________________
૩૦.
પ્રવચન ક્રમાંક - ૬૯, ગાથા ક્રમાંક-૯૯ કેટલો ગયો ? સમય અને સ્થૂળ સંયોગથી પણ પર એવી અવસ્થા જેમણે પ્રાપ્ત કરી છે તે ઉત્કૃષ્ટ સાધક છે.
ત્રણે ત્રણ ગાથાઓમાં સમગ્ર જૈન દર્શનની મોક્ષની સાધનાઓનું વર્ણન છે.
આ એક અદ્ભુત સંકલન છે. તમામ શાસ્ત્રોમાં મોક્ષના જુદા જુદા રસ્તાઓ છે. યોગદષ્ટિ સમુચ્ચય, યોગબિંદુ, સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાય, બૃહદ્રવ્યસંગ્રહ, ઉત્તરાધ્યયન સૂત્ર, આચારાંગ સૂત્ર અને ભગવદ્ગીતા વિગેરે શાસ્ત્રોમાં અનેક ઉપાયો છે. આ ઉપાયો ત્રણ ગાથાઓમાં પરમકૃપાળુદેવે ઠાંસી ઠાંસીને ભર્યા છે. કક્ષા પ્રમાણે છે. વર્તમાનમાં પોતાની ભૂમિકા કક્ષા કેવી છે તે સમજી લેવી બહુ જરૂરી છે. કોઈની સાથે તુલના કરવા જેવી નથી. પોતાને પોતાથી અધિક માની લેવાની જરૂર નથી. વધારે આત્મ વિશ્વાસ પણ નહિ અને જરાય ઓછો પણ નહિ. તમે છો ત્યાં છો અને જેવા છો તેવા છો. સુરદાસજી જેવા સુરદાસજી સંકોચ વગર અને હૃદયથી કહી શકે પણ આપણે ન કહી શકીએ. તેમણે કહ્યું,
મો સમ કૌન કુટિલ ખલ કામી, જીન તનુ દિયો ઉન કો વિસરાયો,
એસો નિમક હરામી, મો સમ કૌન કુટિલ ખલ કામી. સુરદાસજી કહી શકે કે મારા જેવું કોણ કુટિલ, ખલ, કામી હશે ? મારા જેવો કોણ વાસનાઓથી અંધ હશે ? પ્રભુ ! તેં શરીર આપ્યું અને હું ભોગોમાં, વિષયોમાં, વૃત્તિઓમાં, પદાર્થોમાં, ધનમાં, સંયોગોમાં આસક્ત બનીને તને (પરમાત્માને) જ ભૂલ્યો. હું નિમકહરામી છું. હું કૂતરામાંથી પણ ગયો. સાહેબ ! ક્લેરાને તમે પા રોટલો નાખો તો તમારો ઓટલો નહિ છોડે. તે એમ સમજે છે કે સીક્યોરીટી ગાર્ડ તરીકે મારી નિમણૂક થઈ ગઈ છે. મારી જવાબદારી છે. તે ઓટલે બેઠો હોય ત્યારે હિંમત છે કોઈની કે ત્યાં જઈ શકે ? તુરત જ વાંધો લે એની ભાષામાં કે મારા માલિકની પરવાનગી વગર અંદર પગ નહિ મૂકવાનો. પગ મૂકશો તો જોવા જેવી થશે. પ્રભુ ! હું તો નિમકહરામી છું. કૂતરામાંથી પણ હું ગયો.
શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, ચિદાનંદ સુખધામ;
બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ. આ ઉદ્ઘોષણા જેમણે કરી તે એમ પણ કહી શકે છે કે ...
અધમાધમ અધિકો પતિત,સકળ જગતમાં હું ય, એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું ?
પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ,
હું તો દોષ અનંતનું ભાન છું, કરુણાળ ! (શ્રીમદ્ રાજચંદ્ર) આ બંને છેડા જોઈ લો, એક છેડો નિશ્ચયનો, એક છેડો વ્યવહારનો. શંકરાચાર્યજી પણ કહે છે કે ચિદાનંદ રૂપઃ શિવોહમ્ શિવોહમ્ - આ મૂળભૂત અવસ્થા અને પાપોહમ્ પાપોહમ્ - આ વર્તમાન અવસ્થા. હું મારી મૂળભૂત અવસ્થા જોઈ શકું છું અને મારી વર્તમાન અવસ્થા પણ જોઈ શકું છું. બંને અવસ્થા દેખાય છે. વર્તમાન અવસ્થાને જોઈને, મૂળભૂત અવસ્થા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org