________________
૧૧૮
પ્રવચન ક્રમાંક – ૭૮, ગાથા ક્રમાંક-૧૦૪-૧૦૫ છે. શરૂઆત છોડવાથી કરવી પડશે. જેમ જેમ છોડશો તેમ તેમ કરવાનું થઈ જશે. માટે કહ્યું કે અહીં કોઈ પ્રારંભ કરવાની જરૂર નથી. જગતમાં હજારો ધર્મશાસ્ત્રો છે અને ચારે બાજુથી આ કરો, આ કરો એમ કહે છે. ધ્યાન કરો, યોગ-પ્રાણાયામ કરો, ભઠ્ઠીમાં તપો, જંગલમાં જાવ, આંખો બંધ કરો, કુંડલિની જાગૃત કરો, સંન્યાસી બનો, દિગંબર બનો, મુનિ બનો, તપવ્રત કરો, અનુષ્ઠાન કરો. આ શરૂઆત કરોથી થતી નથી પરંતુ છોડોથી થાય છે. બન્ને દિશાઓ બિલકુલ જુદી જુદી છે. જગત કરવાની વાત કરે છે, અહીં છોડોની વાત કરે છે. અદ્ભુત વાત છે.
છોડી મત દર્શનતણો, આગ્રહ તેમ વિકલ્પ;
કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહનાં અલ્પ. (૧૦૫) આ મારો મત છે માટે મારે વળગી જ રહેવું, અથવા આ મારું દર્શન છે માટે ગમે તેમ મારે તે સિદ્ધ કરવું એવો આગ્રહ અથવા એવા વિકલ્પને છોડીને આ જે માર્ગ કહ્યો છે, તે સાધશે, તેના અલ્પ જન્મ જાણવાં.
અહીં “જન્મ' શબ્દ બહુવચનમાં વાપર્યો છે, તે એટલું જ દર્શાવવાને કે કવચિત્ તે સાધન અધૂરાં રહ્યાં તેથી, અથવા જધન્ય કે મધ્યમ પરિણામની ધારાથી આરાઘન થયાં હોય, તેથી સર્વ કર્મ ક્ષય થઈ ન શકવાથી બીજો જન્મ થવાનો સંભવ છે; પણ તે બહુ નહીં, બહુ જ અલ્પ. “સમકિત આવ્યા પછી જો વમે નહીં, તો ઘણામાં ઘણા પંદર ભવ થાય એમ જિને કહ્યું છે, અને “જે ઉત્કૃષ્ટપણે આરાધે તેનો તે ભવે પણ મોક્ષ થાય', અત્રે તે વાતનો વિરોધ નથી. (૧૦૫)
અહીં એમ કહેવું છે કે, અમે જે છોડવાની વાત કરીએ છીએ, તે છોડવું જ કઠિન છે. તમે જેને કઠિન માનો છો તે અમારી દૃષ્ટિએ સહેલું છે. તમે માનો છો કે કુટુંબ છોડવું કઠિન છે. સંપત્તિ, લાખો રૂપિયા, ઘરબાર એ બધું છોડવું કઠિન છે. અમે કહીએ છીએ કે એ બધું સહેલું છે, પણ મત અને દર્શનનો આગ્રહ છૂટવો ઘણો મુશ્કેલ છે.
બે શબ્દો છે, એક મત અને એક દર્શન. અજ્ઞાનદશામાં ખંડ ખંડ જ્ઞાનના પરિણામે પોતાનો અભિપ્રાય જે બંધાયો એને કહેવાય છે મત. મત એટલે પોતાનો અભિપ્રાય. આપણે કહીએ છીએ કે અમારો મત આવો છે, તમે જે માનતા હો તે ખરું. આનંદઘનજી મહારાજે કહ્યું કે,
મત મત ભેદે રે, જો જઈ પૂછીએ, સો સ્થાપે અહમેવ. જેટલા જેટલા મતવાળા છે, તે બધાને જઈને પૂછીએ તો અમારો મત સાચો છે, તે પ્રમાણે પોતે સ્થાપના કરે છે. જગતમાં જોરદાર કરવા જેવી જો કોઈ વાત હોય તો અમે સાચા છીએ, બાકી બધા ખોટા છે. તે સાબિત કરવું છે, નક્કી કરવું છે પણ કઈ રીતે ? તર્કથી, દલીલથી, લખીને, બોલીને, ઉપદેશથી, ધમકી આપીને. નહિ માનો તો કયાં જશો ? આ ધમકી છે.
આ કંઈપણ કર્યા સિવાય, એક મહત્ત્વની વાત કરવી છે. મત એટલે પોતાની માન્યતા. માન્યતા છદ્મસ્થ અવસ્થામાં હોય, માન્યતા અજ્ઞાન અવસ્થામાં હોય. જરા આ વાતને સ્પષ્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org