________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૩ ભાવને તોડશો નહિ. બેને અલગ કરશો નહીં. ભાવ હોય પણ ક્રિયા ન હોય તેવું બહુ ઓછું બને. ભાવ હોય ત્યાં ક્રિયા પણ હોય. ક્રિયા અને ભાવ સાથે ચાલે છે.
ફરી, માના હૃદયમાં વાત્સલ્યભાવ હોય છે. એક બેન એવા છે કે તેણે ચાઈલ્ડ સાઈકોલોજીનો અભ્યાસ કર્યો છે, પી.એચ.ડી. પાસ થયા છે. બાળક વિષે પૂરેપૂરો અભ્યાસ કર્યો છે પણ મા નથી બની. જયારે બીજી એક બેન છે તે મા બની છે. તે પ્રેકટીકલ છે. જયારે પેલી બેન થીયરીકલ છે કે બાળકને કેમ ઉછેરવું ? કેમ છાનું રાખવું ? બધું થશે પણ વાત્સલ્ય ક્યાંથી લાવશે ? મા થાય ત્યારે જ વાત્સલ્યનો ભાવ પ્રગટ થાય અને તે ભાવ જયારે પ્રગટ થાય ત્યારે આનુષંગિક ક્રિયા પણ હોય.
જે ભાવથી મોક્ષ થાય, તે મોક્ષનો ભાવ અને એ ભાવની સાધના તે જ તેની ક્રિયા. બને ભાવ સમજી લેવા અનિવાર્ય છે. એક કર્મભાવ અને બીજો છે મોક્ષભાવ. કર્મભાવનું બીજું નામ અજ્ઞાન છે. શાસ્ત્રો એમ કહે છે કે સંસારનું મૂળ અજ્ઞાન છે, આ સંસાર અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયો છે માટે મહાપુરુષોએ કહ્યું છે ‘વજ્ઞાનં રજુ વણમ્ I'
એક જગ્યાએ મોટો યજ્ઞ થતો હતો. હજારો બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરતા હતા. સ્વાહા સ્વાહા તેમ ધ્વનિ થતા હતા. કર્મકાંડ ચાલી રહ્યો છે. હોમ થઈ રહ્યો છે, મંત્રો બોલાઈ રહ્યા છે ત્યારે બે મુનિઓ મંડપ બહાર ઊભા રહીને જોરથી ઉદ્ઘોષણા કરે છે અને કહે છે, હો વ, 3gો વછે, પરં તત્ત્વ ન જ્ઞાયતે | આ કેટલું કષ્ટ સહન કરે છે, પરંતુ પરમતત્ત્વને જાણતા નથી. મુનિઓ આ શબ્દો વારંવાર બોલે છે. આ ધ્વનિ યજ્ઞમંડપમાં યજ્ઞ કરાવનાર પુરુષના કાન ઊપર પહોંચે છે ને ત્યાંથી ઊભા થઈ જુવે છે કે આ શબ્દો કહેનાર કોણ છે ? તેઓ મુનિ પાસે જઈને પૂછે છે કે હે મુનિરાજ ! આપનું શું કહેવું છે? મુનિ કહે છે કે તમે ઘણું કષ્ટ કરો છો પરંતુ પરમતત્ત્વને જાણતા નથી. તે પૂછે છે કે કયું પરમતત્ત્વ ? મુનિ તેને પરમતત્ત્વની વાત કરે છે અને તેઓ મુનિની પાછળ પાછળ ચાલી નીકળે છે. એ હતાં સ્વયંભવસૂરી. મહાપુરુષોએ કહ્યું છે કે સમસ્યા ક્રિયામાં નથી, સમસ્યા કર્મમાં નથી, સમસ્યા અજ્ઞાનમાં છે. અજ્ઞાન જ ઘેરામાં ઘેરી સમસ્યા છે. કર્મભાવનું બીજું નામ અજ્ઞાન છે અથવા કર્મભાવ અજ્ઞાનમાંથી આવે છે.
ફરી કહું છું, તમે શાંત બનજો, એકાગ્ર બનજો. પ્રત્યેક શબ્દને બરાબર સમજજો. કર્મભાવ જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ તે જીવનો સ્વભાવ છે. અહીં નિવાસ શબ્દ વાપર્યો છે. પોતાના ઘરમાં વસવું તેને કહેવાય છે નિવાસ. આ બહુ મઝાનો શબ્દ છે.
નિજ ઘરમેં હૈ પ્રભુતા તેરી, પરસંગ નીચ કહાવો,
પ્રત્યક્ષ રીત લખી તુમ એસી, ગહીએ આપ સુહાવો. પોતાના ઘરમાં વાસ કરવો એટલે પોતાના સ્વરૂપમાં કરવું. કુંદકુંદાચાર્યજીએ કહ્યું ‘વરિત્ત ૨૩જુ થમ્પો ચારિત્ર એ જ ખરો ધર્મ છે. પરંતુ ચારિત્ર એટલે શું? મોહ અને ક્ષોભરહિત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org