________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
- ૨૩ પણ વિચારવાન જીવના મનમાં સંસાર કારાગૃહ-જેલ છે એવી સમજણ દઢ હોય.
તમે તો મહેલમાં રહો છો. તમે બતાવો છો કે આ અમારું મકાન છે. મુંબઈમાં આવું મકાન ભાગ્યે જ જોવા મળે. જ્ઞાની પુરુષ એમ કહે છે કે આના જેવી બીજી કોઈ જેલ નથી. ધન્નાજી કહે છે, મા ! હવે આ સંસારમાં નહિ રહેવાય. એટલા માટે નહિ રહેવાય કે તે પીંજરું છે. પોપટ સોનાના પીંજરામાં છે, તે રાણીને પ્રિય છે. તેની સેવામાં દશ વશ નોકરો છે. છએ ઋતુઓનાં ફળો તેને પીંજરામાં મળે છે. રતનના કટોરામાં તેને ભોજન આપવામાં આવે છે. આવા પોપટની નજર જ્યારે આકાશમાં જાય છે અને પોતાના જ્ઞાતિબંધુઓ એટલે બીજા પોપટો ઊડતા હોય ત્યારે તેને થાય છે કે હું કયારે આકાશમાં ઊડું ? ઊડવામાં જે મુકિત અને મઝા છે તે પીંજરામાં નથી. ભલે આ પીંજરું સોનાનું છે અને રત્નોથી મઢેલું છે. ભલે ત્યાં રત્નના કટોરા અને છએ સ્તુનાં ફળ મળે પણ આ પીંજરું એ મોટું બંધન છે. પોપટને ત્યાં ગમતું નથી. ધન્યવાદ તો તમને છે કે તમને આ સંસાર ગમે છે.
રત્નજડિત કો પીંજરો રે માતા, તે સૂડો જાણે બંધ, કરણી તો જે સી આપકી રે માતા, કોણ બેટા, કોણ બાપ ? જનની હું લેવું સંયમ ભાર.
છ ખંડનો માલિક ચક્રવર્તી હોય, જ્યારે તેને એવું લાગે કે આ સમગ્ર સંસાર એક કારાગૃહ છે, એક જેલ છે ત્યારે તે તેમાંથી છૂટવા મથે છે. આપણને તો જેલ સદી ગઈ છે. કોઠે પડી ગઈ છે. આપણને ગમે છે. આપણને અનંતકાળથી સદી ગઈ છે. જ્ઞાની સંસારને જેલના સ્વરૂપમાં જુએ છે. સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે, ચારેકોર દુઃખથી પીડાતા લોકો જોવા મળશે. તેઓ હસે છે, બોલે છે, એમ પણ કહે છે કે લીલા લહેર છે અને છતાં અંદર કાળો કેર પણ છે. આ આખો સંસાર બળી રહ્યો છે. ભયાકુળ છે, રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે અને સળગી રહ્યો છે. સ્કંદક પરિવ્રાજક ભગવાન મહાવીરને વંદન કરવા આવે છે, ત્યારે ભગવાન મહાવીરે તેમને ઉપદેશ આપ્યો.
___ अलित्तोणं भंते लोओ, पलित्तो णं भंते लोओ। સંસારને દાવાનળ જેવો જાણતા સ્કંદકે ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી.
આ સમગ્ર સંસાર આધિ, વ્યાધિ અને ઉપાધિના તાપથી સળગી રહ્યો છે. જન્મ મરણથી સળગી રહ્યો છે, રાગ દ્વેષનાં જે ફળ છે તે ફળથી આખો સંસાર બળી રહ્યો છે, વિષાદયુક્ત થઈ રહ્યો છે, એવો નિર્ણય, એવો વિચાર નિશ્ચયરૂપે જેને વર્તે છે, તેને અમે મુમુક્ષુ કહીએ છીએ. આ વિચારવાન જીવની વ્યાખ્યા થઈ. આવા વિચારવાન જીવને એક જ અજ્ઞાનનો ભય છે. તેને જ્ઞાન પ્રાપ્તિમાં જે કાંઈ અંતરાય-મુશ્કેલી છે, તે અજ્ઞાન છે, તેના સિવાય કશાનો ભય તેને લાગતો નથી. અને જ્ઞાન પ્રાપ્તિ માટે તે પોતાના જીવનમાં જાગૃત બને ને પોતાના જીવનમાંથી અજ્ઞાન દૂર થાય એ માટે પુરુષાર્થનો પ્રારંભ કરે. મુમુક્ષુ જીવ જ્ઞાની પાસે જાય છે, તેના ચરણમાં બેસે છે, ઉપદેશ શ્રવણ કરે છે.
પરમકૃપાળુ દેવે એમ કહ્યું કે “તીર્થકરોએ ફરી ફરી જીવોને ઉપદેશ કહ્યો છે', અનંતકાળમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org