________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૯૫ છે. તેની વાત કોઈ ન સાંભળે તો કહેશે મારી વાત કોઈ સાંભળતું જ નથી. આ ઘરમાં મારું કોઈ છે જ નહિ. તે બોલ્યા જ કરે અને બીજા કંટાળી જાય. આ માનસિક રોગ છે.
પરમકૃપાળુ દેવને કહેવું છે કે મોટા ભાગના માનસિક રોગો આધ્યાત્મિક રોગોમાંથી ઉત્પન્ન થાય છે. આજે નહિ તો કાલે અને કાલે નહિ તો ચાર-પાંચ વર્ષ પછી બજારમાં નીકળશો તો વાંચવા મળશે કે ડાબી આંખના સ્પેશીયાલીસ્ટ, બીજે વાંચશો કે જમણી આંખના સ્પેશ્યાલીસ્ટ, હાર્ટના સ્પેશ્યાલીસ્ટ પણ પછી આવા બોર્ડ પણ નીકળી જશે, પછી તમે એક જ બોર્ડ વાંચશો કે સાઇકલોજીકલ રીસર્ચ કરનારા ડોકટરો, મનોવૈજ્ઞાનિક ડોકટરો, હવે જે દવાઓ થશે તે મનોવૈજ્ઞાનિકો મનના રોગોની દવાઓ કરશે. ધીમે ધીમે તેઓ એ નિર્ણય પર જઈ રહ્યા છે કે શરીરના મોટા ભાગના જે રોગો થાય છે તે મનના રોગોના કારણે થાય છે.
મન દબાય અને પીડાય તે ક્રોધ છે, ક્રોધના કારણે ઘણા બધા રોગ થાય છે. હાઈ બ્લડપ્રેશર, હાર્ટએટેક, લોહીના રજકણો બદલાઈ જાય, આ બધા ક્રોધનાં પરિણામો છે, છતાં ક્રોધ કર્યા વગર આપણે રહી શકતા નથી. ક્રોધથી દુર્ગતિ થાય છે તે વાત જવા દો. ક્રોધ કરવાથી સંતાપ થાય, તમે લાલઘૂમ થઈ ગયા, ગુલાબના ફુલ જેવું હસતું મોં કરમાઈ ગયું અને તમારી સામે જે હસતો હતો તેને પણ તમે હસતો બંધ કરી દીધો. તમે શું મેળવ્યું ? બંનેના મોઢા ચડી જાય. આ માનસિક રોગ છે અને આ બધાનું મૂળ આધ્યાત્મિક રોગ છે.
આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯ આધ્યાત્મિક દૃષ્ટિએ સાધના શું કરવી તેનું રહસ્ય આમાં છે. બહુ મૌલિક રહસ્ય છે. આત્માને પોતાના સ્વરૂપનું ભાન નથી, તેના જેવો મોટો કોઈ રોગ નથી. “આપ આપસે ભૂલ ગયા, ઇનસે કયા અંધેર' તું પોતાને જ ભૂલી ગયો, આનાથી વધારે અજ્ઞાન શું હોઈ શકે? આપણે ઘણી વખત નિકટના જ સગાને લગ્નની કંકોત્રી આપતાં ભૂલી જઈએ છીએ. તેઓ મળે ત્યારે કહેશે કે અમે નિકટના છીએ, તમે અમને જ ભૂલી ગયા ? પરમકૃપાળુદેવ કહે છે કે અહીં તો એથીએ મોટો ગુનો છે કે તમે તમને ભૂલી ગયાં. પોતાના સ્વરૂપનું ભાન નથી, શું વાત છે? તમે તમને ભૂલ્યા. પોતાના સ્વરૂપનું ભાન નહિ તેના કારણે ચિત્તમાં દ્વ થાય છે. તેને કહેવાય છે ભ્રાંતિ. ભ્રાંતિ એટલે ભ્રમણા.
એક ભાઈ સાંજના ટાઈમે પાડોશીને ત્યાં ગયા. પછી થોડીવાર થઈ એટલે કહ્યું કે તમે મારા ઘેર કેમ આવ્યા છો? કંઈ કામ હતું? પાડોશી કહે કે અરે ! અમે તો અમારા જ ઘરમાં છીએ, પણ તેઓ માનતા જ ન હતાં. તે કહે કે આ ઘર તો મારું છે. સાહેબ ! એના મગજનું તો ઠેકાણું નથી પરંતુ આપણા મગજનું પણ કયાં ઠેકાણું છે ? જે ઘર મારું નથી તેને પોતાનું માન્યું છે. તમને ગમે કે ન ગમે પણ સત્ય તો આ છે કે શરીર તમારું નથી. હું આ શરીર અને શરીરને વળગીને જે કંઈ રહ્યું છે તે બધું મારું, એ પ્રકારની બુદ્ધિપૂર્વકની માન્યતા તેને કહેવાય છે ભ્રાન્તિ અથવા ભ્રમણા. આપણે એનામાં જીવીએ છીએ માટે ચિત્ત આત્મામાં રહી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org