________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૭
મીંચીને પણ અમે માનીએ તો એમાં જોખમ ન હોય, અસત્ય ન હોય, એવું કહેનાર પુરુષ કોણ હોય ? કોનું માર્ગદર્શન લેવું ? અને તે વખતે બહુ જ સ્પષ્ટપણે તેમણે કહ્યું કે : નિર્દોષ નરનું કથન માનો, તેહ જેણે અનુભવ્યું.
અહીં બે શરતો આપી. એક તો કહેનાર પુરુષ નિર્દોષ હોવો જોઇએ. રાગ, દ્વેષ અને મોહ આ ત્રણે દોષ જેનામાં નથી, તે નિર્દોષ છે અને બીજું જેનો તેણે અનુભવ છે, એવા નિર્દોષ નરનું કથન માનો.
જગતમાં એકલા વીતરાગ પુરુષ જ બોલ્યા હોત અને આ વચેટિયા ન બોલ્યા હોત તો આટલા મત મતાંતરો અને ભેદો જ ન હોત. વીતરાગ પુરુષોને બહુ બોલવું નથી પણ જે વીતરાગ નથી તેને બોલવાની ચળ ઉપડે છે. અમે કહી દઇએ, સમજાવી દઇએ, કલ્યાણ કરી દઇએ અને નવો માર્ગ સ્થાપીએ. બીજાનું ભલું કરીએ. નવો પંથ અને નવો ચીલો પાડીએ અને નવું કહીએ. આ બધાના કારણે જ આટલા મતભેદો ઊભા થયા છે. શાસ્ત્રોએ એક અદ્ભુત વાત કરી કે જ્યાંસુધી આવું બધું ચાલતું હોય ત્યાં સુધી જે નિર્દોષ નર હોય તેનું કથન માનો અને બીજી એ પણ શરત છે કે તેહ જેણે અનુભવ્યું' કહેનાર વક્તાઓ તો ઘણા મળશે જેની પાસે ઓરેટરી છે, જીભનો ખેલ છે, વાચાળતા છે, વચન છે. જગતને સત્યની પડી નથી પણ વાણી વિલાસ જોઇએ છે. સત્યની ગર્જના જગતને જોઇતી નથી. સાચું તેને શોધવું નથી તેથી વાણીમાં અંજાઇ જવાનું થાય. જે વકતા છે, જે કહેનાર છે તેણે અનુભવ કરેલો હોવો જોઇએ. કહેનાર પુરુષ અનુભવી હોય તો એમના શબ્દોમાંથી મત, મતાંતરો કે માન્યતા ન થાય અને જુદી અવસ્થાઓ પણ ન આવે.
શિષ્ય કહે છે કે હે ગુરુદેવ ! અત્યારે તો એટલા બધા મતો, દર્શનો અને માન્યતાઓ છે કે કોઇ માર્ગ નિશ્ચિત થઇ શકે તેમ નથી. કઇ જાતિમાં, કયા વેશમાં મોક્ષ છે તેનો નિર્ણય કરી શકાતો નથી અને સાચો નિર્ણય આપે તેવો કોઇ પુરુષ દેખાતો નથી અને કોઇ ખરો નિર્ણય આપે તો કોઇ માને તેવું પણ નથી. આ બધું જોતાં લાગે છે કે મોક્ષનો ઉપાય છે જ નહિ અને મોક્ષનો ઉપાય ન હોય તો આ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ આ તત્ત્વો જાણવાથી ફાયદો કે ઉપકાર શું થાય ? મગજને તકલીફ પણ ન આપવી અને જાણવું પણ નહિ, એ વાત વધારે સારી લાગે છે. એના કરતાં ખાવું અને ઊંઘવું બે જ કામ ન કરીએ, નિરાંત તો ખરી. પરંતુ અહીં શિષ્યની વૃત્તિ આવી નથી. તેને જાણવાની જીજ્ઞાસા છે, તાલાવેલી છે. એને મંથન અને મથામણ છે. તે જાણતો નથી એટલે પ્રશ્ન કરે છે. પોતાનું હૃદય ખોલીને ગુરુના ચરણોમાં એવું નિવેદન કરે છે કે પાંચે પદના ઉત્તરથી સર્વાંગ સમાધાન થયું છે, પ્રતીતિ થઇ છે. આત્મા નથી, આત્મા નિત્ય નથી, આત્મા કર્મનો કર્તા નથી, આત્મા કર્મનો ભોક્તા નથી, મોક્ષ નથી, આ પાંચે પાંચ શંકાઓનું સમાધાન કરી ગુરુદેવે ઉત્તર આપ્યો કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે અને મોક્ષ પણ છે. શિષ્યે આ પાંચે પાંચ બાબતો સંપૂર્ણ સ્વીકારી, સર્વાંગ સ્વીકારી, જેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org