________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૧૧ બૂમ પાડે કે અમે તરસ્યા છીએ, તે સાંભળી મને ખરેખર હસવું આવે છે. કોણ એને કહે કે તમે પાણીમાં જ છો તો તરસ્યા ન રહી શકો. માછલાં સમજે કે ન સમજે પણ આપણે સમજવું જરૂરી છે કે આનંદ મારા આત્માનો સ્વભાવ છે. આ રીયલ સાહજિક નોર્મલ અવસ્થા, એમ જો જોઈએ તો તમે આનંદ સ્વરૂપ જ છો, પરંતુ દુઃખ દેખાય છે તેથી કંઈક ગરબડ લાગે છે. બાળક આનંદમાં છે, પક્ષીઓ કલરવ કરે છે, કોયલ ગીત ગાય છે, મોર કળા કરે છે, વનરાજીઓ ખીલે છે. છોડ ઊપર ગુલાબ નૃત્ય કરે છે. આકાશમાં પૂર્ણિમાનો ચંદ્રમા છે. ધોધમાર કરતી નદીઓ વહે છે. હિમાલયનું પ્રાકૃતિક સૌંદર્ય છે. જ્યાં આનંદ નથી ? તું કેમ દુઃખી છો ? તને તારું ભાન નથી માટે. દુઃખ આપનાર ભ્રાંતિ છે. ભ્રાંતિ આપણું સુખ લૂંટી લે છે. અમસ્તો અમસ્તાં આપણે દુઃખી થઈએ છીએ. વ્યવહારમાં આપણે બોલીએ છીએ કે અમથો અમથો ટીચાય છે, તેમ જ્ઞાની પુરુષ કહે છે કે અમથો અમથો દુઃખી થાય છે. આ આશ્ચર્ય છે. જ્ઞાનીપુરુષ બૂમ પાડીને કહે છે તમે દુઃખી ન હો. અમૃતસ્ય વૈ પુત્રી: I આપણે તો અમૃતના પુત્રો છીએ, આનંદરસથી ભરેલા છીએ, આનંદના સાગર છીએ. આ આનંદ ભ્રાંતિએ ઝૂંટવી લીધો છે, માટે પરમકૃપાળુ દેવ કહે છે, આનાથી મોટો બીજો રોગ હોઈ ન શકે. જે ક્ષણે ભ્રાંતિ મટે છે, તે ક્ષણે આનંદનો ધોધ વરસે છે. - વ્યવહારની ભૂમિકામાં, બહારના સંજોગોમાં, બહારની પ્રવૃતિમાં દુઃખના ડુંગર તૂટી પડ્યા હોય તો પણ જો અંદરથી ભ્રાંતિ દૂર થઇ હોય તો સુખના સાગરમાં જ તે ડૂબકી મારે છે. સીતાજીને દુઃખ પડવામાં કંઈ બાકી ન હતું, છતાં કયારેય તેમણે ફરિયાદ કરી નથી, કારણકે તેમને ભ્રાંતિ નથી. આપણે બેઠા હોઈએ અને પંખો બંધ થાય તો તરત જ બૂમ પાડીએ કે મરી ગયા. મરી ગયો હોય તો તું બોલે કઈ રીતે? આટલું પણ દુઃખ સહન કરવાની આપણી તૈયારી નથી. ભ્રાંતિ મટે તો દુઃખ મટે. ભ્રાંતિ માટે તો માયા મટે, મોહ મટે અને અશાંતિ પણ મટે. દુઃખ મટાડવા આના સિવાય બીજો કોઇ ઊપાય નથી.
કયાં જવું? કોની પાસે જવું? કયાં મટશે આ ભ્રાંતિ ? કોણ સમજાવશે આને કે આ ભ્રાંતિ છે ? આ ભ્રાંતિ છે એનું આપણને ભાન નથી. તે એક મોટું આશ્ચર્ય છે. આ તમારી ભ્રાંતિ છે એવું જયાં સાંભળવા મળે તે સત્સંગ છે. સત્સંગ કોઈ મીટીંગ નથી. તેને સભા કહેવી કે મીટીંગ કહેવી તે ભૂલ છે. સત્સંગ એક એવું વાતાવરણ છે કે જયાં આપણને આત્મભ્રાંતિ જેવો શબ્દ સમજાય છે. બીજી વાત સાંભળવા બધે મળશે. બાપ દીકરાને કહેશે ચોપડા બરાબર રાખજે હ. નહિ તો ઈન્કમટેક્ષવાળા લોહી પી જશે, પણ એમ કહે ખરા કે આત્માની ભ્રાંતિ તને થઈ છે ? ના, એવું નહિ કહે. આત્માની ભ્રાંતિનું ભાન જયાં થાય તે સત્સંગ, ભાન જે કરાવે અને મટાડે તેને કહેવાય સદગુરુ. સદગુરુ બે કામ કરે, ભાન કરાવે અને રોગ પણ મટાડે.
(૨) રોગ મટાડવા માટે સદ્ગુરુ કુશળ જાણકાર વૈદ્ય છે. સુજાણ એટલે અનુભવી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org