ બધા દુઃખનું મૂળ છે. એના કારણે અનાદિકાળથી સંસારમાં છીએ, તમે આજે છો તે પ્રમાણ છે. તમે ગઈકાલે પણ હતા એમ ભૂતકાળમાં જાવ તો અનંતકાળ ગયો. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે અર્જુન ! તું ન હતો અને હું ન હતો તેવો કોઈ કાળ નથી અને ભવિષ્યમાં હું નહિ હોઉં કે તું નહિ હો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org