________________
પ્રવચન ક્રમાંક - ૬૬, ગાથા ક્રમાંક-૯૨ થી ૯૭ ઉપર છે, માટે તેને જાતિ યાદ આવી. તેને એમ ખબર નથી કે દેહથી મુકત થયા સિવાય મોક્ષ મળતો નથી. શિષ્ય દેહ જોઈને વાત કરે છે. જાતિ દેહ સાથે સંબંધ ધરાવે છે પણ આત્મા સાથે નહિ. આત્માને કોઈ જાતિ નથી. જે પરંપરા કે કુળમાં જન્મ્યો ત્યાં તેને જાતિ વળગે છે. અને બીજી વાત એ કે કયા વેશમાં મોક્ષ છે ? આ પણ પ્રશ્ન જેવો તેવો નથી. વેશ હજુ બધામાં કોમન નક્કી થયો નથી. બીજામાં થયો કે નહિ તે ખબર નથી પણ જૈન પરંપરામાં શ્વેતાંબરનો વેશ જુદો, તેરાપંથીનો જુદો, સ્થાનકવાસીનો જુદો. દિગંબરોએ એક મોટું કામ કર્યું. વેશ જ કાઢી નાખ્યો. એમણે કહ્યું કે વેશ નડે છે, કપડાં નડે છે, મોક્ષમાં એ અંતરાય અને અવરોધ કરે છે. દિગંબર થાય તેને જ મોક્ષ મળે. બહેનો નિરાવરણ રહી શકે નહિ એટલે બહેનોને મોક્ષથી વંચિત કરી. નવો જન્મ લઈ જ્યારે પુરુષ થશે ત્યારે મોક્ષ મળશે માટે એક જન્મ તો લેવો જ પડશે. કોઈ ભગવાં કપડાં પહેરે છે. કોઈ પીળાં કપડાં, કોઈ સફેદ કપડાં પહેરે છે, જાતજાતના રંગો છે. શિષ્ય કહે છે કે નક્કી કરી આપો કે કયા વેશમાં, કઈ જાતિમાં મોક્ષ મળે છે કારણ કે આવા બધા ઘણા ભેદો છે.
અંબાલાલભાઇએ વિવેચનમાં લખ્યું છે કે કઈ જાતિમાં મોક્ષ છે ? કયા વેશમાં મોક્ષ છે? એનો નિશ્ચય ન બની શકે કેમકે તેવા પ્રકારના ઘણા ભેદો છે અને એ દોષથી પણ મોક્ષનો ઉપાય પ્રાપ્ત થવા યોગ્ય દેખાતો નથી. તમારા બધાના મનમાં પણ આવા કોઈ ગોટાળા નથી ને ? આ ગોટાળાની વાત પરમકૃપાળુદેવ અહીં કરે છે. કાંતો બધા ખોટા છે, કાંતો તેમાંથી એક સાચો છે. કાંતો કોઈને પકડ છે, કાંતો કોઈને મતભેદ છે. આ બધા કારણે ધર્મમાં ઘણા મતભેદો પડી રહ્યાં છે. મતભેદો વેશના કારણે, જાતિનાં કારણે, બહારના સીમ્બોલને કારણે છે તેથી એમ જણાય છે કે મોક્ષનો ઉપાય નથી માટે જીવાદિ જાણવાથી શું ઉપકાર થાય ? આ શિષ્ય બહુ સરળ છે. તેની મૂંઝવણ સાચી છે અને બહુ સ્પષ્ટપણે સાચા શબ્દોમાં એ વ્યક્ત કરે છે.
૯૩ અને ૯૪મી ગાથામાં વાત કરી કે કઈ જાતિ અને કયા વેશમાં મોક્ષ છે? મતમતાંતરો ઘણા છે અને માન્યતાઓ ઘણી છે. દર્શનો ઘણાં છે માટે જ્ઞાની પુરુષોએ કહ્યું કે ૧૩ મા ગુણસ્થાને અરિહંત પરમાત્મા બિરાજમાન છે, તેઓ રાગ દ્વેષથી મુક્ત બન્યા છે, અજ્ઞાનથી, મોહથી સંપૂર્ણપણે મુક્ત બન્યા છે એવા વીતરાગ પુરુષો સ્વતંત્રપણે ધર્મની પ્રરૂપણા કરી શકે, આવા વીતરાગ પુરુષો હજારો હશે. પરંતુ વીતરાગતા હોવાના કારણે તેમનામાં મત મતાંતરો નથી. છઠ્ઠા ગુણસ્થાને જે મુનિ છે અને જે સાધક છે, ને વીતરાગ પરમાત્માએ જે કહ્યું છે તેને અનુસરીને જ જેઓ કહે છે, તેમને જ કહેવાનો અધિકાર છે પરંતુ અત્યારે જગતમાં આ નિયમ રહ્યો નથી. ભૂમિકા વગર કહેનારા વધ્યા અને મનમાં જે આવ્યું તેમ કહેતા ગયા, તેના કારણે આટલા મતમતાંતરો આપણને દેખાય છે. સમજવા પ્રયત્ન કરજો. આ જૈન શાસ્ત્રોની પ્રણાલિકા છે. પરમકૃપાળુદેવને ૧૬ વર્ષની ઉંમરે હૃદયમાં મંથન ચાલ્યું કે પરબ્રહ્મ, પરમ અસ્તિત્વ અને પરમ સિદ્ધાંતને પ્રાપ્ત કરવા કોનું વચન માનવું? સત્યવચન કોનું હોય ? આંખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org