________________
૧૭
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આત્મા એક નથી. તમે દીકરાના દીકરાને ખોળામાં બેસાડી રમાડતા હો ત્યારે આસકિત અને મમત્વને કારણે બોલતા હો છો કે આ મારો દીકરો છે પરંતુ તમે બંને જુદા છો અને જુદાં જ રહેવાના. સમ્યગ્દર્શન થતાં દેહ સાથે એકતાબુદ્ધિ ટળી ગઈ એટલે બુદ્ધિમાં જે એકપણું છે તે ટળી ગયું. આજે દેહ ને આત્મા બંને જુદા જ છે પણ બુદ્ધિમાં એક માન્યા છે. બીજી મહત્ત્વની વાત એ છે કે જેમ દેહ સાથે એકતાબુદ્ધિ ટળી જાય તેમ રાગાદિ જે ભાવ છે તેની સાથે પણ એકતાબુદ્ધિ ટળી જાય. આ રાગ દેખાશે અને અંદર રાગની ધારા ઊઠી છે તેમ પણ દેખાશે. અને રાગની ધારાથી અલગ પડીને તમે રાગને જોઈ શકશો. રાગના દ્રષ્ટા બનવું તે જ્ઞાનનું કામ છે. પરંતુ અત્યારે તો રાગની ધારા ઊઠી નથી કે તેમાં ભળ્યા નથી. રાગમાં ડૂબી જવાય છે. માખી તેલમાં પડે તો શું થાય? માખી જો સાકરના ગાંગડા ઉપર બેઠી હોય તો સ્વાદ પણ લે અને ઊડી જાય. પરંતુ માખી જો તેલમાં ઝંપલાવે તો ગઈ, આવી જ રીતે આત્મા રાગાદિ ભાવમાં ડૂબી જાય છે. જ્ઞાન જયારે પ્રાપ્ત થાય ત્યારે રાગાદિ ભાવથી જુદું થઈ રાગાદિ ભાવને જોવે છે. કર્મની ધારામાંથી રાગની ધારા આવી પરંતુ આ ધારા મારાથી જુદી છે તેવો તેણે અનુભવ કર્યો અને રાગની ધારા સાથે પોતે જોડાતો નથી. હવે જોડાવાના પરિણામે જે પ્રક્રિયા થવી જોઈએ, એ પ્રક્રિયા બંધ થઈ અને એ પ્રક્રિયા બંધ થવી તે મોક્ષનો ઉપાય છે, એ મોક્ષની સાધના છે.
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ;
અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. આવી એક ઘટના સમગ્ર જીવનમાં થવી જોઈએ. બે ધારાઓમાંથી યથાર્થ ધારાનો સાધક સભ્ય નિર્ણય કરે અને શુદ્ધ સ્વરૂપમાં જો સ્થિર થાય તો, સ્થિર થવાના પરિણામે કર્મ બંધાતા નથી. કર્મ બંધાય છે તે નિજવાસ થતો ન હોવાના કારણે. રાગાદિ ભાવ થાય છે, તે પોતાના સ્વરૂપમાં સ્થિર ન થવાને કારણે થાય છે. પોતાના સ્વરૂપમાં સ્થિર થવાનાં કારણે કર્મ બંધાતા નથી અને કર્મ બંધાતા નથી ત્યારે સંસારનો સમગ્ર ભય એનો ટળી જાય છે અને ભય ટળતા જીવનમાં પ્રગાઢ પ્રશાંત અવસ્થા અનુભવે છે, તેને પરમકૃપાળુદેવ મોક્ષની અવસ્થા કહે છે.
મોક્ષની જગ્યા માટે વિકલ્પ કરવાની જરૂર નથી. તમે પીસ્તાલીસ લાખ યોજનની સિધ્ધશિલા પણ ભૂલી જાવ અને અહીંથી સાત રાજ પ્રમાણ દૂર લોકના અગ્રભાગ ઉપર કોઈ જગ્યા છે તે પણ ભૂલી જાવ. એ તો સ્થળનું ભૌગોલિક વર્ણન છે. પરંતુ મોક્ષનો અનુભવ તો આ મનુષ્યગતિમાં અહીં જ થશે. મોક્ષનો અનુભવ આ દેહમાં રહીને થશે. જયાં સુધી મોક્ષનો અનુભવ ન થાય, ત્યાં સુધી સ્થળ સંબંધિત મોક્ષની પ્રાપ્તિ આપણને નહિ થાય. એ સિધ્ધશિલા કેવડી મોટી છે ? કેટલી લાંબી છે ? અંદર જગ્યા છે કે નહિ ? એવી ચિંતા કે વિકલ્પ કરવાની જરૂર નથી.
જ્ઞાની પુરુષોનું કહેવું છે કે સાધકને અહીંયા એવો અનુભવ થાય છે પણ તે કેવી રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org