________________
૩૨
પ્રવચન ક્રમાંક ૬૯, ગાથા ક્ર્માંક-૯૯ છે ? તે માટે એક શબ્દ વાપર્યો કે વિષયોમાં-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દમાં. વિષયમાં સુખ કેમ દેખાય છે ? અનુભવ એવો છે. અનુભવ એવો કેમ છે ? અજ્ઞાનના કારણે. અજ્ઞાન છે માટે વિષયોમાં આસક્તિ થાય છે. વિષયોમાં આસકિત થવાના કારણે તે પદાર્થો તરફ જાય છે. વિષય તરફ જેને જવું પડે છે તેને પદાર્થો જોઇશે. તે પહેલાં તો વિષયોમાં સુખ છે એવી બુદ્ધિ થાય છે. તે થયા પછી તેમાંથી સુખ મેળવવાની તાલાવેલી થાય છે, પછી ખાવાનું સુખ, પીવાનું સુખ, સાંભળવાનું સુખ વિગેરે મેળવવા, રૂપ રસ આદિ વિષયો સંબંધી જે પદાર્થો છે તે આપણને જોઇએ છે. તે વસાવીએ છીએ અને તે પદાર્થો પ્રત્યે મમત્વ પણ થાય છે. આ વિષયોમાં આસક્તિ અને પદાર્થોમાં મમત્વ બંધનું કારણ છે. એટલા માટે જ્ઞાનસારજી ગ્રંથમાં ઉપા. યશોવિજયજી મહારાજે કહ્યું છે કે
बिभेषि यदि संसारान्मोक्षप्राप्तिं च काङ्क्षसि । तदेन्द्रियजयं कर्तुं, स्फोरय स्फारपौरुषम् ॥
તને સંસારનો ભય લાગે છે ? મોક્ષ પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગી છે ? ખાલી કંટાળો આવ્યો છે તેવું અમે તને પૂછતા નથી, કેમ કે ધરતી ઉપર એવો કોઇ માણસ નથી જેને એકાદ વખત તો સંસાર ઉપર કંટાળો ન આવ્યો હોય. આ કંટાળો તે વૈરાગ્ય નથી. પરંતુ જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે, મુક્ત થવું છે, કાયમી સ્વતંત્રતા મેળવવી છે, કર્મ બંધનમાંથી છૂટી જવું છે તો તેણે તેની ઇન્દ્રિયો જે વિષયો તરફ દોડી રહી છે, તેને રોકવી જોઇએ. ૭૦ વર્ષનો વૃદ્ધ હોય, દાંત પડી ગયાં હોય અને ગાંઠિયા ચવાતા ન હોય તો ખાંડણીમાં ખાંડીને ખાય. અલ્યા રહેવા દે બાપા ! કયાં સુધી આ ચાળા કરીશ તું ? પણ વિષયની આસકિત છે. વિષયોમાં સુખ છે એ પ્રકારની માન્યતાના કારણે વિષય સુખ મેળવવા માટે પદાર્થો-સાધનો જોઇએ. તે માટે પદાર્થો મેળવવા છે. પદાર્થોમાં મમત્વ અને વિષયોમાં આસકિત તે બંધનું કારણ છે.
શાસ્ત્રકારોએ (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) કષાય, (૪) પ્રમાદ અને (૫) યોગ, આ પાંચેને બંધનાં કારણો કહ્યાં છે. (૧) મિથ્યાત્વ : મિથ્યા-વિપરીત માન્યતા, મિથ્યા સમજ, મિથ્યા બુદ્ધિ. બુદ્ધિ તો ખરી પણ વિપરીત બુદ્ધિ. બુદ્ધિ બે પક્ષે કામ કરે છે. સદ્ગુદ્ધિ તરીકે પણ કામ કરે છે અને વિપરીત બુદ્ધિ તરીકે પણ કામ કરે છે. બંનેનો આપણને અનુભવ છે. જ્યારે આપણને એમ થાય કે કોઇનું ભલું કરું તો સારું, તે સર્બુદ્ધિ છે અને બીજાનું ઠેકાણું પડી જાય તો સારું, તે વિપરીત બુદ્ધિ છે. વ્યવહારમાં વિપરીત બુદ્ધિ જેમ પરિણામ લાવે છે, તેમ અસ્તિત્વમાં, સતમાં, પરમ તત્ત્વમાં વિપરીત બુદ્ધિ પરિણામ લાવે છે. પરમ સત્ જેવું છે તેવું નહિ પણ જેવું નથી તેવું સ્વીકારવું અને અવળી બુદ્ધિથી દૃઢ કરવું. બહુ ઉત્કૃષ્ટ બુદ્ધિ લેવલ હોય તે સિદ્ધ કરી શકે કે આત્મા નથી. તો અહીં બુદ્ધિ છે પણ વિપરીત, અવળી બુદ્ધિ. જે પરમાર્થ છે, જે વાસ્તવિક્તા છે, જે સત્ય છે, જે તત્ત્વ છે, જે અસ્તિત્વ છે તે જેમ છે તેમ ન સ્વીકારવું, તે વિપરીત બુદ્ધિ.
અસ્તિત્વ એમ કહે છે કે મારો જ સ્વીકાર કરવાનો હોય, કારણ કે અમે પરિપૂર્ણ છીએ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org