________________
૧
૨
પ્રવચન ક્રમાંક – ૬૭, ગાથા ક્રમાંક-૯૮
પ્રવચન ક્રમાંક - ૬૭
ગાથા ક્રમાંક - ૯૮)
મોક્ષનો માર્ગ
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજ વાસ;
અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. (૯૮) ટીકા - કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે અને મોક્ષભાવ છે તે જીવના પોતાના સ્વરૂપને વિષે સ્થિતિ થવી તે છે. અજ્ઞાનનનો સ્વભાવ અંધકાર જેવો છે. તેથી જેમ પ્રકાશ થતાં ઘણાં કાળનો અંધકાર છતાં નાશ પામે છે, તેમ જ્ઞાનપ્રકાશ થતાં અજ્ઞાન પણ નાશ પામે છે.
બને તેટલા શાંત બનીને, વિક્ષેપ વગર, એકાગ્ર બનીને, ચંચળતા વગર હૃદયના ઊંડાણમાં રહીને આ સૂત્રો સમજવા પ્રયત્ન કરજો.
આ ૮મી એક જ ગાથામાં જ્ઞાની પુરુષે સંપૂર્ણ મોક્ષનો માર્ગ બતાવી દીધો છે. પછીની ૯૯થી ૧૧૮ ગાથા સુધી આ ગાથાનો વિસ્તાર છે. મૂળ જો જીવતું હશે તો ડાળીઓ અને પત્તાઓ આવશે, ફૂલ ખીલશે અને ફળ આવશે. મૂળ નહિ હોય તો કંઈ નહિ થાય. ૯૮મી ગાથા એ મોક્ષમાર્ગનું મૂળ છે. આ મૂળને સાધક યથાર્થપણે સમજે. અહીં બે શબ્દો સ્પષ્ટપણે સમજવા જરૂરી છે. એક છે કર્મભાવ અને બીજો શબ્દ છે મોક્ષભાવ.
કર્મભાવમાંથી જે ધારા આવે તે સંસારની ધારા અને મોક્ષભાવમાંથી જે ધારા આવે છે તે નિર્વાણની ધારા. આખો સંસાર જે ઊભો થાય છે તે કર્મભાવની ધારામાંથી થાય છે. નિર્વાણની પ્રાપ્તિ જે થાય છે તે મોક્ષભાવની ધારામાંથી થાય છે. મોક્ષ જોઇએ છે, મોક્ષ જોઈએ છે, એમ કહેવાથી કંઈ નહિ થાય. આગ લાગી છે તેમ કહેવાથી કંઈ નહિ થાય ડોલ ભરી પાણી રેડશો તો આગ ઓલવાશે. મોક્ષ જોઈએ છે તેમ કહેવાથી મોક્ષ પ્રાપ્ત નહીં થાય. પરંતુ તેના માટે કઈ ધારાથી મોક્ષ થાય તે ધારા બરાબર સમજવી પડશે. અહીં મોક્ષ શબ્દ નથી વાપર્યો પણ મોક્ષભાવ શબ્દ વાપર્યો છે, તે ભાવ શબ્દ વિશેષ છે. જે ભાવથી મોક્ષ થાય એ ભાવને મોક્ષભાવ કહે છે. જે ક્રિયાથી મોક્ષ થાય તે ક્રિયાની વાત નથી કરી પરંતુ જે ભાવથી મોક્ષ થાય એ ભાવને મોક્ષભાવ કહ્યો. જયાં ભાવ હોય છે ત્યાં આનુષંગિક ક્રિયા પણ હોય છે. તમારા ઘેર મેહમાન આવે અને તેના માટે હૃદયમાં પ્રેમ હશે તો તે આવશે ત્યારે તમે ઊભા થશો, સામે જશો, “પધારો સાહેબ ! બહુ આનંદ થયો, તમારા દર્શન થયા, રાહ જોતા હતા', એમ કહેશો. પછી ઘરમાં લઈ જઈ બેસાડશો. પાણી આપશો. ચા, કોકાકોલાથી શરૂઆત થશે. શું જમશો ? ખબર પડે કે કરણીમાં પ્રેમ છે અને પ્રેમ ન હોય તો આંખથી પણ ખબર પડે કે ગમ્યું નથી. જેવા ભાવ હોય તેને અનુરૂપ આનુષંગિક ક્રિયા પણ હોય. તમે ક્રિયા અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org