________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
પ્રવચન ક્રમાંક - ૬૮
ગાથા ક્રમાંક - ૯૮-૧
મોક્ષભાવ નિજવાસ
-
હા
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજ વાસ;
અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. (૯૮) આ ગાથામાં જ્ઞાની પુરુષે સંપૂર્ણ મોક્ષનો માર્ગ સ્પષ્ટપણે બતાવ્યો છે. હવે પછીની ગાથાઓમાં આ ગાથામાં રહેલ સિધ્ધાંતનો વિસ્તાર છે. વિસ્તારને સમજવા મૂળને સમજવું પડશે.
બે પ્રકારના ભાવો છે. કર્મભાવ (અજ્ઞાન) અને મોક્ષભાવ (જ્ઞાન). આ બંને ભાવોને પરમકૃપાળુદેવે એક વચનામૃતમાં સ્પષ્ટ કરેલ છે.
‘પત્રાંક ૫૩૭, વર્ષ ૨૮, પાનું ૪૩૫, મુંબઈ કારતક સુદ ૭, શનિવાર ૧૯૫૧. પેરેગ્રાફ ચોથો અને છઠ્ઠો'. ખંભાતનાં મુમુક્ષોઓ સાથે બેસી તત્ત્વચિંતન કરે છે. એ મુમુક્ષોઓને અંદરમાં ઘણી મૂંઝવણ થાય છે અને આ મૂંઝવણમાં કૃષ્ણદાસને સૌથી વધારે મૂંઝવણ થઈ છે. એ કૃષ્ણદાસને લક્ષમાં રાખીને પરમકૃપાળુદેવે થોડા શબ્દો કહ્યા.
પહેલી વાત તો એ કરી, કૃષ્ણદાસના ચિત્તમાં વ્યગ્રતા જોઈને, તમારા સૌનાં મનમાં ખેદ રહે છે, તે બનવું સ્વાભાવિક છે, કારણ કે મુમુક્ષુ છો, સાધર્મિક છો, સાધકો છો અને સાથે સાધના કરો છો, તેમાંથી એકાદ મુમુક્ષુને પીડા રહેતી હોય, અસ્વસ્થ રહેતો હોય તો સાથેના મિત્રોને પીડા થાય તે નિશ્ચિત વાત છે. પરંતુ કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે. અમે કૃષ્ણદાસને કહીએ છીએ કે કોઈપણ હિસાબે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે અને તે અનિવાર્ય છે, કારણ કે સમગ્ર સાધનામાં સૌથી મહત્ત્વનું સાધન એ મન છે. મન વિક્ષિપ્ત નહિ હોય તો જ સાધના થશે. તમામ યોગની સાધનાઓ અને ધ્યાનની સાધનાઓ મનની વિક્ષિપ્તતા દૂર કરવા માટે છે. વિક્ષેપનો અર્થ અંતરાય. કોઈપણ કાર્ય ચાલુ કર્યું હોય, લગ્નપ્રસંગ હોય અને નજીકનો સગો કજીયો કરે તો કહીએ છીએ કે વિક્ષેપ થયો. વિક્ષેપ એટલે મનનું ડહોળાઈ જવું અથવા તો વ્યગ્ર થવું. વિક્ષેપ એટલે મનનું આડું અવળું થવું. જ્યાં મનને જોડવું છે ત્યાં ન જોડાય. જ્યાં મનને ચોટાડવું છે ત્યાં ન ચોટે. આનંદઘનજીએ કુંથુનાથ ભગવાનના ચરણમાં નિવેદન કર્યું છે ?
મનડું કિમ હી ન બાઝ, હો કુંથુજિન ! મનડું કિમ હી ન બાજે ! હું મારા મનને તમારી સાથે જોડવા માટે પ્રયત્ન કરું છું, પણ મન ત્યાં લાગતું નથી, એ મારી મુશ્કેલી છે. એવી જે અવસ્થા છે તેને કહેવાય વિક્ષિપ્તતા. ચિત્તના પાંચ પ્રકારો છે. ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ. એમાં એક અવસ્થા છે ચિત્તની વિક્ષિપ્તતા, એટલે ચિત્તનું ડહોળાઈ જવું, જેમ પાણી પીવા લાયક છે પણ ડહોળાઈ ગયું છે. ચિત્ત ધ્યાન કરશે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org