________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આવે. ક્ષમા વખતે ક્ષમાથી અલગ થઈ તેને જાણે તો ખ્યાલ આવે. ક્રોધમાં સંતાપ છે અને ક્ષમામાં શાંતિ છે. શાંતિ એ મોક્ષનો આસ્વાદ છે. ક્રોધ એ આસ્વાદ છે, પણ બંધનો આસ્વાદ છે. ક્રોધ, અહંકાર, માયા, લોભ આ ચારિત્ર મોહનીયનું સામ્રાજ્ય છે. આ ચારિત્ર મોહનીયના ચાર પ્રબળ વિકારો ક્રોધ, અહંકાર, માયા અને લોભ. આ ચારેથી કર્મનો બંધ થાય છે. આ ચારે ચારના જુદા જુદા વિરોધી ભાવ ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ છે. આ જે કર્મનો બંધ થાય છે, તેનાથી છૂટવાનું છે. તમે જો આંટી પાડી છે તો ઉકેલવાની છે, જે કપડામાં ગાંઠ વાળી છે તે ઉકેલવાની છે. જે દોરડું વાળ્યું છે તે દોરડું ખુલ્લું કરવાનું છે.
ક્રોધથી બંધાયા તો ક્ષમાથી છૂટયા, અહંકારથી બંધાયા તો નમ્રતાથી છૂટયા, માયાથી બંધાયા તો સરળતાથી છૂટ્યા. લોભથી બંધાયા તો સંતોષથી છૂટટ્યા. દ્વેષથી બંધાયા તો મૈત્રીથી છૂટયા અને રાગથી બંધાયા તો વિરાગથી છૂટ્યા. આ બધા છે છોડાવનાર પરિબળો. કંઈ ખ્યાલમાં આવે છે ? આ બધું આપણાં જીવનમાં સતત થઈ રહ્યું છે. આ ઘટના સતત ઘટ્યા જ કરે છે. કુરુક્ષેત્રનું યુદ્ધ પાંડવો અને કૌરવો વચ્ચેનું સૌથી મોટું યુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું પણ આપણું યુદ્ધ પૂરું થયું નથી. નિરંતર અંદરમાં ચાલે છે.
આ પ્રકારના કષાયોથી જ્યારે રહિત થાય અને કષાયરહિત અવસ્થાનો જ્યારે અનુભવ થાય, તે વખતે જે ભાવમાં રહેવાનું થાય, તે ભાવને કહેવાય છે વીતરાગ ભાવ. વીતરાગ ભાવમાં જેટલા અંશો મળે એટલા અંશમાં ચારિત્રામોહનું બળ તૂટે અને સંપૂર્ણપણે વીતરાગ ભાવમાં રહે તો ચારિત્ર મોહનો સંપૂર્ણપણે ક્ષય થાય. એવી અવસ્થા પ્રાપ્ત થતાં જે અવસ્થાનો અનુભવ થાય તેને કહે છે મોક્ષ.
પરમકૃપાળુદેવ કહે છે કે આવો અનુભવ તમે કરશો પછી કોઈ સંદેહ રહેશે નહિ. જો આ સહજ અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો, કઈ પ્રક્રિયા કરવી પડશે ? જીવનમાં ક્યાં પરિવર્તનો લાવવાં પડશે? કેવી રીતે પ્રારંભ કરવો ? શું કરવું જીવનમાં ? પહેલી વાત તો એ છે કે ભાવ કર્યા, કલ્પનાઓ કરી એટલે આ ઉપાધિ ઊભી થઈ. કંઈ ન કરવું તે પણ એક અવસ્થા છે અને આ ક્રિયાને અક્રિય અવસ્થા કહે છે. અક્રિય અવસ્થા આળસુ અવસ્થા નથી,પડયા રહેવાની અવસ્થા નહિ, પરંતુ અક્રિય અવસ્થા એટલે પોતાની સહજ મૂળભૂત અવસ્થા. ત્યાં ક્રિયા નથી, હાજરી છે. હાજરી હોવી અને કંઈ પણ કરવાનું ન હોવું એવી અવસ્થા તે સહજ અવસ્થા છે અને આને મોક્ષ અવસ્થા કહે છે. આનો પ્રારંભ ૧૦૫મી ગાથાથી છે. હવે જે ગાથાઓ આવે છે તેમાં તમે સમજશો તો હજારો પ્રશ્નોના જવાબો છે. તેથી તે પ્રત્યેક ગાથા અત્યંત મહત્ત્વની છે. ૧૪૨ ગાથાઓ પછી તમારા મનમાં કોઈપણ પ્રકારના સંદેહ નહિ રહે. તમામ પ્રકારના નયોનું વર્ણન એક પછી એક આ ગાથાઓમાં આવે છે. નવાઈ લાગે છે કે શરૂઆત કયાંથી કરવી ? મંડળમાં જવું? ઉપાશ્રય કે કોઈ આશ્રમમાં જવું? કોઈ ગુરુ મહારાજ પાસે જવું કે સદ્ગુરુ કરવા ? તેમની પાસેથી કોઈ મંત્ર લેવો કે દીક્ષા લેવી કે કોઈ ભઠ્ઠીમાં તપવું ? કંઈ ને કંઈ કરવું ? કોઈ વાત નહિ, કરવાની વાત જ નહીં, પરંતુ છોડવાની વાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org