________________
૩૧૨
પ્રવચન ક્રમાંક - ૧૦૩, ગાથા ક્રમાંક-૧૨૯-૨ તથા ૧૩૦ સક્ષમ, સામર્થ્યવાન, કુશળ વૈદ્ય છે. આ જીવનું કલ્યાણ કઈ રીતે થાય તે સદ્ગુરુ બરાબર જાણે છે, પરંતુ સવાલ એ છે કે પોતાની જાતને સદ્દગુરુને સોંપવી પડે. માટલું કુંભાર ઘડતો હોય ત્યારે માટી વિરોધ કરતી નથી, કંઈ કહેતી નથી. બીજ ખેડૂતના હાથમાં મૂકાઈ જાય છે, લાકડું સુથારના હાથમાં મૂકાઈ જાય છે, તેમ શિષ્ય સદ્દગુરુના હાથમાં મૂકાઈ જાય તો જ કામ થાય. આ જેવી તેવી ઘટના નથી. મોટી ઘટના છે. આરસપહાણનો પથ્થર શિલ્પી પાસે જાય છે અથવા શિલ્પી આરસપહાણ પાસે જાય છે. તેના હાથમાં ટાંકણું અને હથોડો છે. તે કામનો આરંભ કરે છે. પહેલો જ ઘા શિલ્પી હથોડાથી કરે અને આરસપહાણ ના પાડે કે સાહેબ ! તમારો હથોડો છીણી લઈ લો, તો તેમાંથી ભગવાનની મૂર્તિ નહિ બને. ભગવાનને મંદિરમાં બિરાજમાન કેમ કરશો? અને કરોડો રૂપિયા ખર્ચતાં પણ મૂર્તિ વિના મંદિર નહિ બને. આરસપહાણ પોતાની જાતને શિલ્પીના હાથમાં સોંપી દે છે અને શિલ્પી મૂર્તિ કંડારે છે. શિષ્ય ગુરુનાં હાથમાં પોતાની જાત સોંપી દે છે.
ગુરુ પાસે જવું, નમસ્કાર કરવા, વંદન કરવું. સાહેબ ! આજ્ઞા આપો એમ આજ્ઞા માગવી પણ તેનું પાલન ન કરવું અને પ્રવચન સાંભળી કહેવું કે શું સરસ પ્રવચન આપ્યું ? આવું કહેવા છતાં અંદર પોતાની જાત ઉપર પોતાનો કંટ્રોલ મૂકી શકતો નથી. એક વખત જાત ઉપર પોતાનો કંટ્રોલ છોડી દો. સદ્દગુરુને તમારી જાત સોપી દો. અસદ્દગુરુ કે કુગુરુના હાથમાં ફસાતા નહિ, પણ સદ્દગુરુ જો મળી જાય તો પાછું વાળીને ન જોશો. જાત આપી દો, તેમને કહો કે લો અમારી જાત. “સ્વ સ્વામિત્વ વિસર્જન.' સદ્દગુરુ તો સુજાણ વૈદ્ય છે. તેઓ ઔષધ આપે છે. સાથે એક શરત છે, ચરી પાળવી પડે. ચરી એટલે પરેજી (પથ્થ). કેટલાક વૈદ્યો કડક થઈ ચરિ પળાવે છે એટલે બધાને વૈદ્ય કરતાં ડોક્ટર વધારે ફાવે છે. વૈદ્ય તો કહેશે કે ખાવાનું બંધ કરો, પેટમાં મળ ભરાણો છે. આંતરડા સાફ કરવા પડશે. હવે તેમાં નવું કંઈ નખાશે નહિ. આવું પથ્ય પાળવાનું કહે તે આપણને અનુકૂળ આવતું નથી.
(૩) ગુરુઆજ્ઞા જેવું બીજું કોઈ જ પથ્ય નથી અને (૪) ઔષધ છે વિચાર અને ધ્યાન. બંને પ્રક્રિયાઓ એક નથી, જુદી છે. વિચાર શબ્દ પાછળ એક શબ્દ જોડવો પડશે, એ છે તત્ત્વવિચાર, આત્મ વિચાર અથવા સ્વરૂપ વિચાર. બ્રહ્મ વિચાર, નિજ વિચાર અથવા આધ્યાત્મિક વિચાર. અહીં એ શબ્દ જોડયો નથી પણ અધ્યાત્મનું શાસ્ત્ર છે તેથી તત્ત્વ વિચાર એમ ખ્યાલ આવવો જોઈએ. આત્મા શબ્દ જો જોડશે તો આત્માનો વિચાર, પરમાર્થનો વિચાર, મંગળ વિચાર, કલ્યાણનો વિચાર, આધ્યાત્મિક વિચાર, સત્નો વિચાર, અસ્તિત્વનો વિચાર, અધિષ્ઠાનનો વિચાર, આત્મતત્ત્વ તેનો વિચાર. વિચારની પ્રક્રિયામાં મન પાસેથી કામ લેવાનું છે. અહીં મનને કામે લગાડવાનું છે. મનને બિલકુલ તત્ત્વના વિચારમાં ડૂબાડી દેવાનું છે જેથી મન અશુધ્ધ વિચાર ન કરે, ક્યાંય ભટકે નહિ, કયાંય બહાર પણ ન જાય. આડું અવળું જાય નહિ. કલ્પનાની જાળ ગૂંથે નહિ. બીજો કોઈ વિક્ષેપ ઉત્પન્ન ન કરે અને મન એવું ડૂબી જાય કે અશુભ વિચાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org