________________
૧૪
પ્રવચન ક્રમાંક - ૬૭, ગાથા ક્યાંક-૯૮ આત્માના શુદ્ધ પરિણામ તેનું નામ ચારિત્ર. ઉપા. યશોવિજયજી મહારાજે કહ્યું છે કે,
જ્ઞાનદશા જે આકરી, તેહ ચરણ વિચારો,
નિર્વિકલ્પ ઉપયોગમાં, નહીં કર્મનો ચારો. ચારિત્ર તે જ્ઞાન. જ્ઞાન દશા ખરી પણ તીવ્ર જ્ઞાનદશા, પરાકાષ્ઠાની જ્ઞાનદશા એ જ ચારિત્ર. ઘૂંટાતું ઘૂંટાતું જ્ઞાન પરમ અવસ્થા અથવા આકરી અવસ્થાએ પહોંચ્યું, એવી આકરી અવસ્થા, તેનું નામ ચારિત્ર. જેમ દૂધ ઘૂંટાતું ઘૂંટાતું જાય, તે બાસુંદી બને, મહેંદી ઘૂંટાતી ઘૂંટાતી શરીર પર ચડી શરીરને સુશોભિત કરે, તેમ જ્ઞાન ઘૂંટાતું ઘૂંટાતું ચારિત્ર બને. ચારિત્ર અને જ્ઞાન જુદા નથી. જાણવું અને જીવવું બંને જુદા નથી. જે જાણે છે તે જીવે છે અને જે જીવે છે તે જાણે છે. બે વચ્ચે અંતર હોઈ શકે નહિ. એવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત થઈ શકે છે.
આપણી પાસે કર્મનો જથ્થો ઘણો છે. એ કર્મો સાથે લઈને ફરીએ છીએ. પ્રત્યેક સમયે નવીન કર્મબંધ થાય છે. કર્મબંધ કર્યા પછી આપણા તરફથી કોઈ ઈફેકટ આપવામાં ન આવે, કોઈ પુરુષાર્થ કરવામાં ન આવે તો યોગ્ય કાળે કર્મો ઉદયમાં આવ્યાં વગર રહેશે નહિ. અહીં શબ્દ છે કર્મભાવ. આ શબ્દને છૂટો પાડીએ. કર્મ+ભાવ એટલે કર્મભાવ. કર્મનો જડ તત્ત્વમાં સમાવેશ થાય છે અને ભાવનો ચેતનતત્ત્વમાં સમાવેશ થાય છે. ભાવ એ ચેતનની પ્રક્રિયા અને કર્મ એ જડની પ્રક્રિયા છે, પરંતુ એ કર્મ ઉદયમાં આવે છે. ઉદય એટલે ફળ સન્મુખ થવું. જે કર્મ બાંધ્યા છે એ કર્મ એના કાળે, એના સ્વકાળે, યોગ્યકાળે ફળ આપવા સન્મુખ થાય છે, ત્યારે અંદર હલચલ મચી જાય છે, તેને કહેવાય છે કર્મનો ઉદય. કર્મના ઉદય વખતે આત્મામાં જે ભાવ થયા તેને કહેવાય છે કર્મભાવ. આત્મામાં ભાવ એમને એમ નહિ થાય કારણ કે આત્માનો સ્વભાવ નથી પણ કર્મના નિમિત્તે આત્મામાં ભાવ થાય છે.
આ વાતને ફરી સમજીએ. ભાવ એ આત્મામાં થતી ઘટના છે અને કર્મ એ પુદ્ગલમાં થતી ઘટના છે. જે કર્મનો બંધ કર્યો છે તે કર્મ સ્વકાળે ઉદયમાં આવે છે, ઉદયમાં આવે એટલે પોતાનું કાર્ય કરે છે, તેથી આત્મા ઉપર તેની ઈફેકટ એટલે અસર થાય છે. સ્વીચ ઓન કરી એટલે પંખો ચાલુ. તમે તો એક જ કામ કર્યું, સ્વીચ ઓન કરી. વીજળીને પંખામાં દાખલ થવાનો રસ્તો કરી આપ્યો. એ સ્વીચ ઓન નહિ થાય તો પંખો ચાલુ ન થાય. તમારું કામ સ્વીચ ઓન કરવાનું છે. બીજું કામ પંખો ચાલુ થાય તે છે. કર્મનો ઉદય થાય છે અને કર્મના ઉદય વખતે આત્મામાં જે ઈફેક્ટ થાય અથવા આત્મામાં જે કંઈ બને, જે પ્રક્રિયા થાય તેને કહેવાય છે ભાવ. આ ભાવ બીજું કામ કરે છે, તે નવા કર્મોની રચના કરે છે. દુકાન ચાલુ, રોકાણ કર્યું, આવક થઈ અને બહુ મહત્ત્વની વાત એ થઈ કે આ ધંધામાં કયારેય ખોટ આવતી જ નથી. કર્મોનો બંધ સતત થયા જ કરે છે. કર્મનો ઉદય જયારે થાય ત્યારે કર્મના ઉદયકાળમાં, આત્મામાં જે કંઈપણ પ્રક્રિયા થાય તેને કહેવાય છે ભાવ. એ કયારે થાયઅને કેમ થાય? કર્મના ઉદયમાં એ પોતે એકતા સાધે છે એટલે કે કર્મના ઉદયમાં જોડાય છે, કર્મના ઉદયમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org