________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા રીતે તને સહજમાં પ્રતીતિ થશે.
| શિષ્યને ગુરુદેવ એમ કહે છે કે, હે શિષ્ય ! અમે તને પાંચ પાંચ પદના પ્રશ્નોના ઉત્તરો આપ્યા, તે પાંચે પાંચ ઉત્તરોની આત્મામાં પ્રતીતિ થઈ એટલે કે તને વાત બેસી ગઈ. સમ્યક નિર્ણય થઈ ગયો. જેમ છે તેમ હૈયામાં સ્થાપિત થઈ ગયું, જેમ છે તેમ સ્વીકાર થઈ ગયો. કોઈ શંકા રહી નથી, કોઈ મૂંઝવણ રહી નથી. અંદરથી નિઃશંક અવસ્થા પૂરેપૂરી આવી ગઈ છે. આટલું થયું ને ? આટલું પરિણામ આવ્યું ને ? આટલો એકરાર થયોને ? તું આત્મા નથી એવું લઈને તું આવ્યો હતો. હવે આત્મા છે તેમ સ્વીકાર કર્યો આ મહત્ત્વની વાત છે. માત્ર હા પાડે છે તેમ નહિ, પણ તને પ્રતીતિ થઈ. પ્રતીતિ શબ્દનું ભાષાંતર સ્પષ્ટપણે થઈ શકતું નથી પણ એમ કહેવાય કે રોમ રોમથી આ સત્ય છે તેમ ઝણકાર આવવો તેને કહેવાય છે પ્રતીતિ. ગમે તેટલા તર્ક સામે આવે છતાં એનામાં શંકાનું બી ઊભું ન થાય, તે પ્રકારની આંતરિક અવસ્થા તેને કહેવાય છે પ્રતીતિ. આ ઘટના ઘટી. પાંચે ઉત્તરથી તને તારા આત્મા વિષે પ્રતીતિ થઈ છે તો મોક્ષના ઉપાયની પણ સહજ રીતે પ્રતીતિ થશે. બે શબ્દો મહત્ત્વના છે. થશે અને સહજ થશે એટલે નિશ્ચિત વાત કે આ પરિણામ આવશે. સદ્ગુરુ કહે છે કે સહજ એટલા માટે કે હવે તારે આળસ કરવા જેવું રહ્યું નથી કારણ કે તું લગોલગ નિકટ પહોંચી ગયો છે. દરવાજે પહોંચી ગયો છે. હવે સહજ અડે તેટલી વાર અને દરવાજો ખૂલે તેમ છે. આપણે તો જરા પણ હલવા તૈયાર નથી. એની મેળે દરવાજો ઊઘડે તો જઈએ. હાથ અડાડે તો ઊઘડી જાય પરંતુ એટલું પણ કરવા આપણે તૈયાર નથી.
હવે શિષ્યની શંકાની નિવૃત્તિ થઇ, એટલે મોક્ષનો ઉપાય કંઈ કઠિન નથી અને સમજાવવામાં તકલીફ પડે તેમ નથી. કારણ કે તે કેવળ જીજ્ઞાસુ નથી પણ વિશેષ જીજ્ઞાસુ છે. સદ્ગુરુએ શિષ્યને માન્યતા આપી અને શિષ્યનો સ્વીકાર કર્યો. શિષ્યને ઉલ્લાસ આપ્યો, એમ કહો કે શિષ્યની પીઠ થાબડી અને ધન્યવાદ આપ્યા. - ગંગાસતીના શિષ્યા પાનબાઈએ એક પદમાં એમ કહ્યું છે કે ગંગાસતીએ મને ખોળામાં બેસાડી, મારા માથે હાથ મૂકી, અગમ નિગમની પરમ વાતો મને હૃદયમાં ઊતરી જાય એ રીતે સમજાવી છે એ ગંગાસતીનો ઉપકાર કેમ ભૂલાય ? અહીં, ગુરુદેવ શિષ્યને પીઠ થાબડી વાત કરી રહ્યાં છે કે પાંચ વાતનો તે સ્વીકાર કર્યો માટે તું ધન્યવાદને પાત્ર છો.
તમે જ્યારે હૃદયથી, પ્રતીતિપૂર્વક કહો છો કે આત્મા છે, ત્યારે સપુરુષને હૃદયથી એટલો બધો આનંદ થાય છે કે તેટલો આનંદ બીજા કશાથી ન થાય. સગુરુને એમ થાય છે કે હવે લાઇન ઉપર આવ્યો, સીગ્નલ પડ્યું, લાઈન કલીઅર થઈ ગઈ. આત્મા છે અને મોક્ષ છે તે બંને વાતનો સ્વીકાર કર્યો તેથી સિક્કો મારી દીધો કહેવાય. હવે શિષ્ય જરૂર ઝંપલાવશે અને પુરુષાર્થ કરશે, તેથી મોક્ષનો ઉપાય તેનામાં પરિણમશે અને સહજ અવસ્થા આવશે. હવે મોક્ષનો ઉપાય જાણવાની શિષ્યને જે ઉતાવળ થઈ છે તેને સદ્ગુરુ શાંત પાડે છે. હવે ઉતાવળ કરીશ નહિ. શાંત અવસ્થાની જરૂર છે. હવે ઉતાવળ કરીને શંકા પણ ન કરતો અને તેઓ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org