________________
૧૧
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા થાય. અંધારાને દૂર કરવા પ્રકાશ જોઈશે. લાઈટ જોઈશે. સૂર્ય નારાયણને પધરાવવા પડશે. જ્ઞાનનો પ્રકાશ થાય તો અજ્ઞાન અંધકાર નાશ પામે, કર્મભાવ દૂર થાય અને મોક્ષભાવ પ્રગટ થાય.
શિષ્ય ! સાધના માટે અત્યંત સંક્ષિપ્ત શબ્દોમાં અમે આ વાત કરી છે. ૨૮મી ગાથામાં થોડી વિશેષતાઓ છે, તેને બરાબર ધ્યાનથી સમજવાની છે. કમ સે કમ એક કામ તો કરો. મોક્ષભાવની સાધના તો કરશો ત્યારે કરશો પણ ચિત્ર તો સ્પષ્ટ કરી લ્યો. મનમાં પ્રતીતિ તો કરી લ્યો કે કરવાનું તો આ છે. બીજે કયાંય પણ અટકવા જેવું નથી. લોકો પૂછે છે, શેમાં દાખલ થઈએ ? અહીં કે ત્યાં? મોક્ષ કયાંથી મળશે ? અમે કહીએ છીએ કે બધેથી બહાર નીકળશો તો મોક્ષ મળશે. દાખલ થશો તેથી મોક્ષ નહીં મળે, પણ બહાર નીકળવાથી મળશે. બધેથી બહાર નીકળવાનું હોય તો કર્મભાવથી બહાર નીકળવું પડે. અજ્ઞાન છે તે કર્મ ભાવ છે, ત્યાંથી બહાર નીકળો અને મોક્ષભાવ તે નિજભાવ છે, રહેવાનું તો પોતાના સ્વરૂપમાં છે, સ્વરૂપમાં ઠરવાનું છે. બહારમાં કયાંય પણ રહેવાનું નથી. કોઈ આશ્રમમાં, કોઈ મમાં, કોઈ મત, માન્યતા કે મંડળમાં કે કોઈ પક્ષમાં રહેવાનું નથી. જ્ઞાની પુરુષના હાથમાં હાથ આપો તો તેઓ હાથ ઝાલીને બધેથી ખેંચીને તમને તમારા સ્વરૂપમાં મૂકી દેશે. આ વાત આગળની ગાથામાં વિચારીશું.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે માટે ધન્યવાદ. દરેકના અંતરમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org