________________
પ્રવચન ક્રમાંક - ૬૬, ગાથા ક્યાંક-૯૨ થી ૯૭ છે તેમ સ્વીકારી અને શંકાઓનું સમાધાન પણ થયું. શિષ્ય નિઃશંક બની ગયો, તેને કોઇ મૂંઝવણ રહી નથી પરંતુ હવે શિષ્ય કહે છે કે આપની કૃપાથી જો મને મોક્ષનો ઉપાય સમજાય તો હું મારું સદ્ભાગ્ય માનીશ. મારો ઉદય થશે. ઉદય શબ્દ બે વખત બોલ્યો. એક તો સદ્ભાગ્યનો ઉદય થાય અને બીજો ઉદય એટલે સાધના કરવાની પ્રવૃત્તિનો પ્રારંભ થાય, અને અંદર આત્માનો પણ ઉદય થાય. શિષ્યને આ સમાધાન થયું છે તેના ઉપરથી નક્કી થાય છે કે શિષ્યને મોક્ષ પ્રાપ્ત કરવાની તીવ્ર જીજ્ઞાસા છે.
આટલા મત મતાંતરો અને માન્યતાઓ છે. કઈ જાતિમાં અને કયા વેશમાં મોક્ષ છે? અહીં ઘણી બધી ગૂંચવણો છે તો પણ શિષ્યની તૈયારી એટલી બધી છે કે આ બધા વચ્ચે પણ માર્ગ શોધીને તેને મોક્ષની સાધના કરવી છે. શિષ્ય ગુરુદેવને વિનંતી કરે છે કે આપે કૃપા કરી મને પાંચ પાંચ બાબતો સમજાવી. હવે એક મોક્ષનો ઉપાય સમજાય તો મારું સદ્ભાગ્ય ખૂલી જાય. શિષ્યમાં મોક્ષ પ્રાપ્ત કરવાની એવી તાલાવેલી જાગી છે કે માર્ગ નક્કી થઈ જાય તો મંડી પડે, પીછે હઠ ન કરે, આળસ કે પ્રમાદ ન કરે, તેના જીવનમાં જેટલી ક્ષમતા અને શક્તિ છે તે પૂરેપૂરી વાપરે તેવો ઉલ્લાસ તેને અંદરમાં પ્રગટ્યો છે. મોક્ષનો ઉપાય સાંભળે એટલી જ વાર, તુરત જ અંદર ઝંપલાવી દે. શિષ્યની આવી તૈયારી છે પરંતુ તમારે તૈયારી કરવાની હજુ વાર છે. ઉતાવળ પણ શું છે ? સીત્તેર કે એંશી વર્ષ થયા છે, હમણાં નહિ તો આવતા જન્મમાં. અનંતકાળ કાઢ્યો તો થોડો વધારે થશે. પરંતુ શિષ્ય આવો નથી. ઉપાય સાંભળું તો મારું સદ્ભાગ્ય ખૂલી જાય. ઉપાય સાંભળું તો માર્ગ પણ મળે, તૈયારી પણ કરી શકાય.
શિષ્યને નિશ્ચય થયો છે કે સદ્ગુરુ અવિરોધ મોક્ષનો ઉપાય બતાવશે. ૨૮મી ગાથામાં ગુરુદેવે સમાધાન કરતાં મોક્ષમાર્ગ બતાવ્યો છે. જાતિ, વેશ, મત મતાંતરો, માન્યતા, હઠાગ્રહ બધું બાજુએ મૂકી દીધું. હવે બહારની સમસ્યા જ નથી. સમસ્યા તો અંદર છે. પ્રશ્ન તો અંદરનો છે અને અંદરની સમસ્યા દૂર કરવાની છે. ગુરુદેવ શિષ્યને મધુર ભાષામાં કહે છે કે સાધનામાં ઉતાવળ પણ ન ચાલે અને આળસ પણ ન ચાલે. કબીરજીએ એક પદમાં નાનકડી કડીમાં કહ્યું છે કે “સાહિબ મિલે સબૂરી મેં પરમાત્મા ધીરજમાં મળે છે. ધીરજ એટલે આળસ નહિ કે હોતી હૈ, ચલતી હૈ. સબૂરી એટલે સામે ગમે તેવી મુશ્કેલી હોય તેમાં મૂંઝાયા વગર સતત પુરુષાર્થ કરે. પુરુષાર્થ પ્રચંડ પરંતુ ઉતાવળ જરાય નહિ. એવી અવસ્થા તેને કહેવાય છે સબૂરી, તેને કહેવાય છે ધીરજ.
પદ-૬૬ સશુરુનું સમાધાન મોક્ષનો ઉપાય છે' પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત;
થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. (૯૭) પાંચે ઉત્તરની તારા આત્માને વિષે પ્રતીતિ થઈ છે, તો મોક્ષના ઉપાયની પણ એ જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org