________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૫
જોડાતા આત્મામાં જે કંપન થાય તેને કહેવાય છે આત્માનો ભાવ. એ આત્માના ભાવને કહેવાય છે કર્મભાવ. એ જે કર્મભાવ તેને કહેવાય છે અજ્ઞાન. એને અજ્ઞાન કહો કે મિથ્યાત્વ કહો, કંઇ ફેર નથી. આ થઇ સંસારને ચાલુ રાખવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં આપણે ચાલુ રહીશુ ત્યાં સુધી સંસાર આનંદપૂર્વક ચાલુ રહેશે. તેનો અંત નહિ આવે. ગમે તેટલી વાત કરશો કે બળ્યો આ સંસાર, નથી જોઇતો આ સંસાર, પણ બળાપો કાઢવાથી સંસાર ઓછો થતો નથી. સંસાર ઓછો થતો નથી કેમકે કારણ અંદર પડયું છે.
કર્મ એ જડની પ્રક્રિયા છે. ભાવ એ આત્માની પ્રક્રિયા છે. આ બંનેના સહયોગથી જે ઘટના ઘટે છે તેને કહેવાય છે અજ્ઞાન. એ અજ્ઞાન સંસારનું મૂળ છે. સંસાર જોઇતો ન હોય તો અજ્ઞાન ન જોઇએ અને અજ્ઞાન નહિ હોય તો સંસાર ઊભો નહિ થાય. પરંતુ એવી કોઇપણ ક્ષણ નહિ હોય કે કર્મનો ઉદય નહિ હોય. કારણ? આપણે એની વ્યવસ્થા કરી છે. નિરાંતે કર્મોનો ઉદય થયા કરે તેવી સરસ વ્યવસ્થા કરી છે. સતત કર્મનો ઉદય અંદર થયા કરે છે અને આપણે ગાફેલ પણ રહીએ છીએ. ગાફેલ રહેવાના કારણે એકતા સાધીએ છીએ. એકતા કરવાના પરિણામે આત્મામાં જે કંપન થાય છે, જે સ્પંદન થાય છે તેને કહેવાય છે ભાવ. ભાવના અસંખ્ય પ્રકાર છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, પ્રમાદ, ભય આવા કંપનો આત્મામાં થાય છે. આત્મામાં થતાં આ સમગ્ર કંપનને શાસ્ત્રો અજ્ઞાન ભાવ કહે છે. સમજી લેજો કે આ અજ્ઞાન તે જ કર્મભાવ અને કર્મભાવ એ જ અજ્ઞાન અને એ જે કર્મભાવ છે તે જ સંસારનું મૂળ છે.
આનો ઉપાય શું? કોઇ રસ્તો છે ? તેનો રસ્તો મોક્ષભાવ છે. પરંતુ મોક્ષભાવ એટલે શું? બહુ ટૂંકમાં વ્યાખ્યા આપી. અદ્ભુત શબ્દ કહ્યો, નિજવાસ. નિજ એટલે પોતામાં, પોતાના ઘરમાં, પોતાના સ્વરૂપમાં અને વાસ એટલે વસવું. આત્માનું મૂળ સ્વરૂપ શુદ્ધ અને સિદ્ધ સ્વરૂપ છે, સર્વ પરદ્રવ્યથી ભિન્ન છે, એમ નિશ્ચયનયથી શ્રધ્ધાપૂર્વક જાણીને ઉદયમાં આવતા કર્મો, ને તે કર્મ નિમિત્તે ઊભા થતા સંયોગો, એ બધાથી પૂર્ણપણે તે ભિન્ન છે, તેવો પ્રત્યેક ક્ષણે અનુભવ કરવો, તેને કહેવાય છે શુદ્ધ આત્મભાવ. સમજાયું, શું કરવું તે ? લોકો પૂછે છે કે અમારે શું કરવું ? અને અમે સમજાવીએ ત્યારે કહે છે કે આ તો નહિ બને. આ જ કરવું પડશે અને આ પ્રક્રિયામાં જ જવું પડશે. ઉદયમાં આવતા કર્મો અને કર્મ નિમિત્તે ઊભા થતા સંયોગો સાથે આત્માનું જોડાણ થવાનું. એ જોડાણ થાય તો કર્મભાવ અને જોડાણ ન કરતા,એ જોડાણ તોડીને આત્મા તેનાથી સર્વથા ભિન્ન છે, એવા અનુભવપૂર્વક પોતાના સ્વરૂપમાં ઠરવાનો પુરુષાર્થ તેને કહેવાય છે શુદ્ધ આત્મભાવ. આવો શુદ્ધ આત્મભાવ તે તમારું ઘર છે, ત્યાં સ્થિતિ છે કરવાની છે. ત્યાં સ્થિતિ કરવી તેને કહેવાય છે જ્ઞાન. કર્મ સાથે એકતા કરવી તેને કહેવાય છે અજ્ઞાન અને શુદ્ધ સ્વરૂપ સાથે એકતા કરવી તેને કહેવાય છે જ્ઞાન.
જ્ઞાન શું કામ કરે ? વાતો કરે ? જ્ઞાન બોલ બોલ કરે ? કરે શું ? પ્રત્યેક ક્ષણે પોતાની
www.jainelibrary.org
Jain Education International
For Personal & Private Use Only