________________
૧૬
પ્રવચન ક્રમાંક - ૬૭, ગાથા ક્રમાંક-૯૮ ચેતના કર્મ સાથે જોડાતી જો હોય, તો ત્યાંથી છૂટી કરીને, આત્મા સાથે જોડવાનું કામ કરે તે જ્ઞાન. કર્મ સાથે જોડવાનું કામ કરે તે અજ્ઞાન, ચૈતન્ય સાથે જોડવાનું કામ કરે તેને કહેવાય છે જ્ઞાન. શાસ્ત્રો ગમે તેટલા વાંચ્યા હશે પણ બહુ કામમાં નહિ આવે. જ્ઞાન કામમાં આવશે. કર્મ સાથે એકતા કરાવનાર જે ભાવ તે અજ્ઞાનભાવ છે. એ અજ્ઞાનભાવને અંધકાર કહ્યો છે. પ્રાર્થના કરો છો ને કે “તમસો મા જયોતિર્ગમય' ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજે તું લઈ જા. આ ઊંડું અંધારું કર્યું? કર્મના ઉદયકાળમાં કર્મ નિમિત્તે ઉપસ્થિત થતાં સંયોગો એમાં ચેતનાનું જોડાઈ જવું તે છે ઊંડું અંધારું. હે ભગવાન ! એ ઊંડા અંધકારમાંથી અમને જ્ઞાનના પ્રકાશમાં તું લઈ જા. અમારું જોડાણ શુદ્ધ ચેતના સાથે થાય એવી અવસ્થામાં તું અમને લઈ જા. અજ્ઞાનમાં જ ભૂલ થાય છે. ભય અંધકારમાં જ લાગે, મોહ અજ્ઞાનમાં થાય, વ્યાકુળતા, ક્ષોભ, વિકલ્પો, કલેશ અજ્ઞાનમાં થાય, મૂંઝવણ અને દ્વન્દ્ર અજ્ઞાનમાં જ થાય. તેમાં એકતા કરવાથી પદાર્થો વિપરીત જ જણાય. જે નથી અથવા જે જેવા નથી એવા જણાય અને તેના પરિણામે અંદરમાં જે કંપન થાય એને કહેવાય છે રાગ અને દ્વેષ. એ રાગદ્વેષથી સંસાર પરિભ્રમણનો ભય ઉપસ્થિત થાય છે.
અંધકાર દૂર કરવા માટે ઉપાય છે? વિવેકાનંદ એક નાનકડી ઘટના હંમેશા કહેતા હતા. ગૂફામાં ઘણું અંધારું હતું. થોડા યુવાન આદિવાસીઓ ત્યાં આવ્યાં. કોદાળી તગારા પાવડા લઈને. અંધારું તગારામાં ભરી બહાર ફેંકવા લાગ્યા. સાંજ સુધી મહેનત કરી પણ અંધારું ઓછું ન થયું. હવે શું કરવું ? એટલામાં કોઈ ડાહ્યો માણસ ત્યાંથી નીકળ્યો. તેણે આ લોકોને પૂછ્યું કે તમે આ શું કરો છો ? તેઓ કહે અંધારું અમારે કાઢવું છે પણ નીકળતું નથી, સવારથી મહેનત કરીએ છીએ, આ ખોદી ખોદીને કમર વાંકી વળી ગઈ છે. અમે અંધકાર ઉલેચ્યો પણ અંધકાર ઓછો થતો નથી તો અમે શું કરીએ ? ડાહ્યા માણસે ખિસ્સામાંથી બેટરી કાઢી અને સ્વીચ ઓન કરી તો અંધારું ગાયબ. આદિવાસીઓને આશ્ચર્ય થયું કે આપને કયા જાદુ કિયા ? અરે ! જાદુ નહિ, પણ અંધકાર દૂર કરવા પ્રકાશ જોઇશે, તેમ અજ્ઞાન દૂર કરવા જ્ઞાન જ જોઇશે. જ્ઞાન એટલે નિવાસ. પોતાના સ્વરૂપમાં કરવું તેનું નામ જ્ઞાન. પોતાના ઘરમાં રમવું તેનું નામ જ્ઞાન. મહાપુરુષો અને સમ્મચારિત્રની પ્રક્રિયા કહે છે.
સમ્યગદર્શનમાં હું આત્મસ્વરૂપ છું તેવો અનુભવ થાય છે અને આ અનુભવ થતાની સાથે જ બે કામો થાય. પહેલું કામ દેહ સાથેની એકતા બુદ્ધિ ટળી જાય. દેહ અને આત્મા એક થઈ શકતા નથી. જેમ તમે ગમે તેટલા કિંમતી કપડાં પહેરો પણ ચામડી અને કપડાં એક થઈ શકતાં નથી, ગમે તેટલો ટાઈમ કપડાં શરીર પર રહે, પણ શરીર જુદું છે અને કપડાં જુદાં છે તેમ ગમે તેટલો ટાઈમ આત્મા શરીરમાં રહે, પણ આત્મા દેહથી જુદો જ છે. આ કહેવાની કે બોલવાની વાત નથી પરંતુ આ સમ્યગદર્શનનો અનુભવ થાય ત્યારે દેહ સાથેની એકતાબુદ્ધિ ટળી જાય. બુદ્ધિમાં ભલે સ્વીકાર્યું કે દેહ અને આત્મા એક જ છે પરંતુ હકીકતમાં દેહ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org