________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૫
છે. પૂછવા જેવું તો પક્ષીને હોય કે તું શું બોલે છે ? પક્ષી કહેતું નથી પણ પક્ષીના નામે કહેનારા ઘણા છે. પક્ષી જે બોલે છે તે સમજતા નથી અને પક્ષી જે કહે છે તે કહેતા નથી પણ અંદર જે ઘૂંટાય છે તે કહી રહ્યા છે. પહેલવાનનાં મનમાં દંડ બેઠક અને કુસ્તી કસરત જ ઘૂંટાઇ છે વાણિયાના મનમાં મીઠું, મરચુ અને હળદર ઘૂંટાઇ છે, એમ જેના મનમાં જે ઘુંટાતું હશે તે કહેશે. જેને પૂછશો તેના મનમાં જે ઘુટાંતુ હશે, તે પ્રમાણે કહેશે તેમ જગતમાં મોક્ષ માર્ગ માટે જેને જેને પૂછશો તો તે તેના મનમાં જે ઘુંટાતું હશે તે પ્રમાણે કહેશે.
તે વખતના કાળમાં પરમકૃપાળુદેવ સામે પ્રશ્ન હતો કે મતદર્શન ઘણાં છે તેમાં કયો મત
સાચો?
ગચ્છના ભેદ બહુ નયન નિહાળતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે. (આનંદઘનજી)
ગચ્છના આટલા બધા ભેદ અમે નયને નિહાળીએ છીએ, છતાં તમે તત્ત્વની વાત કરો છો ? તમને વિચાર નથી આવતો ? તત્ત્વની વાત કરતાં તમને શરમ નથી આવતી ?આટલા બધા ભેદો, આટલા બધા મતો, મતાંતરો, કલેશ અને કંકાસ, આટલા બધા વિવાદો અને વિખવાદો અને વાત પાછી તત્ત્વની કરો છો ? મેળ કયાંથી પડશે ?
શિષ્ય કહે છે, પ્રભુ ! મત પણ ઘણા છે અને દર્શન પણ ઘણાં છે. મહાભારતમાં મહર્ષિ વ્યાસે કહ્યું કે શ્રુતિઓ પણ ભિન્ન છે અને સ્મૃતિઓ પણ ભિન્ન છે. કોઇ એક પુરુષ એવું કહેનારો નથી કે જે સર્વને માન્ય હોય. શાસ્ત્રો પણ ઘણાં છે અને મત મતાંતર પણ ઘણાં છે. મહર્ષિ વ્યાસ કહે છે કે અમને ખબર નથી કે ધર્મનો મર્મ અમારા હાથમાં કેવી રીતે આવે ? આ મૂંઝવણ તે વખતે પણ હતી અને પરમકૃપાળુદેવ વખતે પણ હતી અને અત્યારે તો પરાકાષ્ટાએ પહોંચી છે. શેરીએ શેરીએ નવો મત અને એના કરતાં મુંડે મૂંડે મતિમિના જેટલાં માથાં તેટલા મતો, અનેક ઉપાયો અને અનેક માન્યતાઓ. કોઇ એમ કહે કે જ્ઞાનથી જ મોક્ષ મળશે. તત્ત્વજ્ઞાનનો વિચાર કરો, બ્રહ્મનો વિચાર કરો, દ્રવ્ય ગુણ પર્યાયનો વિચાર કરો, ષટ્ દ્રવ્ય અને નવ તત્ત્વનો વિચાર કરો, કોઇ ક્રિયાની જરૂર નથી. પ્રતિક્રમણ, સામાયિક, પૂજા પાઠ કંઇ જરૂર નથી. એક એમ કહે છે કે આ બધી ગરબડ શા માટે કરો છો ? ફકત રામ રામ કરો. કશી ઉપાધિમાં પડવું નહિ. કોઇ તત્ત્વજ્ઞાનની ચર્ચા કરવાનું કહે છે. કોઇ કહેશે અહં બ્રહ્માસ્મિ । એમ રટ્યા જ કરો અને કામ થઇ જશે. આટલા બધા કહેનારાઓ પોતપોતાની રીતે કહ્યા કરે છે. સાક્ષીભાવે રહેનારો કહે છે કે ગમે તે ખાવ, ગમે તેમ ચાલો. રાત હોય તો પણ વાંધો નહિ, જલેબી ને ગાંઠિયા ખાઇ શકો છો. જે કરો તે સાક્ષીભાવે કરો, જ્ઞાતાભાવે કરો. શાયકભાવમાં રહીને ખાવ, વીતરાગ ભાવમાં રહીને ખાવ, અવેરનેસ રાખી ખાવ. ભાવ શુદ્ધ હોય તો ગમે તે ખાવ તેનો વાંધો નહિ, આવું પણ કહેનારાઓ છે અને આવી વાત તો આપણને ગમે તેવી છે. જલેબી ને ગાંઠિયા તો મળે કમસે કમ. આ પ્રકારનો મતનો આગ્રહ જેને હશે તે કદીપણ વિવેક કરી શકશે નહીં.
શિષ્યની મૂંઝવણ એ છે
Jain Education International
કે કઇ જાતિ અને કયા વેશમાં મોક્ષ છે ? શિષ્યનું જોર શરીર
For Personal & Private Use Only
www.jainelibrary.org