________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૧૩ ન કરે, મલિન વિચાર ન કરે, દુષ્ટ વિચાર ન કરે, આર્તધ્યાન ન કરે. મનને ત્યાં કામ તો કરવાનું જ છે પરંતુ મનને ત્યાં અત્યંત ગહન કામ આપવાનું છે. અત્યંત સૂક્ષ્મ વિચાર કરવાની પ્રક્રિયા. આ વિચારની પ્રક્રિયાથી મનને પ્રજ્ઞામાં ઢાળવાનું છે, પ્રજ્ઞા બુદ્ધિ કરતાં શ્રેષ્ઠ અવસ્થા છે.
'सद्धाओ, मेहाओ, धीईओ, धारणाओ, अणुप्पेहाओ, वड्डमाणीओ ठामि काउस्सगं' ।।
પ્રતિક્રમણમાં આ સૂત્ર છે. શ્રધ્ધા, મેઘા એટલે પ્રજ્ઞા. અતીન્દ્રિય તત્ત્વનો વિચાર કરવાની ક્ષમતા જે બુધ્ધિમાં છે તે બુધ્ધિને પ્રજ્ઞા કહે છે. પુનરાવૃતિ કરીને, આ મનનું કામ ત્યાં નથી. મન ત્યાં નહિ પ્રવેશ કરી શકે. આ મન ત્યાં નહિ ચાલે, આ મન ઘસાયેલું છે, ભંગાર ખટારો છે. આપણે મન પાસેથી ઘણું બિનજરૂરી કામ લીધું છે. એને પહેલાં ઠેકાણે પાડવાનું છે. આપણે અત્યાર સુધી કેવું કામ લીધું છે ? આ દશના વિશ કરવા છે. કયો શેર ખરીદવો અને કયાં નાણાં મૂકવાં ? પૈસા સલામત તો છે ને ? પછી તમે મારી સાથે કેમ ઝગડ્યા ? આણે મારું કહ્યું કેમ ન માન્યું ? અત્યાર સુધી મનને આવા કામોમાં જોડી ખલાસ કરી નાખ્યું છે. આવું ઘસાઈ ગયેલું મન પરમાત્માના ધ્યાનના કામમાં નહિ આવે. મનને ઘડવું પડશે. મનને બુદ્ધિને પ્રજ્ઞા બનાવવી પડશે. કારણકે પ્રજ્ઞા જ અતીન્દ્રિય તત્ત્વમાં પ્રવેશ કરી શકે છે.
જરા ગહન વાત છે પણ સમજવા કોશિશ કરજો. મન પાસે કામ લેવું છે. વિચારની સાધના એ સ્વતંત્ર પ્રક્રિયા છે. તત્ત્વ વિચાર દ્વારા મનને પ્રજ્ઞામાં ઢાળવાનું છે. આ થઈ વિચારની પ્રક્રિયા. બીજી છે ધ્યાનની પ્રક્રિયા. ધ્યાનની પ્રક્રિયામાં મનનું કામ બંધ કરવું, મનની દુકાન જ બંધ કરવાની છે. મન કામ જ ન કરે, તે કામ કરતું મટી જાય એટલે મનનું મટી જવું. આ મનનું મટી જવું તે વિશેષ અવસ્થા છે. મન મટી જાય તેને કબીરજી અમનસ્ક અવસ્થા કહે છે. મનસાતીત અવસ્થા પણ કહેવાય. મન મટી જાય એટલે માયા મટી જાય અને માયા ગઈ તેનો સંસાર પણ ગયો. સંસારને મટાડવાની પદ્ધતિ તો આ જ છે. ધ્યાનમાં મન મટી જાય છે. તમે મંદિરમાં જાવ, પૂજા કરો, શાસ્ત્રો વાંચો, આશ્રમમાં જાવ, આત્મસિદ્ધિની પારાયણ કરો. આ બધું કરશો પણ ધ્યાન કરતા નથી. મન મટાડવા ધ્યાન કરવું પડશે. ધ્યાન એટલે મનનું મૃત્યુ. ધ્યાનમાં મન રહી શકતું નથી. મનકા મિટ જાના, ઉસકો ધ્યાન કહતે હૈ એટલા માટે મન કહે છે કે આ ધ્યાન યમરાજ છે. ધ્યાન એક એવી અવસ્થા છે કે જયાં મન મટી જાય છે. મન કહેશે કે મને કંઈને કંઈ કામ આપો. મનને વિચાર કરવાનું કામ જ ન આપો તો મન મટી જાય. મન મટી જાય તો માયા મટી જાય, અને માયા મટી જાય તો સંસાર મટી જાય. તો મનને મટાડવા ગંભીર ઔષધ છે દયાન. વિચારની ધારા અને ધ્યાનની ધારા બે જુદી ધારાઓ છે. વિચાર તે ધ્યાન નથી અને ધ્યાન તે વિચાર નથી. સમજાય છે ? વિચાર વિચાર છે અને ધ્યાન ધ્યાન છે. જેની છદ્મસ્થ અવસ્થા છે એટલે અધૂરી દશા છે, જેને પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું નથી તેવી છદ્મસ્થ અવસ્થામાં વિચાર છે અને ધ્યાન પણ છે. જયારે વીતરાગ કેવળજ્ઞાની પરમાત્માને વિચાર નથી પણ શુકલધ્યાનના છેલ્લા બે ભેદરૂપ ધ્યાન હોય છે. તેરમા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org