________________
૨૯૬
પ્રવચન ક્રમાંક – ૧૦૦, ગાથા ક્યાંક-૧૨૮ શકતું નથી અને બીજે ભટકે છે. બીજે ભટકે છે તેને યોગની પરિભાષામાં વિક્ષેપ કહે છે, ચંચળતા કે અસ્થિરતા કહે છે. મન બીજે ભટકે છે કારણ તેને કેન્દ્ર નથી મળ્યું.
अविक्षिप्तं मनः तत्त्वं विक्षिप्तं भ्रान्तिरात्मनः । (३६) પૂજ્ય પાદસ્વામીએ સમાધિતંત્રમાં કહ્યું છે કે અવિક્ષિપ્ત મન છે તે તત્ત્વ છે, સ્વસ્વરૂપમાં જ નિશ્ચલ થઈ ગયેલું મન તે તત્ત્વ છે. વિક્ષિપ્ત મન છે તે આત્મવિભ્રમ છે. મનમાં કોઈ જાતનો વિક્ષેપ ન હોવો જોઈએ. મનમાં વિક્ષેપ ન હોય તે જ્ઞાન અને વિક્ષેપ હોય તે ભ્રાન્તિ અથવા ભ્રમણા. એ ભ્રમણાના કારણે રાગ છે, દ્વેષ છે, અજ્ઞાન છે, ચળવિચળ પરિણામ છે. તેના કારણે કર્મબંધ થાય છે. અત્યારે આટલી વાત. બાકીની ચર્ચા આપણે ફરી કરીશું. બહુ શાંતિ અને ધીરજથી તમે સાંભળો છો. હવે પછીના સૂત્રો બહુ સમજવા જેવાં છે. કદાચ કઠિન લાગે, ગહન પણ લાગે છતાં સમજવા બહુજ અનિવાર્ય છે. સમજવા જરૂર પ્રયત્ન કરજો.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org