________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૭
પ્રભુ! આપને બેંતાલીશ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન થયું અને સવારે એક પ્રહર અને સાંજે એક પ્રહર એમ ત્રીસ વર્ષ આપે દેશના આપી, તેમાં આપે કહ્યું શું ? ભગવાન મહાવીર કહે છે. બે શબ્દો. જાણો અને તોડો. બસ અમારી વાત પૂરી થઇ ગઇ. શું જાણવું ? તો શેનાથી આત્મા બંધાય છે તે. ભગવાન બંધન કોને કહે છે તે પણ જાણો અને કોને જાણવાથી બંધન તૂટે છે તે પણ જાણો. આ ચાર શબ્દોમાં તમામ સાધના સંક્ષેપમાં પ્રાપ્ત થાય છે. નવ્વાણુમી ગાથામાં પરમકૃપાળુ દેવે આ સૂત્ર મૂક્યું છે કે ઇ કઇ રીતે આત્મા બંધાય છે. જો તમને ખબર પડી જાય કે આનાથી આત્મા બંધાય છે તો એ બંધન તોડો. મોક્ષનો ઉપાય છે. મોક્ષની વાત છોડો પરંતુ કેમ બંધાય છે તે જાણો. જેનાથી બંધાય છે તે છોડશો એટલે મોક્ષ. સીધી વાત છે કે જેનાથી બંધાય છે તે કારણ જાણી, કારણ ઉપર છેદ મૂકો તો મોક્ષ પ્રાપ્ત થાય. ૯૯મી ગાથામાં પરમકૃપાળુ દેવ અદ્ભુત વાતથી પ્રારંભ કરવાના છે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
髅
શરીરનું બીજ ચિત્ત છે. ચિત્તનું બીજ વાસના છે. વાસનાનું બીજ કર્મ છે. કર્મનું બીજ ભાવ છે. એ ભાવ તરફ જાગ્રત થવું તે ધ્યાન છે. કર્મતંત્રની સમગ્ર પરંપરા નિર્મિત થાય છે એનું કારણ ભાવ છે. એ ભાવને જોવો ને બંધ નિમિત્તક ભાવથી તટસ્થ રહેવું એ જ સાધના છે. મૂળ જે દ્રવ્ય છે એનો પોતાનો પણ સ્વભાવ છે. આજે એનું અભાન છે. એ ભાન થાય તે જ જ્ઞાન ને જેનું ભાન થાય તેમાં જ રમણ તે જ ધ્યાન.
Jain Education International
-પૂ.ગુરુજી મુનિશ્રી ભાનુવિજયજી મહારાજ પ્રણીત
ચૈતન્ય યાત્રા ભાગ-૧
For Personal & Private Use Only
www.jainelibrary.org