________________
પ્રવચન ક્રમાંક - ૬૬, ગાથા ક્યાંક-૯૨ થી ૯૭ કહે છે કે જાતિ, વેશ, માન્યતા એ બહુ મહત્ત્વની વાત નથી. આ બધાનો ઉકેલ જેવો તું અંદર જઇશ, તારા સ્વરૂપમાં જઈશ ને ઠરીશ કે તુરત જ થઈ જશે. કારણ કે અંદરમાં જે કારણ છે તે જુદું છે. પાંચ પદ સમજાયા, હવે તને દૃઢ શ્રદ્ધા થઈ છે તો મોક્ષનો ઉપાય સમજવામાં વાર નહિ લાગે. અમને સમજાવવામાં તકલીફ નહિ પડે. સ્વાભાવિક રીતે તું એ પ્રમાણે વર્તન કરીશ એવી અમારા અંતરની અવસ્થા કહે છે.
આટલી વાત પૂરી કરી, આત્મસિધ્ધિ શાસ્ત્રમાં મોક્ષના ઉપાયની જે વાત કરવી છે, તેનો પ્રારંભ થાય છે. શરૂઆતથી, પ્રારંભથી જે બહારના પ્રશ્નો હતા તે બહાર રાખ્યા. કઈ જાતિમાં અને કયા વેશમાં મોક્ષ છે તથા કયા મતમાં મોક્ષ છે તેવું નક્કી કરવા બેઠા નથી. બાવીશ વર્ષની ઉંમરે પરમકૃપાળુદેવે કહ્યું કે હું કોઈ ગચ્છ કે મતમાં નથી. હું આત્મામાં છું.
લઘુરાજ સ્વામીએ પણ એવી જ વાત કરી કે પ્રભુ ! તમે અમને કયાંયના ન રાખ્યા. ન રાખ્યા ઢુંઢિયામાં, ન રાખ્યા તપામાં, ન રાખ્યા શ્વેતાંબરમાં, ન રાખ્યાં દિગંબરમાં, ન રાખ્યાં કોઈ વેશમાં કે મુહપત્તિમાં, પરંતુ સીધા પકડીને મૂકી દીધા આત્મામાં. આ મોટી ઘટહ્મા ઘટી. કયાંય અટક્યાં જ નહિ. જ્ઞાની પુરુષ મળે તો આ પરિણામ આવે. એ બહાર રહેવા ન દે. બે હાથ પકડીને જ્યાં મૂકવા છે ત્યાં મૂકી દે છે. આપણે તો જ્ઞાની પુરુષને પૂછીએ કે કહોને, કયા વેશથી મોક્ષ મળે ? કપડાંથી મોક્ષ મળતો હોત તો ઝટ મોક્ષ મળી જાય.
પરમકૃપાળુદેવનો મહાન ઉપકાર છે કે તેમણે જાતિ અને વેશનો પ્રશ્ન હાથમાં જ લીધો નહિ, ફાઇલ બાજુ પર રાખી દીધી. તર્ક અને દલીલ કરનારા ઘણા છે. ભગવા પહેરો તો મોક્ષ થાય, ઘોળાં પહેરો તો મોક્ષ થાય. આમાં તો જ્ઞાનીને પણ ટકવું મુશ્કેલ થઈ પડે. કયાંથી નિર્ણય થાય ? જીવ કયાં કયાં અટકીને ઊભો છે તે જોઈ લો. પરમકૃપાળુદેવે કયાંય મુશ્કેલી ઊભી થાય તેમ રાખ્યું જ નહિ. ધારદાર તલવાર લઈ એક ઝાટકે તેમણે જવાબ આપ્યો કે હે શિષ્ય !
કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ;
અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાન પ્રકાશ. અદ્ભુત વાત છે. હજારો પ્રશ્નોનો ઉકેલ આ નાનકડી લીટીમાં છે. કર્મભાવ છે તે જીવનું અજ્ઞાન છે. મોક્ષભાવ છે તે જીવમાં પોતાના સ્વરૂપ વિશે સ્થિતિ થવી તે છે. જગતમાં બે જ ભાવ છે, એક કર્મભાવ અને બીજો મોક્ષભાવ. કર્મભાવ એને કહેવાય જ્યાં અજ્ઞાન છે અને મોક્ષભાવ એને કહેવાય જ્યાં સ્વરૂપને વિશે સ્થિતિ છે.
શિષ્ય! સમજી લે કે કર્મભાવ અજ્ઞાન છે. તે સંસારનું મૂળ છે. વેશને કે મતને પકડવાની જરૂર નથી. કર્મભાવ અજ્ઞાન છે અને પોતાના સ્વરૂપમાં સ્થિતિ થવી તે મોક્ષભાવ છે. અજ્ઞાન અંધકાર સમાન છે. અંધારામાં જેમ કંઈ દેખાતું નથી, તેમ અજ્ઞાન અવસ્થામાં જીવને સત્ય દેખાતું નથી. કપડાં બદલાવશો કે જાતિ નક્કી કરશો અથવા મત બદલશો, તો સત્ય નહિ દેખાય. અંધારું દૂર કરવું પડશે. અંધારું કપડાંથી, જાતિથી કે બહારની માન્યતાથી દૂર નહિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org