________________
પ્રવચન ક્રમાંક - ૬૬, ગાથા માંક-૯૨ થી ૯૭ ફેંકી દે છે, તેનો નિકાલ કરે છે, તે સ્થિતપ્રજ્ઞ છે. આવી અવસ્થા જો પ્રાપ્ત થાય તો સમ્યગુ વિવેક પ્રગટ થાય અને સમ્યમ્ વિવેક જ્યાં હોય ત્યાં અન્યથા વર્તન ન હોય, ત્યાં અનાચાર કે સ્વછંદ ન હોય. સમ્યમ્ વિવેક જ્યાં હોય ત્યાં વ્યવહારમાં તંદ્ર ન હોય, અને જ્યાં સમ્ય વિવેક હોય તેના વર્તનમાં, અસ્તિત્વમાં સંવાદિતા ઝળક્યા વગર રહે નહિ. આ અંદરની ઘટના છે.
માત્મચેવાભના તુષ્ટ: સ્થિતપ્રજ્ઞસ્તોવ્ય . (૨/૬) આત્માથી આત્મા વિષે, આત્મા દ્વારા, જે નિરંતર સંતુષ્ટ છે, સમાધિસ્થ છે, સ્વસ્થ છે, એમાં સ્થિર છે, એમાં ડૂબેલો છે તેને અમે સ્થિતપ્રજ્ઞ કહીએ છીએ.
અહીં શિષ્ય આટલું જ પૂછે છે કારણ કે તેણે અંતરમાં ડૂબકી મારી નથી, તેણે અંતરમાં જોયું નથી. જ્ઞાનીઓએ તો તે જોયું છે. ભગવાન મહાવીરે બે શબ્દોમાં કહ્યું કે
रागो य दोसो वि य कम्मबीयं, શિષ્ય ! રાગ અને દ્વેષ આ બે કર્મનાં બીજ છે, એ સંસારનાં બીજ છે, એ કર્મબંધના કારણો છે. આ બે જન્મ મરણ અને દેહ ધારણ કરાવનાર પરિબળો છે. શિષ્ય બહાર ઊભેલો છે, એટલે આવું જ પૂછે. એ બીજું પૂછી ન શકે. તેણે એમ પૂછવું જોઈતું હતું કે રાગ દ્વેષ દૂર કેમ થાય ? અહંકાર અને આસક્તિ દૂર કેમ થાય ? તે કહો, તેને બહારનું લક્ષ છે તેથી તે આમ પૂછે છે.
અથવા મતદર્શન ઘણાં, કહે ઉપાય અનેક,
તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. શિષ્ય કહે છે કે મનુષ્યદેહના અલ્પ આયુષ્યની શંકા છોડી દઈએ તો પણ મત અને દર્શન ઘણાં છે અને તેઓ મોક્ષના અનેક ઉપાયો કહે છે. કોઈ કંઈ ઉપાય કહે છે અને કોઈ વળી બીજો ઉપાય કહે છે, તો તેમાં ક્યો મત સાચો, તે મેળ પડી શકતો નથી, માટે મોક્ષ હોય તો ભલે તેની જગ્યા પર રહ્યો પણ મોક્ષનો માર્ગ નથી અને માર્ગ ન હોય તો મોક્ષમાં જવું કઈ રીતે? તેથી અમને લાગે છે કે માર્ગ નથી, એટલા માટે માર્ગ નથી કે માર્ગ ઘણા છે, દર્શન ઘણાં છે અને કહેનારા જુદું જુદું કહે છે. એક જ સત્ય છે પરંતુ કહેનારા એ સત્યને જુદી જુદી ભાષામાં કહે છે. એ ઓળખવું મુશ્કેલ છે. ઝાડ ઉપર એક પક્ષી એની ભાષામાં મસ્તીમાં ગાતું હતું. નીચે ફકીર ઊભો હતો. એક પહેલવાન માણસ ત્યાંથી નીકળ્યો, તેને પૂછ્યું કે યે પક્ષી કયા બોલ રહા હૈ ? તેણે કહ્યું દંડ, બેઠક ને કુસ્તી બોલ રહા હૈ. પછી એક વાણિયો આવ્યો, તેને પણ પૂછ્યું કે આ પક્ષી શું બોલે છે ? તો કહે, સાહેબ હળદર, મીઠું, મરચું. બીજું શું બોલે ? એક વૈદ્ય નીકળ્યો, તો તેને પણ પૂછ્યું કે આ પક્ષી શું બોલે છે ? તો કહે, વાત પિત્ત અને કફ, તે બીજું શું બોલે ? પછી એક જ્યોતિષી નીકળ્યો, તેને પણ પૂછ્યું કે શું બોલે છે ? તો કહે મંગળ, બુધ, ગુરુ. આ મંગળ નડે છે. છેલ્લે એક માણસ નીકળ્યો તો તેને પણ પૂછ્યું. તે માણસ કહે અરે ! ખાના, પીના ઔર મોજ કરના એમ ગાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org