________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૧ સાથે તુલના કરતાં કરતાં મારી વર્તમાન અવસ્થા બદલાતી જાય અને મૂળભૂત અવસ્થા પ્રાપ્ત થતી જાય તેવી યાત્રા મારે મારા જીવનમાં કરવાની છે. આ ત્રણે ગાથાઓને ધીરજથી સમજવાની બહુ જરૂર છે, માટે સમજવા કોશિશ કરો.
જે જે કારણ બંધના, તેહ બંધનો પંથ;
તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. આ મોક્ષનો પંથ છે. આનંદઘનજીએ કહ્યું કે,
પંથડો નિહાળું રે, બીજા જિન તણો, અજિત અજિત ગુણધામ, બીજા જિનેશ્વર પરમાત્મા, અજીતનાથ ભગવાન. એમનો રસ્તો હું જોઈ રહ્યો છું, પણ જડતો નથી, હું ગૂંચવાઈ ગયો છું. અનેક કેડીઓ અને રસ્તાઓ છે, પણ મૂળ રસ્તો પકડાતો નથી. હું પ્રયત્ન કરું છું, મને તો પરમાત્માને મેળવવાનો સ્પષ્ટ માર્ગ જોઈએ છે. લોકોએ ઘણી કેડીઓ પાડી છે. કયાં જવું, કેવી રીતે જવું, કયા રસ્તે જવું એ મૂંઝવણ છે. તટસ્થપણે માર્ગ શોધી કાઢવો છે, મોક્ષપંથ શોધવો છે.
તમે જે મોક્ષપંથની વાત કરો છો, તે માર્ગે ચાલીએ, યાત્રા કરીએ તો શું થાય ? તો પહેલો અનુભવ ભવનો અંત થાય. અદ્ભુત શબ્દ મૂક્યો. ભૂ શબ્દ સંસ્કૃત છે તેમાંથી ભવ શબ્દ બન્યો. ભૂ એટલે થવું, વારંવાર થવું. આપણે થઈએ છીએ. થવું એટલે વારંવાર જનમવું. આપણે કેટલા જન્મો ધારણ કર્યા? જ્ઞાની પુરુષ કહે છે અનંતવાર જનમ્યા. ગણિત તો એવું છે કે આંખના પલકારામાં એક લાખ જોજન ફરી આવે એવી ગતિ કરનાર દેવ છ મહિનામાં જેટલો પ્રવાસ કરે તેને એક રાજ કહેવાય, આવા ચૌદ રાજલોક છે.
न सा जाई न सा जोणी, न तं ठाणं न तं कुलं ।
ર નાથ મુ નન્દ, સર્વે નવા ૩uતો | (વૈરાગ્ય શતક) એવી કોઈ જાતિ, એવી કોઈ યોનિ, એવું કોઈ કુળ કે એવું કોઈ સ્થાન નથી કે જ્યાં અનંતવાર જનમ્યો ન હોય અને અનંતવાર મર્યો ન હોય. અનંતવાર જનમ્યા એટલે નક્કી થઈ ગયું કે અનંતવાર મર્યા પણ ખરા. જનમ્યો તેને મરવાનું તો નક્કી જ છે. કોઈ પુરુષાર્થ કરે તો મરણ પછી જન્મ લેવો ન પડે, તેવું બની શકે છે. ભગવાન મહાવીર હોય કે ભગવાન આદિનાથ હોય, ઇન્દ્ર હોય કે ચક્રવર્તી હોય તો પણ ભલે, જનમ્યા તેને મરવું તો પડે જ. કોઈ આજે જશે તો કોઈ કાલે જશે. જ્યાં જન્મ મરણની ઘટના ઘટે છે તેને કહેવાય છે ભવ. એને કોઈ ભવસાગર કહે છે, એવા ભવસાગરનો અંત આવી જાય એને કહેવાય છે મોક્ષ. એ મોક્ષનો પંથ અમે તમને કહી રહ્યા છીએ.
પહેલી વાતઃ પરમકૃપાળુ દેવ કહે છે કે અમે તો કહીએ જ છીએ પણ તમે જાતે વિચાર કરો. કઈ રીતે બંધાવો છો ? એમની વાત આપણા ગળે ઊતરે તેવી નથી કારણ કે આપણે બાહ્ય સુખની તલાશમાં છીએ, શોધમાં છીએ. એમને એમ કહેવું છે કે જ્યાં તમને સુખ દેખાય છે, જે અવસ્થામાં તમને સુખ દેખાય છે, તે જ બંધનું કારણ છે. તમને શેમાં સુખ દેખાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org