________________
૨૨
પ્રવચન ક્રમાંક - ૬૮, ગાથા ક્રમાંક-૯૮-૧ સાધના કરશે પણ ચિત્ત ડહોળાઈ ગયેલું છે અને જ્યારે ચિત્ત ડહોળાઈ જાય છે ત્યારે જીવનમાં માઠા પરિણામ આવે છે. તો કૃષ્ણદાસને ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગ્ય છે.
મૂળ વાતનો પ્રારંભ કરીએ. “મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને મુમુક્ષુ કહો અથવા વિચારવાનું કહો, એવા જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહિ. મુમુક્ષુને ભય હોય ? એને મૃત્યુનો ભય નથી, રોગનો ભય નથી, અપયશનો ભય નથી, ધન ઓછું થાય તેનો ભય નથી, સ્વજનો સાથે નહિ રહે તેનો ભય નથી, આવતી કાલે શું ખાશું? તેનો તેને ભય નથી, ઊંઘ આવતી નથી, તેની પણ ચિંતા નથી. સંસારમાં જુદા જુદા પ્રસંગો બને છે, તેનો કોઈ ભય નથી. પરંતુ તેને એક માત્ર ભય અજ્ઞાનનો છે. અજ્ઞાનનું સામ્રાજ્ય અને સત્તા કેટલી વિશાળ છે તેની ખબર નથી. એની ઓફિસ કે કોઈ સ્ટાફ નથી, મેઇનટેનન્સ નથી. તેની વ્યવસ્થા કરવાની નથી, છતાં ચૌદ રાજલોક ઉપર અજ્ઞાનનું સામ્રાજ્ય છે. આખા જગતમાં અનંતા જીવો ઉપર તેની સત્તા ચાલે છે અને જગતના અનંત જીવોને સંસારમાં રોકી રાખ્યા હોય તો એક અજ્ઞાને રોકી રાખ્યાં છે. એટલા માટે ઉપમિતિ ભવપ્રપંચ કથામાં સિદ્ધર્ષિગણિ કહે છે કે તે અજ્ઞાન જીવને ભલામણ કરે છે કે હે જીવ ! તું મંદિરમાં જજે, છૂટ છે, મંદિરમાં ભગવાનની પૂજા કરજે. તું તીર્થયાત્રા કરજે, મંત્રજપ કરજે. શાસ્ત્રોનું વાંચન કરજે પરંતુ જીવંત જ્ઞાની પુરુષ પાસે તું જઇશ નહિ. ત્યાં મારું મોત છે. સમજાયું કાંઈ ? બીજે કયાંય મને મોતનો ભય નથી. સમેત શિખર જાવ, મઝા આવશે. હરવું, ફરવું અને ખાવું. પહેલાં તો મેનુ નક્કી થાય કે જાત્રાએ જવું છે તો આઠ દિવસનો નાસ્તો શું લઈ જવો ? સવારે શું, બપોરે શું અને સાંજે શું ખાવું ? તીર્થની યાત્રા પર જઈ શકો છો. વ્રત, ઉપવાસ, તપ કરજો, માળા કરજો પણ જીવંત જ્ઞાની પુરુષ પાસે જશો નહિ. ત્યાં મારું એટલે અજ્ઞાનનું મોત છે. વિચારવાન પુરુષને અજ્ઞાન સિવાય બીજો ભય હોય નહિ. આ તો નિર્ભય છે. આનંદધનજીએ કહ્યું :
અબ હમ અમર ભયે, ન મરેંગે, યા કારણ મિથ્યાત્વ દિયો તજ, કયું કર દેહ ધરેંગે ? ....અબ હમ. સૌથી મોટો ભય મૃત્યુનો છે, એવો મૃત્યુનો ભય જેને છૂટી ગયો છે, તેને ભય કોનો? તો કહે એક અજ્ઞાનનો. સંસારમાં જકડી રાખનાર સૌથી મોટું પરિબળ અજ્ઞાન છે. એક અજ્ઞાનથી નિવૃત્તિ ઇચ્છવી એ સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહિ. કેટલી વખત આ વચનામૃતજી વાંચી ગયા હોઇશું? આજે વાંચવું નથી પણ તેમાં ડૂબવું છે. મુમુક્ષુ જીવને ભૌતિક ઇચ્છા કે કામના હોય નહિ. જગતના પદાર્થોની ઇચ્છા ન હોય. દુઃખ ન આવે અને સુખ મળે તેવી ઈચ્છા પણ ન હોય. તેને વ્યકિતની, વસ્તુની, પદાર્થની, સંયોગની અનુકૂળતા વગેરે કોઇપણ ઇચ્છા ન હોય. એક જ ઇચ્છા હોય અજ્ઞાનની નિવૃત્તિ થવી, અજ્ઞાનથી મુક્ત બનવું તે અને ત્રીજી વાત એ કે એને સંસાર કારાગૃહ લાગે. પૂર્વ કર્મના બળે કદાચ કોઈ ઉદય હોય, ગૃહસ્થ જીવનમાં હોય, દુકાનમાં માલ વેચતો હોય, પૈસાની લેવડદેવડ કરવી પડતી હોય તો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org