________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આવે અને ખણવાનું સાધન ન મળે તો મારા બરડે એ પોતાના શરીરને ખણે, છતાં પણ મારામાં કોઈ વિકલ્પ ન આવે, તેવી અવસ્થા મને પ્રાપ્ત થાવ. (આપણને તો મચ્છર બેસે તો પણ ખબર પડે છે) આ ભાવના નથી પણ અવસ્થા છે. ઉપયોગ સ્વરૂપમાં ડૂબી ગયો છે.
ગજસુકુમાલના તાજા લોચવાળા માથા ઉપર ચીકણી માટીની પાળ કરી, ખેરના ધગધગતા અંગારા મૂક્યા. જરાક ચિત્ર દોરો ! શું હાલત થાય ? આવી ઘટના ઘટી હોવા છતાં હુંકાર કરતા નથી. અવાજ કરતા નથી. પીડા સહન કરે છે. જસ્ટ લાઈક એનેસ્થેસીયા, જાણે ઘેનમાં ગયા હોય, ના, તેવી અવસ્થા પણ નથી, સંપૂર્ણ જાગૃત છે. આને સહિષ્ણુતા ન કહેશો, ધીરજ પણ ન કહેશો, સહન કરવાની ક્ષમતા છે તેમ પણ ન કહેશો, પરંતુ એમ કહો કે તેમનો ઉપયોગ ઊંડો પોતાના સ્વરૂપમાં એવો ડૂબેલો છે કે દેહની ભૂમિકા ઉપર શું થાય છે, એ પણ સમજવા માટે તેમની પાસે અવકાશ નથી. આવી પણ સાધના અને અવસ્થા હોઈ શકે છે.
ખંધક મુનિની ચામડી ઉતારવા રાજાના સેવકો આવ્યા અને કહ્યું કે રાજાની આજ્ઞા છે કે જીવતાં ચામડી ઉતારવાની છે. ખંધક મુનિએ કહ્યું કે ધન્યવાદ, સ્વાગત છે. પરંતુ મારી એક વિનંતી છે કે ઠંડી, તાપ ને તપસ્યાને કારણે મારી ચામડી જરા બરછટ થઈ ગઈ છે, તેથી હું કેવી રીતે ઊભો રહું કે મારી ચામડી ઉતારતાં તમારા હાથને પીડા ન થાય ? આ આવેશ નથી, ભાવુકતા કે લાગણીશીલતા નથી, એક અંતરની અવસ્થા છે. જેમ પાડોશીને ત્યાં કાંઇક થાય તો આપણને અસર થતી નથી, તેમ દેહ આપણો પાડોશી છે, દેહમાં કંઈપણ થાય તેની ચૈતન્ય ઉપર અસર ન થાય, એવી પણ એક અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય છે. આવા સાધકો માટે સ્થૂળ સાધનો રહ્યા નથી. સાધના કરતાં કરતાં એક દિવસ એવો આવે છે કે સંસાર પણ છૂટી જાય છે અને સાધનો પણ છૂટી જાય છે. આ વાત તો સારી લાગે છે પણ જોખમ ખેડવા જેવું નથી. આ એક પરિપકવ અવસ્થા છે. યોગશાસ્ત્રમાં આને નિષ્પન્ન અવસ્થા કહે છે. જેમ રસોઈ થઈ જાય એટલે ગેસ બંધ કરીએ છીએ, કહેવું પડતું નથી. સીડી પર ચડીએ છીએ, છેલ્લે પગથિયે પહોંચ્યા, રૂમમાં પ્રવેશ કરીએ એટલે સીડી છૂટી જાય છે, છોડવી પડતી નથી. કેટલી બધી મહેનત કરી ટ્રેઇનની ટીકીટ બે મહિના પહેલાં મેળવી હોય,ટીકીટ જાળવી રાખી હોય, અમદાવાદ પહોંચીએ કે ટીકીટ તુરતજ ટી.સી. ના હાથમાં આપી દઈએ છીએ, જે ટીકીટ માટે મહેનત કરી હોય તેને છોડતાં વાર લાગતી નથી તેમ સાધકને એક એવી અવસ્થા આવે છે કે સાધનો પણ છૂટી જાય છે. - સાધકની બે અવસ્થાઓ છે. સાધકની એક એવી અવસ્થા છે કે તેમાં સાધનો જરૂરી છે અને સાધકની બીજી એવી અવસ્થા આવે કે સાધનો પણ છૂટી જાય છે, અવલંબનની પણ જરૂર નથી. ૧૦૧મી ગાથામાં જે સાધના છે તે આવા સાધકની છે.
કોઈ સર્વસંગ પરિત્યાગ કરીને, સ્વસ્થપણે એકાંતમાં ને મૌનમાં ઊભા હોય, અથવા પદ્માસને બેઠા હોય, આંખ બંધ હોય કે કદાચ ઉઘાડી પણ હોય, પરંતુ જેમનો સમગ્ર ઉપયોગ સ્વરૂપમાં કરેલ છે, જેમનો ઉપયોગ બહાર જતો નથી, તેમને ખબર પણ નથી પડતી કે કાળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org