________________
૩૪
પ્રવચન ક્રમાંક - ૬૯, ગાથા ક્રમાંક-૯૯ પણ કરે, આ બધું થોડું થોડું ક્યારેક કરે અને માંડ થોડી મૂડી ભેગી કરી હોય અને મિથ્યાત્વ નામનો પાડો આવી બધું સાફ કરી નાખે છે. પાડો શબ્દ આપણને ગમે તેવો નથી પણ પરમકૃપાળુ દેવે વાપર્યો છે. અત્યાર સુધી તમે ઘણું કર્યું છે પરંતુ મિથ્યાત્વ ધોઈ નાખે છે. આ મિથ્યાત્વ - વિપરીત માન્યતા તે બંધનું કારણ છે. પરમાર્થને વિષે અપરમાર્થ બુદ્ધિ, સને અસત્ માનવું, જેમ છે તેમ ન માનતાં, જેમ નથી તેમ માનવું. આવી બધી ખોટી કલ્પનાઓ, વિપરીત બુદ્ધિ હોવાના કારણે થાય છે. મિથ્યાત્વને શાસ્ત્રીય પરિભાષામાં દર્શનમોહ કહે છે. સાધનામાં આ સૌથી મોટો અંતરાય છે. આ બંધનું કારણ છે. હિંસા, અસત્ય, ચોરી, અનાચાર, પરિગ્રહ, આ બધા બંધના કારણો છે પરંતુ આ બધાનું મૂળ કયાં છે તે શોધો ને ? મૂળ શોધીને ઉખેડશો તો ડાળાં પાંદડાં આપોઆપ દૂર થઈ જશે. હિંસા તો ડાળી છે, અનાચાર ડાળી છે, પરિગ્રહ ડાળી છે, અસત્ય ડાળી છે પરંતુ મિથ્યાત્વનું મૂળ જીવતું હશે તો કદાચ દયા કરી હશે તોપણ તે નિદર્યતામાં ક્યારે ફેરવાઈ જશે તે ખબર નથી. સહુથી મોટું બંધનું કારણ જો કોઈ હોય તો વિપરીત બુદ્ધિ છે.
न मिथ्यात्वसमः शत्रु न मिथ्यात्वसमं विषम् ।
- મિથ્યાત્વિો શેનો, મિથ્યાત્વમં તમ: (ધર્મબિન્દુ), જગતમાં મિથ્યાત્વ જેવો કોઈ શત્રુ નથી, મિથ્યાત્વ જેવું કોઈ હળાહળ ઝેર નથી, મિથ્યાત્વ જેવો બીજો કોઈ રોગ નથી, મિથ્યાત્વ જેવો કોઈ અંધકાર નથી અને મિથ્યાત્વ જેવું મોટું પાપ નથી.
પરમકૃપાળુ દેવ કહે છે કે બંધના એ જ કારણ છે તે વિચારો. જેનદર્શને બહુ મહત્ત્વનો શબ્દ આપ્યો છે. એ શબ્દ છે આસ્રવ. નવ તત્ત્વો છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ. આ નવ તત્ત્વો જાણવા જેવા છે. તેમાં આસ્રવ નામનું એક તત્ત્વ છે. જેમ તળાવમાં ચારે બાજુથી પાણી આવે છે, તેમ આત્મામાં ચારે તરફથી કર્મોનું આવવું, પાપોનું આવવું તેને કહેવાય છે આસ્રવ. આમ્રવના મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદ આ પાંચ મુખ્ય ભેદો છે અને તેના પેટા ભેદો સત્તાવન છે. શ્રી હેમચંદ્રાચાર્યે વીતરાગ સ્તોત્રમાં એક નાનકડા શ્લોકમાં વીતરાગ પરમાત્માની આજ્ઞા શું છે તે જણાવ્યું છે. શ્રવ: સર્વથા હેય:', જેનાથી આત્મામાં કર્મ આવે તેને આસ્રવ કહેવાય. તે આસ્રવ છોડવા યોગ્ય છે. વીતરાગ પુરુષની ત્રણ કાળ માટે આ આજ્ઞા છે.
આજ્ઞા કોની ? તો વીતરાગ પુરુષની આજ્ઞા. જેની તેની નહિ. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યય જ્ઞાન. આ ચાર જ્ઞાન હોય તોપણ છદ્મસ્થ. સંપૂર્ણપણે રાગ દ્વેષથી અને સંપૂર્ણપણે મોહથી, અજ્ઞાનથી મુક્ત બન્યા પછી જે ખજાનો મળી જાય છે તે કેવળજ્ઞાન છે. એ છે અનંતજ્ઞાન. અનંતજ્ઞાનમાં તેમણે સંપૂર્ણ સમગ્ર અસ્તિત્વ જેવું છે તેવું જોયું અને જોઇને દરેક જીવના ભલા માટે તેમણે આજ્ઞા કરી કહ્યું, તે વીતરાગ પુરુષની આજ્ઞા. “તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org