________________
પ્રવચન ક્રમાંક - ૬૯, ગાથા ક્રમાંક-૯૯
પ્રવચન ક્રમાંક - ૬૯
ગાથા ક્રમાંક - ૯૯
કર્મબંધના કારણો
iા પથ;
જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ;
તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. (૯૯) ટીકા :- જે જે કારણો કર્મબંધનાં છે, તે તે કર્મબંધનો માર્ગ છે; અને તે તે કારણોને છેદે એવી જે દશા છે તે મોક્ષનો માર્ગ છે, ભવનો અંત છે. (૯૯).
ગાથા, ૯૯, ૧૦૦ અને ૧૦૧ ત્રણે ગાથાઓ સાથે વિચારવાની છે. અંદર અંદર એ ત્રણે ગાથાઓ સંકળાયેલી છે. ત્રણે ગાથાઓની અંતિમ કડીઓમાં ત્રણ શબ્દો વાપરવામાં આવ્યા. ૯૯મી ગાથામાં “મોક્ષપંથ ભવઅંત', ૧૦૦ મી ગાથામાં “તે જ મોક્ષનો પંથ' અને ૧૦૧મી ગાથામાં “મોક્ષપંથ તે રીત’ આ શબ્દો વાપર્યા.
જેણે સાધનાનો પ્રારંભ કરવાનો છે, સાધનામાં ઢળવાનું છે, જેની પ્રાથમિક કક્ષા છે તેવા સાધક માટે સામગ્રી ૯૯મી ગાથામાં છે. સાધના કરતાં કરતાં એક વિશેષ સમજણ અને આંતરિક બોધ જેને પ્રાપ્ત થાય છે એ મધ્યમ ભૂમિકાનો સાધક છે, તેના માટે સમગ્ર સાધના ૧૦૦મી ગાથામાં છે અને ઉત્કૃષ્ટ કોટિનો સાધક, જે સમગ્ર પણે આંતરિક ચેતનાનો સ્પર્શ પામીને, આંતરિક અવસ્થામાં ડૂબેલો છે અથવા ડૂબવાનો છે, તેને હવે બાહ્ય સાધનો, બાહ્ય કર્મકાંડ કરવાની જરૂર નથી, વિચારોની પણ જરૂર નથી. જેને માત્ર પોતાનો સમગ્ર ઉપયોગ, સમગ્ર ચેતના સ્વરૂપ તરફ વાળવાની છે, ત્યાં બહારના કોઈપણ સાધનો કે અવલંબનોની કે આવશ્યક અનુષ્ઠાનની પણ જરૂર નથી, તેના માટે ૧૦૧મી ગાથા છે. તેને એક માત્ર આંતરિક અવસ્થામાં જ રહીને સતત સાધના કરવાની છે. પહેલા બે સાધકો કરતાં ઉત્કૃષ્ટ સાધક દશા આ ત્રીજા નંબરના સાધકની છે. બે પ્રકારના સાધકોને સાધનાનું પરિણામ તો આવે છે, કર્મક્ષય થાય છે અને શુદ્ધિ પણ થાય છે, પરંતુ જે પ્રકારનો ક્ષય ઉત્તમ કક્ષાના સાધકને થાય છે, જેવી આંતરિક શુદ્ધિ થાય છે તેવી થતી નથી. પ્રાયે છઠું કે સાતમે ગુણસ્થાને ઝીલતા મુનિને આ પ્રકારની ઉત્તમ સાધના છે. જેઓ બાહ્ય સંસારથી વિરામ પામ્યા છે, બાહ્ય સંગથી વિરામ પામ્યા છે, દેહની મૂછ જેમની ગઈ છે, એકાંત જેમને સહજ રીતે સદી ગયું છે, મૌન જેમના જીવનનો પ્રાણ છે અને બાહ્ય તમામ પ્રકારના સંયોગથી જેમની ચેતના ઉપરામ પામી છે, આવા સાધક માટે પરમકૃપાળુદેવે કહ્યું કે “એકાકી વળી વિચરતો સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો' આવી પણ એક અવસ્થા છે.
ભર્તુહરિ કહેતા હતા કે હે પ્રભુ ! આ બ્રહ્મમાં એવી લીનતા પ્રાપ્ત થાય કે પથ્થર ઉપર મારું આસન હોય, પદ્માસન વાળ્યું હોય, આંખો બંધ હોય, અંદરમાં શાંત અવસ્થા હોય, મનમાં વિકલ્પ ન હોય અને મારી સમગ્ર ચેતના બ્રહ્મમાં એવી લીન થઈ હોય કે, કોઈ હરણને ખંજવાળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org