________________
૨૪
પ્રવચન ક્રમાંક ૬૮, ગાથા ક્ર્માંક-૯૮-૧ અનંત તીર્થંકરો થયા. આપણે પણ સતત તીર્થંકરો પાસે ગયા. તેમનો ઉપદેશ સાંભળ્યો, ‘પણ જીવ દિશામૂઢ રહેવા ઇચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં.' મૂઢ એટલે સમજણ વગરનો. એને દિશા સમજવી જ નથી એટલે ઉપાય પ્રવર્તી શકે નહિ. જો તમને ઇચ્છા જ ન હોય અને આ પ્રમાણે જ રહેવું હોય તો તીર્થંકરોનો ઉપાય પણ ચાલી શકતો નથી. અમારી વાત તો જવા દો, એ બહુ મહત્ત્વની વાત નથી. પરંતુ તીર્થંકર જેવાઓનો ઉપાય પણ ચાલી શકતો નથી. ફરી ફરી ઠોકી ઠોકીને કહે છે કે ‘આ જીવ સમજે તો સહજ મોક્ષ છે'. મોક્ષ દુર્લભ છે તે વાત નીકળી ગઇ. પરંતુ એક વાત જરૂર આવી કે આ વાત સમજે તો જીવનો મોક્ષ સહજ છે. નહિ તો અનંત ઉપાયે પણ મોક્ષ નથી.
સમજ પીછે સબ સહેલ હૈ, બિન સમજે મુશ્કિલ
સમજે તો મોક્ષ સહજ છે. ન સમજે તો કઠિન લાગે. ‘જીવનું જે સહજ સ્વરૂપ છે તે સમજવું છે અને તે કાંઇ બીજાના સ્વરૂપની વાત નથી.’ પોતાનું જે સ્વરૂપ છે તે સમજવાનું છે. પોતે પોતાથી ગુપ્ત કેવી રીતે રહી શકે ? જો આટલી વાત સ્પષ્ટ છે તો મોક્ષ સહજ મળે તેમ છે. આટલી વાત સરળ હોય તો મુશ્કેલી કયાં ઊભી થાય છે ? ગુંચવાડો કયાં છે? પ્રોબ્લેમ-પ્રશ્ન ક્યાં છે ? તો વચનામૃતમાં કહે છે કે
સ્વપ્ન દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ છે' તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપ યોગે આ જીવ પોતાને, પોતાના નહીં એવા બીજા દ્રવ્યને વિષે સ્વપણે માને છે અને એ જ માન્યતા તે સંસાર છે, તે જ અજ્ઞાન છે', તેની નિવૃત્તિ નથી થઇ, તે જ પ્રશ્ન છે.
સ્વપ્ન દશામાં જીવ ઘણું બધું જુએ છે. હું મૃત્યુ પામ્યો છું, તેમ જુએ પણ આંખ ખોલે ત્યારે ખબર પડે કે હું તો મારી પથારીમાં સૂતો છું. સ્વપ્નામાં ગરમ ગરમ સુખડી પણ ખાય, વડાપ્રધાન પણ બને, અને ઘણીવાર ચપણયું લઇને ભીખ માગી રહ્યો છું તેમ પણ જુએ, પણ તે સ્વપ્ન દશા છે, સાચું નથી. તેમ અજ્ઞાનદશારૂપ સ્વપ્નરૂપ યોગે પોતાને, પોતાના નહીં એવા બીજા દ્રવ્ય વિષે પોતાપણું માને છે. આપણે બાકાત કોને કર્યો ? પોતાને. આ વાત તમને નહીં ગમે. તમારા ઘેર કોઇ આવે ને પૂછે કે આ ઘર કોનું છે ? તમે શું કહેશો ? મારું પોતાનું છે. કોઇ એમ કહે કે તમારું નથી તો કહેશો ને કે તારા બાપનું છે ત્યારે ? મારું છે, મેં મહેનત કરી છે’. એમ બીજા દ્રવ્યને સ્વપણે માને છે. પોતાને નથી માનતો પણ પોતાના નથી એવા બીજા દ્રવ્યને સ્વપણે -પોતાપણે માને છે, એ પ્રકારની માન્યતા તેનું નામ સંસાર. સંસાર બીજું કાંઇ નથી, આવી જે માન્યતા અને તે માન્યતાને દઢ કરનાર પરિબળ તેને કહેવાય છે અજ્ઞાન. વ્યવહારિક દૃષ્ટિએ અભણ, મૂર્ખ, નિરક્ષર હોય તેને આપણે અજ્ઞાની કહીએ છીએ પણ આધ્યાત્મિક દૃષ્ટિએ જે બીજા દ્રવ્યોને વિષે પોતાપણું માને છે એ જે માન્યતા તેનું નામ અજ્ઞાન. આ ‘અજ્ઞાન નરકાદિ ગતિનો હેતુ છે, તે જ જન્મ છે, તે જ મરણ છે, તે જ દેહ છે, તે જ દેહનો વિકાર છે, તે જ પિતા, તે જ પુત્ર, તે જ શત્રુ, તે જ મિત્રાદિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org