________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ભાવ કલ્પનાના હેતુ છે અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે. આ માન્યતાની જો નિવૃત્તિ થઈ જાય, પરમાં પોતાપણાની માન્યતાની નિવૃત્તિ થઈ જાય તો સહજ મોક્ષ છે.'
તમે કહેશો કે આ પાંચમો આરો છે. જ્ઞાની કહેશે, ભલે રહ્યો. તું આટલું તો કર. બીજામાં પોતાપણું માની રહ્યો છે તે તો છોડ. છોડવા જેવું શું છે ? બીજામાં પોતાપણું માન્યું છે તે. પોતાનાં નહિ એવા પરદ્રવ્યને પોતાના માની બેઠો છે, એ માન્યતા તે જ સંસાર છે, એ જ અજ્ઞાન છે. એની નિવૃત્તિના અર્થે સત્સંગ સપુરુષ આદિ સાધનો કહ્યાં છે. જીવ જો પોતાના પુરુષાર્થને ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તો એ સિદ્ધ થઈ શકે તેવું છે અને સાધનો પોતે વાપરે તો જ સિદ્ધ થઈ શકે.
છેલ્લી લીટીમાં પરમકૃપાળુ દેવે બહુ સ્પષ્ટપણે કહ્યું કે આટલો જ સંક્ષેપ, આટલી જ ટૂંકી વાત, જીવમાં જો પરિણામ પામે તો તે સર્વ વ્રત, તપ, યમ, નિયમ, જાત્રા, ભક્તિ, શાસ્ત્રજ્ઞાન બધું લખે છે. નહિ તો કરવા છતાં કંઈપણ તેણે કર્યું નથી. ગોળ ગોળ મોટું મીંડુ જ કર્યું છે, તેમાં શંકા નથી. છેલ્લી વાત, આના સંદર્ભમાં. સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. જગતના બધા જીવોના વિષમભાવ તો કર્મના કારણે છે. વિષમભાવ તો બાહ્ય ઉપાધિના કારણે છે. પરંતુ જો નિશ્ચયનયની અપેક્ષાએ જોઈએ તો જગતમાં બધા જીવો સમ સ્વભાવી છે પણ બીજા પદાર્થમાં જીવ જો પોતાપણાની બુદ્ધિ કરે તો પરિભ્રમણ પામ્યા સિવાય રહે નહિ. આ એક જ વાત ફરી ઘૂંટી રહ્યાં છીએ. નિજને વિષે નિજ બુદ્ધિ થાય અને પર વિષે પોતાપણાની બુદ્ધિ ટળી જાય તો પરિભ્રમણ દશા ટળે. તમે ઘણી વખત પૂછો છો ને કે અમારે શું કરવું ? લ્યો, આ કરવું. તો તુરત જ કહેશો કે આ તો કેમ થાય ? જો કરવું જ નથી તો પૂછો છો શું કરવા ? આ જન્મમાં કે આવતાં જન્મમાં, પણ કરવું તો આ જ પડશે. નિજ વિષે નિજ બુદ્ધિ થાય, અને પર પદાર્થને પોતાના માન્યા છે એ પરમાં નિજ બુદ્ધિ છે, તે ટળી જાય તો પરિભ્રમણ દશા ટળે. તેમાં લેશમાત્ર શંકા નથી. જેના ચિત્તમાં આવો માર્ગ વિચારવો અવશ્ય થયો છે, તેના આત્મામાં જ્ઞાન પ્રકાશ પામે. કર્મભાવ અજ્ઞાન છે, અજ્ઞાન અંધકાર જેવું છે અને જ્ઞાન થાય તો અજ્ઞાન ચાલ્યું જાય. આત્મામાં પ્રકાશ થાય. આવો પ્રકાશ જેના આત્મામાં થયો હોય, એવી અવસ્થા જેને પ્રગટ થઈ હોય તે સાધક. જ્ઞાન કેવી રીતે મેળવવું ? જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય ? શું ઉપાય ? જ્ઞાન મેળવવા માટે કયાં જવું? શું કરવું? “જેને નિજ વિષે નિજ બુધ્ધિ છે, પરને વિષે પોતાપણાની બુદ્ધિ ટળી ગઈ છે, એવી ઘટના જેના અંતરમાં ઘટી રહી છે, તેનામાં જ્ઞાન પ્રકાશ પામ્યું કહેવાય. આવું જ્ઞાન જેનામાં પ્રકાશ પામ્યું હોય, એવી જે વ્યકિત તેની દાસાનુદાસપણે અનન્ય ભકિત કરવી' તે પરમ શ્રેય છે. તે પરમ કલ્યાણ છે.
આવી વ્યક્તિ જગતમાં છે. તમારું જોડાણ-મિલન થાય કે ન થાય. ફોનનો રોંગ નંબર લાગે તો કોઈ શું કરે ? તમને ફોન કરતાં નહિ આવડતો હોય. સામો પણ એમ કહેશે કે ભાઈ ! ફોન મૂકી દો. રોંગ નંબર છે. જેના આત્મામાં આવો પ્રકાશ થયો છે એવા પુરુષને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org