________________
૩૧૪
પ્રવચન ક્રમાંક - ૧૦૩, ગાથા ક્રમાંક-૧૨૯-૨ તથા ૧૩૦ ગુણઠાણાના અંતે યોગનિરોધના ક્રમમાં સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી નામનો ત્રીજો ભેદ અને પછી સુપરતક્રિયાનિવૃત્તિ – સમુચ્છિન્નક્રિયાનિવૃત્તિ નામનો ચોથો ભેદ હોય છે.'
ધ્યાન પ્રચંડ અગ્નિ છે, એમ પૂજામાં કહ્યું છે. ધ્યાન હતાશન યો’ હુતાશન એટલે અગ્નિ. અગ્નિને પૂછો કે તું કેટલું બાળીશ ? અગ્નિ કહેશે તું પડીશ તો તને પણ બાળીશ, કંઈ બાકી નહિ રહેવા દઉં. ધરતી ઊપર જેટલા પદાર્થો છે તે બધાને બાળવાનું સામર્થ્ય અગ્નિમાં છે. ધ્યાનને પૂછશો કે તમે કેટલાં કર્મો બાળશો ? ધ્યાન કહે છે કે આ જન્મનાં, ગયા જન્મના અને અનંત જન્મોનાં કર્મો બાળવાની તાકાત મારામાં છે. એકવાર તું ધ્યાનમાં જા. આપણે ધ્યાનમાં જતા નથી પણ મોક્ષ જોઈએ છે. ધ્યાનમાં જાવ ત્યારે અવસ્થા બદલાઈ જાય છે. હા, એવું બને કે વિચાર કરતાં કરતાં ધ્યાનમાં જવાય. ધ્યાનમાં ડૂબી જવાય પણ આમાં એક જોખમ છે ખરું. વિચાર કરતાં કરતાં ઊંઘમા જવાય. સ્વાધ્યાયમાં બેઠા હો તે ભાગ્યશાળી, પણ જીવને ઝોકું આવી જાય છે. વગર પથારીએ વગર પલંગે બેઠાં બેઠાં ઊંઘ આવી જાય. આપણે પૂછીએ ઝોકું આવી ગયું? તો કહેશે સાહેબ ! તમારી વાત સાંભળીને હૈયામાં એવી ટાઢક થઈ ગઈ કે આંખ મિંચાઈ ગઈ. ઊંઘ આવી ગઈ તેમ કબૂલ નથી કરતો. વિચાર કરતાં કરતાં ઊંઘમાં પણ સરી પડાય અને વિચાર કરતાં કરતાં ધ્યાનમાં પણ સરી પડાય.
ધ્યાન કરતાં કરતાં વીતરાગ અવસ્થામાં જવાય. ધ્યાન કરશો નહિ તો વીતરાગ અવસ્થા પ્રાપ્ત નહિ થાય. જો ગુણસ્થાનની પરિભાષામાં વાત કરવી હોય તો અપ્રમત્ત ગુણસ્થાન એટલે સાતમા ગુણસ્થાનથી બારમાં ગુણસ્થાન સુધી મુખ્યત્વે ધ્યાનની સાધના અને ચોથા ગુણસ્થાનથી છઠ્ઠા ગુણસ્થાન સુધી મુખ્યત્વે વિચારની સાધના. તો અહીં વિચાર મુખ્ય અને ધ્યાન ગૌણ અને સાતમા પછી ધ્યાન મુખ્ય અને વિચાર ગૌણ. સાહેબ ! આ ઔષધ એટલે દવાની વાત છે. દવાની ઓળખાણ આપવામાં આવે છે કે દવા કેવી છે ? અને દવા શું કામ કરે છે ? પ્રારંભ થાય વિચારથી, સરી પડે ધ્યાનમાં, તન્મય થાય સમાધિમાં અને પ્રાપ્ત થાય વીતરાગદશામાં. આવી રીતે આ દશા પ્રાપ્ત થાય માટે કહ્યું કે “ઔષધ વિચાર ધ્યાન.” વિચાર અને ધ્યાન આ ગંભીર શબ્દો છે. સમ્યગ્દર્શન થવામાં એટલે આત્મજ્ઞાન થવામાં વિચાર તે સાધન અને ધ્યાન પણ સાધન. આ બંને સાધન છે. સમ્યગદર્શન થતાં પહેલાં તત્ત્વવિચાર થાય. સદ્દગુરુ પાસે જાય, શ્રવણ કરે અને ધ્યાન પણ કરે અને સમ્યગ્દર્શન થયા પછી પણ વિચાર અને ધ્યાનની સાધના. અને જયાં પરિપૂર્ણ અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ ત્યાં વિચાર પણ ખતમ અને ધ્યાન પણ ખરી પડે. આવી એક અવસ્થા થાય છે, તેને કહેવાય છે વીતરાગ અવસ્થા - સર્વજ્ઞ અવસ્થા. આ ગાથાની અહીં સમાપ્તિ થાય છે.
જો ઈચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ ;
ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. (૧૩૦) ટીકા :- જો પરમાર્થને ઈચ્છતા હો, તો સાચો પુરુષાર્થ કરો, અને ભવસ્થિતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org