________________
૧૧૬
પ્રવચન ક્રમાંક – ૭૮, ગાથા માંક-૧૦૪-૧૦૫ વાત નથી, પરંતુ બનતી ઘટનાને ઘટનાથી અલગ રહી જુઓ. ધારો કે બે જણાં લડે છે અને તમે તેને જોઈ રહ્યા છો. લડે છે તે ઘટના છે. તમે તેમાં સામેલ થતા નથી, માટે તમે જોનારા છો. જોનાર તે સાક્ષી. ન્યાયધીશ પૂછે કે આ લોકો લડતા હતા ત્યારે તમે હાજર હતા ? જે કંઈ બને ત્યારે આપણી હાજરી હોવી તે સાક્ષીભાવ. ક્રોધ થાય ત્યારે ક્રોધને પોતે હાજર રહીને જુએ તે સાક્ષીભાવ. ફેર પુનરાવૃત્તિ કરીએ, ક્રોધ થાય તે વખતે ક્રોધથી અલગ પડી ક્રોધને જોવો. તો બે પરિણામ આવશે. એક તો ક્રોધની ધારા તૂટશે, અને બીજું ક્રોધ થવાના પરિણામે આપણાં જીવનમાં જે મોટો લોસ થાય છે તે નહીં થાય. કલિકાલ સર્વજ્ઞ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે
तत्रोपतापकः क्रोधः, क्रोधो वैरस्य कारणम् ।
સુતેર્તની શોથઃ, શોથઃ શમસુવાવ્યા છે (૪૧) ચાર મોટી વાતો કરી, ક્રોધ જ્યારે થાય ત્યારે અંતરમાં સંતાપ થાય. ક્રોધ વેરનું કારણ છે, તે જ્યારે થાય ત્યારે વૈરરૂપી અગ્નિ પ્રગટ થાય. ક્રોધ જ્યારે થાય ત્યારે દુર્ગતિમાં જવાનો રસ્તો ખુલ્લો થાય અને ક્રોધ જ્યારે થાય ત્યારે શાંતિનું સુખ તમે ખોઈ બેસો છો. આવો છે ક્રોધ, માટે કહ્યું કે આવા ક્રોધના ભાવથી કર્મનો બંધ થાય છે. સરળ વાત છે, જ્યારે ક્રોધ નથી કરતા ત્યારે ક્ષમા ભાવ હોય છે અને ક્ષમાના ભાવમાં તમે સુખશાંતિ અનુભવો છો. ક્રોધ કરવાથી અશાંતિ થાય છે, પણ ક્ષમા જો આપો તો અશાંતિ મટી જાય છે. ઉપા. યશોવિજયજી મહારાજે કહ્યું છે કે,
ખેમા કરતા ખરચ ન લાગે, ભાંગે કરોડ કલેશ. ક્ષમા આપવામાં ખર્ચ કરવું પડતું નથી, પણ લાભ ઘણો મોટો. શું લાભ ? તો એક, બે નહિ પણ કરોડો કલેશ ક્ષમા આપતાં શાંત થાય છે. તમે નિર્દોષ થાઓ છો, સ્વસ્થ થાઓ છો, દબાણ અને બોજા વગરના બનો છો, હળવા થાવ છો. તમે જ યાદ કરો કે જ્યારે તમારામાં ક્રોધ હોય ત્યારે મનની હાલત કેવી હોય છે ? અને એ પણ યાદ કરો કે કલેશ શમી જાય ત્યારે કેટલા શાંત બનો છો ? કલેશ હોય ત્યારે અંદરમાં વ્યગ્રતા અને વ્યાકુળતા હોય છે અને કલેશ શમી જાય ત્યારે સાહજિક શાંતિ હોય છે. સાહજિક શાંતિનો અનુભવ એ મોક્ષનું સેમ્પલ છે. જેમ બહેનો રસોઈ કરતાં દાળ, શાક સહેજ ચાખી જુએ. ચાખતા ચાખતા નક્કી કરે કે હવે બરાબર છે, તેમ તમે ક્ષણવાર શાંતિ અનુભવો અને જો આવો અહેસાસ તમને થાય તો નક્કી કરજો કે જો કાયમી શાંતિ મળે તો કેવો અહેસાસ થાય? આ મોક્ષનો ઉપાય. ક્રોધ કર્મબંધનું કારણ અને ક્ષમા કર્મબંધ તોડવાનું સાધન.
કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ,
પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ ? અહીં આ લીટીમાં કહ્યું “પ્રત્યક્ષ અનુભવ સર્વને', પરંતુ તમે સ્પષ્ટ થઈ સમજ્જો કે આ બધાને અનુભવ થતો નથી. ક્રોધ વખતે ક્રોધથી અલગ થઈને જરા ક્રોધને જાણે તો ખ્યાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org