________________
૨૬
પ્રવચન ક્રમાંક - ૬૮, ગાથા ક્યાંક-૯૮-૧ દાસાનુદાસપણે અનન્ય ભકિતએ નમસ્કાર. દાસપણે નહિ પણ દાસાનુદાસપણે. અમે દાસના પણ દાસ છીએ. આપણે તો શેઠના શેઠ છીએ, મંદિરમાં જઈએ ત્યારે પૂજારીને કહીએ કે ઓળખે છે ? ટ્રસ્ટી છું. વાટકી લાવ, કળશ લઇ આવ, પછી ભગવાનની પૂજા કરીએ. આપણે પૂજા કરી કે શું કર્યું ? એ તો જ્ઞાની જાણે! પણ દાસાનુદાસ ભાવ પરમ શ્રેય છે. આત્માનો પ્રકાશ જેને પ્રાપ્ત થયો છે એવા જ્ઞાની પુરુષ પ્રાપ્ત થયે તેની દાસાનુદાસપણે અનન્ય ભકિત કરવી અને જેને આવી ભક્તિ પ્રાપ્ત થવા છતાં અંદર વિષમતા અથવા અહંકાર આવતો નથી, એવા જ્ઞાનીને ધન્ય છે. નહિ તો એ ગણે કે કેટલા શિષ્યો થયા ? કોની ભક્તિ વધારે છે? નંબર એક, નંબર બે - આ વિશેષ કરે છે. અરે ! ભલા માણસ! આ ઉપાધિમાં તું કયાં પડ્યો? ભકિતમાનને ભક્તિ કરનાર પ્રાપ્ત થવા છતાં વિષમતા આવતી નથી એવા જ્ઞાનીને ધન્ય છે.
ત્રણ વાતો કરી. ઉપાય પણ બતાવ્યો. એ ઉપાય કરવો. આવી ઘટના જેનામાં બની છે તેની દાસાનુદાસપણે સેવા કરવી એ પણ બતાવ્યું અને જેની ભકિત શિષ્ય કરી રહ્યો છે તેઓને પણ અંતરમાં જરાપણ વિષમભાવ ન થવો જોઈએ તેવી ચેતવણી પણ આપી અને પછી એમ કહ્યું કે આવી સર્વાશ દશા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી આત્માને જો કોઈ ગુરુપણે આરાધે, તમે અમારા સદ્ગુરુ છો, એમ કહી ગુરુપણે આરાધે, ભક્તિ કરે, દાસાનુદાસ ભાવથી અર્પણ થાય તો પરમકૃપાળુ દેવે કહ્યું છે કે પ્રથમ ગુરુપણું છોડી શિષ્ય વિષે તેને પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે. જેથી તેનામાં અહંકાર ઊભો ન થાય. જો અહંકાર ઊભો થાય તો શિષ્યનું તો જે થવાનું હશે તે થશે પણ ગુરુની દશા બેસી જશે. માટે ગુરુને પણ કહ્યું, જ્ઞાન પ્રાપ્તિમાં સૌથી મોટો અવરોધ જો કોઈ પણ હોય તો અહંકાર છે.' આવો અહંકાર ગાળવા માટે આ શ્રેષ્ઠતમ ઉપાય બતાવ્યો છે. આ ૮૮મી ગાથાની પ્રસ્તાવનામાં એ જોયું કે અજ્ઞાન એ સૌથી મોટો દોષ છે. એ અજ્ઞાન જ્ઞાન દ્વારા દૂર કરવાનું છે. એ જ્ઞાન જેનામાં પ્રકાશિત થયું છે તેના ચરણોમાં જવાથી, દાસાનુદાસપણે સેવા કરવાથી, એ જ્ઞાન પ્રાપ્ત થાય અને ગુરુમાં પણ વિષમતા ભાવ થાય નહિ. જો વિષમભાવ થાય તો તે અટકી જાય તેથી અહંકાર ઓગાળવા માટે જે શિષ્ય છે તેના વિષે પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે. શિષ્યનું અજ્ઞાન પણ જાય અને ગુરુનો અહંકાર પણ જાય. આને ગુરુ શિષ્યની સંધિ કહે છે. આવી સંધિ થાય તો જીવન સાર્થક થાય.
હવે ૯મી ગાથાનો પ્રારંભ થશે. ૯મી ગાથામાં કૃપાળુદેવ એમ કહેવાના છે કે તમે જાતે વિચારો કે શેનાથી બંધન થાય છે. શું શું કરવાથી બંધન થાય છે સૂયગડાંગ સૂત્રમાં પ્રથમ શ્રુતસ્કંધ પ્રથમ અધ્યાય ઉદ્ઘ એકમાં કહ્યું :
बुज्झिज्ज तिउद्देज्जा बंधणं परिजाणिया ।
किमाह बंधणं वीरे, किं वा जाणं तिउद्दई ॥१॥ પહેલો શબ્દ બોધ પામો, જાણો અને બોધ પામીને તોડો. ભગવાન મહાવીરને પૂછો કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org