________________
૨૦
પ્રવચન ક્રમાંક ૬૭, ગાથા ક્ર્માંક-૯૮ સાથે જોડે છે. પરંતુ આપણને શું થયું છે કે ઊંધુ જ કરીએ છીએ. આનંદઘનજી મહારાજે અદ્ભુત રીતે કહ્યું છે,
સુમતા ચેતન પતિકું ઇણવિધ, કહે નિજ ઘરમેં આવો, આતમ ઉઠ સુધારસ પીયે, સુખ આનંદ પદ પાવો, ચેતન શુદ્ધાતમકું યાવો.
સમતા પોતાના પતિ આત્માને કહે છે કે તમારું ઘર તો આ છે. હું તમારી સાથે જીવનારી છું અને તમે કુમતિના ઘરમાં જઇને બેઠા છો, તેમાં તમારી શોભા નથી. કંઇ સમજાયું ? સમતા કહે છે કે ચાલો બેઠા તો બેઠા, ભૂલ થઇ ગઇ છે પરંતુ હવે તમે પાછા આવો, હું આજે પણ તમને સ્વીકારવા તૈયાર છું. કુમતિના ઘરમાંથી પાછા આવો. હું કજીયો નહિ કરું. પરંતુ તમે પાછા આવો. નિજ ઘરમાં આવો. પોતાના ઘરમાં વસવું તેને કહેવાય છે મોક્ષભાવ. એવા મોક્ષભાવથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ ૯૮મી ગાથામાં આટલાં સૂત્રો જોયાં. સંત્પુરુષોએ સંપૂર્ણ મોક્ષમાર્ગ આ ગાથામાં બતાવી દીધો છે. કર્મભાવ અને મોક્ષભાવની થોડી ચર્ચા બાકી છે, તેનો હવે પછી વિચાર કરશું.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
3
For Personal & Private Use Only
www.jainelibrary.org