________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૩ સંપૂર્ણ છીએ, જેમ છે તેમ છીએ. અમારામાં કંઈ ઉમેરવાની કે ઓછું કરવાની જરૂર નથી. ખલિલ જીબ્રાન કહે છે કે તમે સત્યને અલંકાર પહેરાવો છો ત્યારે સત્ય સત્ય નથી રહેતું. અલંકાર વગર સત્ય શોભે છે. તે સત્ય એમ કહે છે કે “મને અલંકારની જરૂર નથી. ભાષામાં મત કે માન્યતાનો અલંકાર ન જોઈએ. શાસ્ત્રોનો અલંકાર ન જોઈએ. કંઈ પણ ન હોય તો પણ અમે છીએ, ત્રણ કાળ અમારું હોવાપણું છે. અમારું સ્વતંત્ર અસ્તિત્વ છે. અમારા અસ્તિત્વ માટે અમારે કોઈની અપેક્ષા નથી. કોઈની દયા કે લાગણીની જરૂર નથી.” સત્ય નિરપેક્ષ છે. આવું નિરપેક્ષ સત્ય જેમ છે તેમ સ્વીકારવું. આ એક અવસ્થા છે. તે જેમ છે તેમ ન સ્વીકારતાં વિપરીત માનવું તેને કહેવાય છે વિપરીત બુદ્ધિ. પરમાર્થને અપરમાર્થ તરીકે જોવું તેને કહેવાય છે વિપરીત બુદ્ધિ. જેમ છે તેમ ન જોતાં, નથી તેમ જોવું તેને કહેવાય છે વિપરીત બુદ્ધિ. સૌથી મોટું બંધનું કારણ જો કંઈ હોય તો વિપરીત બુદ્ધિ છે. દિશા જ ખોટી, રસ્તો જ ખોટો, આંકડા અને ગણિત જ ખોટું, ડ્રાફટીંગ જ ખોટું, તેના ઉપર સહી કરો તો શું હાલત થાય? આપણે એમ કહીએ છીએ કે હું માનું છું, સત્ એમ કહે છે કે તમે શું માનો છો તે અમારે જાણવાની જરૂર નથી. તમે ઘણા મોટા માણસ હો તોપણ તમે જે કહો છો તેની શરમમાં અમે આવતા નથી. અમે શરમ બાજુ પર મૂકી જેવા છીએ તેવા જ પ્રગટ થઈએ છીએ. સત્ય તો આ છે. આવો પરમાર્થ, આવું પારમાર્થિક સત્ય જેમ છે તેમ ન માનતાં વિપરીત પણે માનવું તે મિથ્યાત્વ છે. મીઠું સફેદ અને સાકર પણ સફેદ છે. ચા કરવી હોય તો જે ધોળું છે તે નાખો. બહેનોને પૂછો કે શું હાલત થાય ? ત્યાં સાકર જ જોઈએ. જ્યાં જે જોઈએ ત્યાં તે જ જોઈએ. જે વસ્તુ જેમ છે તેમ ન સમજવી એ વિપરીત બુદ્ધિ, તેના કારણે એના વ્યવહારમાં વર્તનમાં, એની ક્રિયામાં, એના કર્મમાં, એના અવલોકનમાં, એના વિચારોમાં, ચિંતનમાં મૂળભૂત ફરક પડી જાય છે.
કુણાલ બહારગામ ભણતો હતો. તેના પિતા અશોક સમ્રાટે તેને પત્રમાં લખ્યું કે “ીયતાનું અધ્યયન કરજે, અભ્યાસ કરજે. કુણાલની સાવકી માના હાથમાં પત્ર આવ્યો. તે જાણતી હતી કે તેના પિતા જે આજ્ઞા કરશે તેનું કુણાલ પાલન કરશે. બાઈ રાજકારણી હોવી જોઈએ. તેણે એક જ કામ કર્યું. ઉપર મીંડું મૂકી દીધું. શું થયું ? સંઘીયતાનું આંધળો થઈ જા. તેણે પત્ર વાંચ્યો અને આંખ ફોડી નાખી. એક મીંડાનો ફેરફાર થાય અને આવું માઠું પરિણામ આવે તો આખે આખા સતમાં ફેરફાર થાય તો શું પરિણામ આવે ? જીવનમાં શું હાલત થાય ? અને જે કારણે આવી હાલત થાય, માઠું પરિણામ આવે, તેને મહાપુરુષો મિથ્યાત્વ કહે છે.
પરમકૃપાળુદેવ કહેતા હતા કે જારના પૂળા તૈયાર કરી ખેતરમાં સાચવીને રાખ્યા હોય અને ગામનો માતેલો પાડો ત્યાં આવે તો બધા પૂળા સાફ. ખેડૂતની બધી મહેનત માતેલો પાડો મિનિટોમાં ખતમ કરી નાખે છે. તેવી રીતે બિચારો સાધક કયારેક તપ કરે, કયારેક જપ કરે, પ્રાર્થના કરે, કયારેક ધ્યાન કરે, કયારેક તીર્થયાત્રા કરવા જાય, કયારેક આત્મસિદ્ધિનું પારાયણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org