________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
ગાથા ક્રમાંક - ૧૨૯
(પ્રવચન ક્રમાંક - ૧૦૧
રોગ-આત્મભ્રાંતિ
આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સગુરુ વેદ્ય સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઓષધ વિચાર ધ્યાન. (૧૨૯) ટીકા - આત્માને પોતાના સ્વરૂપનું ભાન નહીં એવો બીજો કોઈ રોગ નથી. સદ્ગુરુ જેવા તેના કોઈ સાચા અથવા નિપુણ વૈદ્ય નથી, સદ્ગુરુ આજ્ઞાએ ચાલવા સમાન બીજું કોઈ પથ્ય નથી, અને વિચાર તથા નિદિધ્યાસન જેવું કોઈ તેનું ઔષધ નથી. (૧૨૯)
આ ગાથામાં જે શબ્દો વાપર્યા છે, તેમાં વેદાંતદર્શનની છાંટ છે, “બ્રહ્મસૂત્ર, ઉપનિષદ, વિ. શંકરાચાર્યજીએ વેદાંતની બાબતમાં અનેક ગ્રંથો લખ્યાં છે. પંચદશી, વિવેક ચૂડામણિ, મોહમુદગર તેમાં વેદાંતની વાત છે. વેદાંતે બે શબ્દો વાપર્યા, એક શબ્દ છે બ્રહ્મ અને બીજો શબ્દ છે માયા. માયા શબ્દનો બીજો અર્થ થાય ભ્રાંતિ, ભ્રાંતિનો અર્થ ભ્રમણા થાય. ભ્રાંતિ મૂળ વેદાંતનો શબ્દ છે પણ બધા દર્શને તે વાપર્યો છે.
(૧) ઘડાનું મોટું નાનું અને પેટ મોટું હોય. ઘડામાં બોર ભર્યા હોય, વાંદરો બોર લેવા હાથ ઘડામાં નાખે. મુઠ્ઠી ભરે પછી તેનો હાથ બહાર નીકળે નહિ, એટલે તેને ભ્રમણા થાય કે અંદર તેનો હાથ કોઈએ પકડી રાખ્યો છે. આવી ગેરસમજ તે ભ્રાંતિ-ભ્રમણા. મુઠ્ઠીમાંથી બોર છોડી દે તો હાથ બહાર નીકળી જશે. આપણે પણ સંસારને મુઠ્ઠીમાં પકડીને બેઠા છીએ અને કહીએ છીએ કે અમને સંસાર છોડતો નથી, (૨) પોપટ લાકડી ઉપર બેસે છે પછી ગોળ ગોળ ફરે છે પછી તેને થાય છે કે હું પડી જઈશ એટલે લાકડી મજબૂત પકડી રાખે છે. તેને ભ્રમણા થાય છે કે હું પકડાઈ ગયો છું, તેને કહેવાય છે ભ્રાંતિ. (૩) હરણની ઘૂંટીમાં કસ્તુરી પેદા થાય છે. હરણ સુગંધ પાછળ પાગલ છે, તેને થાય છે સુગંધ બહારથી આવી રહી છે. તેથી બહાર શોધવા દોડાદોડી કરે છે, દશે દિશામાં ફર્યા કરે છે, આનું નામ છે ભ્રાંતિ.
(૪) ખેડૂત ખેતરમાં કૃત્રિમ માણસ-ચાડિયો ઊભો કરે છે, તેને જોઈને ગાય, ભેંસ, તેને માણસ માની પાસે આવતાં નથી. આ ગાય, ભેંસને ભ્રાંતિ થાય છે. તેવી જ રીતે (૫) ભાલ પ્રદેશમાં ઘણી વખત એવું થાય છે કે ભર બપોરે દૂર નદી વહેતી દેખાય, ત્યાં જાવ તો પાણી ન હોય. પાણી ન હોય ને પાણી દેખાય એ ભ્રાંતિ-ભ્રમણાં. (૬) કૂતરું હાડકું લઈ આવે, તેને ચૂસે. હાડકાની કણી જડબામાં ભરાઈ જાય, લોહી નીકળે છે. લોહીનો સ્વાદ આવે છે પોતાના જડબામાંથી, પરંતુ મોમાં પડેલ હાડકામાંથી આવે છે તેમ માની મઝાથી હાડકું ચૂસે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org