________________
૧૮
પ્રવચન ક્રમાંક - ૬૭, ગાથા માંક-૯૮ થાય? તેને બે કાર્યો કરવા પડે, એક કર્મધારા તોડવી પડે અને આત્મા સાથે એની પોતાની ધારા જોડવી પડશે. તુકારામજીએ ગાયું કે કૌન સંગ જોડું ક્રિષ્ના, કૌન સંગ તોડું. તેણે કૃષ્ણને પૂછયું કે હું કોની સાથે પ્રીતિ તો અને કોની સાથે જોડું ? દેવચંદ્રજી મહારાજે ગાયું કે પ્રીતિ અનંતી પર થકી, જે તોડે હો તે જોડે એહ. પર એટલે પુદ્ગલ અથવા તો જડ. પુદ્ગલ અનંત છે અને તેના પ્રકાર પણ અનંત છે. તમારા ઘરમાં જેટલો સામાન વસાવ્યો છે તે બધાને એક જ શબ્દમાં કહેવું હોય તો જડ, પુદ્ગલ છે તેમ કહો તો પણ ચાલે, પરંતુ તમે કહેશો કે આ સોફાસેટ, આ ફ્રીજ, આ પંખો, આમ ઘણી વસ્તુઓ છે. આ બધાનો સરવાળો એક શબ્દમાં ક્લેવો હોય તો કહેવાય પુદ્ગલ. સમગ્ર જગત જે દેખાય છે તે એક શબ્દ પુદ્ગલ માત્રમાં આવી જાય છે. પુદ્ગલથી બીજું કંઈ પણ નથી. પુદ્ગલ સાથે ધારા જોડી છે એટલે પ્રીતિ અનંતી પર થકી જોડી છે. પર એટલે બીજું, આત્મા સિવાય બીજું અને તેની સાથે પ્રીતિ જોડી છે. આપણે પ્રેમ તો કર્યો છે પરંતુ ખોટી જગ્યાએ કર્યો છે. એ ખોટી જગ્યા બદલવાની છે. તમે ખરેખર પ્રેમી થઈને જાન આપ્યો છે. લોકો પૈસા માટે જાન આપે છે. કૌરવ પાંડવ લડયા, શાના માટે જાન આપ્યો? યુધ્ધ થયું, હજારોને ખતમ કર્યા, કોના માટે ? કોઈ સત્તા માટે, કોઈ દેશ માટે, કોઈ રૂપ માટે, કોઈ પૈસા માટે, એમ જાન તો કુરબાન કરે છે પણ શું વળ્યું ? જડ માટે જાન આપ્યો. ઘરમાં ઝગડા કેમ થાય છે ? પૈસા માટે ને ? પતિનું ખાતું જુદું. પત્નીનું ખાતું જુદું હોય અને બેંક મેનેજરને ભલામણ કરે કે મારું ખાતું અહીં છે તેમ કહેવાનું નથી. મેનેજર કહ્યા વગર રહે નહિ. આ કેમ થાય છે ? તો પ્રીતિ અનંતી પર થકી. એક પુદ્ગલ સાથે પ્રેમ કર્યો, પુદ્ગલ જગતમાં અનંત છે. દેવચંદ્રજી કહે છે કે આ પ્રીતિ તોડવી પડશે. તોડવા માટે સાહસ કરવું પડશે. આ પ્રીતિનો ઢાળો તોડવો મુશ્કેલ છે. આ લોખંડની સાંકળ નથી કે તૂટી જાય. આ તો કાચા સૂતરના ધાગા છે પણ સાહેબ ! એ કાચા સૂતરના ધાગા તોડવા મુશ્કેલ છે. ભલભલા તોડી શકયા નથી. - આ “પ્રીતિ અનંતી પર થકી જે તોડી શકે છે તેને વૈરાગ્ય કહો, તપ કહો. ત્યાગ કહો. ધ્યાન કહો, સાધના કહો, ઉપાસના કે સાધનાની ભઠ્ઠી, જે કહેવું હોય તે કહો. એ પ્રીતિ તૂટે, પછી બીજું કામ કરવાનું રહે છે. પરથી પ્રીતિ તોડી એ શુદ્ધ આત્મા સાથે જોડવી પડે. બે જ પ્લગ છે. પુદ્ગલના પ્લગમાંથી પીન કાઢી, બીજા પ્લગ એટલે કે શુદ્ધ ચૈતન્યમાં તે જોડવી પડે. તમે પુદ્ગલના પ્લગમાં મજબૂત રીતે પીન નાખી દીધી છે. એ પીન કાઢો. તમે કહેશો રહેવા દો ને ? મઝા આવે છે. પરંતુ જ્ઞાની તમારી પાછળ પડયા છે, પણ તમે કંઈ મચક આપો તેમ નથી. કર્મભાવની સાથે જે ધારા જોડાણી છે તે ધારા શુદ્ધ આત્મભાવ સાથે જોડવી પડે અને તેને કહેવાય છે મોક્ષભાવ. આવો મોક્ષભાવ મોક્ષ આપશે. મોક્ષ મેળવવો હશે, એને એ રીતે મોક્ષની પ્રાપ્તિ થશે.
મહાપુરુષોએ કહ્યું છે કે અજ્ઞાનદશામાં કેવી ઘટના ઘટે છે તે જુઓ. માણસને ઘણાં પ્રકારનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org