________________
૨૯૪
પ્રવચન ક્રમાંક - ૧૦૦, ગાથા ક્રમાંક-૧૨૮ જેમ છે તેમ સમજવા પ્રયત્ન કરે. પણ એકી ધડાકે વસ્તુ નહિ સમજાય. પ્રશ્નો ઊભા થશે તેથી ફરી સદ્ગુરુ પાસે આવીને પૂછે તે પૃચ્છના. બીજો પ્રકાર-પૃચ્છના-બહુ ભક્તિપૂર્વક, બહુ નમ્રતાપૂર્વક ગુરુ પાસે આવી નિવેદન કરે કે હે ગુરુદેવ ! આપે આ વાત કરી તે મને બેસતી નથી તો કૃપા કરીને સમજાવશો ? આપ જે કહો છો તે અમને ગળે ઊતરતું નથી એમ ન બોલાય. વિવેકપૂર્વક પૂછવું તે પૃચ્છના. - ત્રીજો પ્રકાર પરાવર્તન. પૃચ્છના પછી જે કંઈપણ શ્રવણ કર્યું છે તેને પુનઃપુનઃ યાદ કરવું. તમે એમ ન માનશો કે એક વખત સાંભળ્યું એટલે યાદ રહી જશે. પરાવર્તન પછી આવે છે (૪) અનુપ્રેક્ષા. પછી આવે (૫) ધર્મકથા. અનુપ્રેક્ષા એટલે અત્યંત ઊંડાણમાં જઈને તત્ત્વનું ચિંતન કરવું. આ પ્રોસેસ છે આનાથી સમજણ સ્પષ્ટ થાય, સમ્યક્ સમજણ થાય એને સંશય ન રહે. તત્ત્વ વિષે કોઈપણ જાતનો સંશય ન રહે એ પ્રકારની મનની અવસ્થા. એમને એમ સમજ્યા વગર જડતાપૂર્વક માની લે તે સમજણની અવસ્થા નથી. સમજણની અવસ્થા એ છે કે તમારી બુદ્ધિ જેટલી પહોંચે તેટલી પહોંચાડ, તત્ત્વ જેવું છે તેવું સમજવા પહેલાં નિર્ણય કરો.
ઉપસંહારની પહેલી ગાથા છે કે “દર્શન પટે સમાય છે આ પટસ્થાનક માંહિ.” આ છ એ છ દર્શનો ષટસ્થાનકમાં સમાય છે. હે શિષ્ય ! વિસ્તારથી વિચાર કરીશ તો કોઈપણ જાતનો સંશય અથવા સંદેહ મનમાં રહેશે નહિ. હવે પ્રશ્ન જ નથી. પ્રશ્નો બધાં ખરી પડ્યા. ઉપનિષદમાં કહ્યું કે હે ગુરુદેવ ! તમારા ઉપદેશના ગ્રહણ પછી મનમાં રહેલા સંદેહો અને જેટલી શંકા હતી તે બધું જ ખરી પડયું. પાકેલ પાંદડાની જેમ ખરી ગયાં, અમે સંશયો અને વિકલ્પો વગરનાં બની ગયા.
આ ઉપસંહારની પ્રથમ ગાથા કહીને, હવે જે ગાથાઓ ચાલુ થાય છે, તે પ્રત્યેક ગાથામાં એક વિશેષ પ્રકારના સિદ્ધાંતો આવશે. ૧૨૯મી ગાથામાં ચાર વાતો કરવી છે. એક વાત આધ્યાત્મિક દૃષ્ટિએ સૌથી મોટો રોગ કયો? શારીરિક રોગોનાં નામો તમે સાંભળ્યા હશે. ડોકટરો કહેતા હશે અને તે રોગો આપણને પણ થતા હશે. માનસિક રોગો પણ છે, દ્વેષ, ભય, મૂંઝવણ, શંકાશીલ મન, ચિત્તભ્રમ, ચીડાઈ જવું, ગુસ્સે થવું, મગજ તેજ રહે વિગેરે માનસિક રોગો છે તેમાંથી ડીપ્રેશન, સપ્રેશન જેવી અણમોલ ભેટ આપણને મળે છે, તેના કારણે મન ઉપર બોજો કંટાળો અણગમો આવે છે. જુવાન બુદ્ધિશાળી માણસ ડોકટર કે વકીલ હોય છતાં પોતે ઝેર પી મરી જાય છે અને ચિઠ્ઠી લખતો જાય કે જીવનથી કંટાળો આવ્યો. આ મનનો રોગ છે. અસહિષ્ણુતા, ઈર્ષ્યા એ બધા મનના રોગો છે. બીજાને તમે સુખી ન જોઈ શકો તે મનનો રોગ. બીજાથી તમને ભય મૂંઝવણ થાય તે મનનો રોગ. તે કરતાં પણ ભયંકર રોગ તે આધ્યાત્મિક રોગ છે. શારીરિક રોગો વિષે ડોકટરોને ખ્યાલ આવે. માનસિક રોગો વિશે સાઈકોલોજીસ્ટ વિશેષ પૃથક્કરણ કરીને કહે છે. કેટલાંક લોકો એક વાત પકડી તેને ઘૂંટયા જ કરે, રીપીટેશન કર્યા જ કરે પણ તેનો વાંક નથી. સાઈકોલોજીસ્ટ તેને માનસિક રોગ કહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org