________________
૧૯
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા સ્વપ્નાઓ આવે છે. હું રાષ્ટ્રપતિ બન્યો. રાષ્ટ્રપતિ ભવનમાં ગયો. સોગનવિધિ થઈ રહી છે. હજી બન્યો નથી પણ સ્વપ્નાં ચાલુ છે. મૃત્યુ થયું તેવા સ્વપ્નાઓ પણ આવે છે. રાષ્ટ્રપતિનું સ્વપ્ન આવે તે સારું કહેવાય અને મૃત્યુ થયું તે અશુભ કહેવાય. પરંતુ સવારે ઊઠીને જોવે છે કે હું તો જીવતો છું. સ્વપ્ન આવ્યું તે હકીકત સાચી પણ છેવટે તો સ્વપ્ન. જો સાચું હોત તો વ્યવસ્થા જુદી કરવી પડત. સ્વપ્નામાં મૃત્યુ થયું છે પરંતુ ખરેખર જાગ્રત અવસ્થામાં મૃત્યુ થયું નથી. સ્વપ્નામાં જેમ મૃત્યુ થયુ તેમ મનાય છે, દેખાય છે તેમ અજ્ઞાન અવસ્થામાં આ જીવ પોતાના નહિ એવા બીજા દ્રવ્યમાં પોતાપણું માની બેસે છે. પરંતુ જ્ઞાની પુરુષ એમ સમજાવે છે કે સ્વપ્નદશા હોવાથી માણસ જીવતો હોવા છતાં મૃત્યુ પામ્યો છે તેવી ભ્રમણા થાય છે, તેમ અજ્ઞાન દશા હોવાથી માણસ પોતામાં પોતાપણું માનતો નથી પરંતુ પર પદાર્થોમાં પોતાપણું માની બેસે છે અને આવી જે માન્યતા તેનું નામ અજ્ઞાન. સુખ કપડામાં કે બાહ્ય પદાર્થોમાં નથી. સુખ બાહ્ય પદાર્થોમાં છે આવું માનવું તે અજ્ઞાન છે, તે જ ભ્રમણા છે, તે જ મિથ્યાત્વ છે અને તે જ કષાય છે. આ અજ્ઞાન જ કર્મબંધનું કારણ છે. એ અશુભ છે. જેટલા શબ્દો વાપરવાં હોય તેટલા વાપરો પણ વ્યવસ્થા આમ છે, તો કર્મભાવ અજ્ઞાન છે તે સ્પષ્ટ થયું? - આ એક કર્મભાવ સ્વતંત્ર પક્ષ છે. ભૂલમાં તમે તેને તમારામાં પ્રવેશ આપી દીધો છે. તેનો પ્રવેશ પુદ્ગલમાં હોય પણ તમે ભૂલ કરી છે. તમારા ચોપડે તમે નાણાં જમા કરી દીધા છે. જયારે ચોપડાની તપાસ થશે ત્યારે ખબર પડશે કે આ એન્ટ્રી ખોટી આવી છે. તમારા નાણાં છે જ નહિ. કર્મભાવને તમે આવકાર્યો છે. પુદ્ગલ સાથે તમે પ્રેમ કરી બેઠા છો, દિલ દઈ બેઠા છો પરંતુ ત્યાંથી પાછા વળવું પડશે. મોક્ષભાવ એ પોતાનો ભાવ છે. આ પોતાનું ઘર છે. આ પોતાની અવસ્થા છે.
નિશ્ચય સ્વલક્ષણ અવલંબી, પ્રજ્ઞા છેણી નિહારો, ઈહ છેની મધ્યપાતી દુવિધા, કરે જડ ચેતન ફારો, તસ ઍણી કર ગ્રહીએ, જો ધન, સો તુમ સોહં ધારો સોહં જાની દટો તુમ મોહં સમકો વારો.
ચેતન ઐસા જ્ઞાન વિચારો. અદ્ભુત વાત છે. આ આનંદઘનજી એમ કહે છે કે આ કરવું પડશે.
બીજો પક્ષ કયો? તો મોક્ષભાવ. જે ભાવથી મોક્ષ મળે તેને કહેવાય મોક્ષભાવ. જે ભાવથી સંસાર વધે તેવો ભાવ એ કર્મભાવ છે. કર્મભાવને કહેવાય છે અજ્ઞાન અને મોક્ષભાવને કહેવાય છે જ્ઞાન. જ્ઞાન શબ્દ પાછળ કોઈ શબ્દ ન વાપર્યો. સમ્યજ્ઞાન કે યથાર્થ જ્ઞાન તેમ ન કહ્યું. માત્ર જ્ઞાન શબ્દ જ વાપર્યો. જયાં મોક્ષભાવ છે ત્યાં જ્ઞાન અને કર્મભાવ છે ત્યાં અજ્ઞાન. કર્મભાવમાં ચેતન પોતાની ધારા પુદ્ગલ સાથે જોડે છે અને મોક્ષભાવમાં પોતાની ધારા પોતાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org