________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૧ ૫ થાય. શુદ્ધ બનવું તેનો અર્થ આપણામાં જે કંઈ ભળ્યું છે, અથવા આપણે જેને કોલ કર્યો છે, તે ભાવકર્મ રાગદ્વેષ અને તેના કારણે બંધાયેલા જે દ્રવ્યકર્મ છે, તેનો ક્ષય થવો. “ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતન રૂપ' આ ભાવકર્મ એ પોતાની કલ્પના છે. કલ્પના એટલે વિકલ્પો, કલ્પના એટલે સ્પંદન, કલ્પના એટલે ભાવ, વિકારો. નિજ એટલે પોતાનાં. આ પોતાનાં છે માટે ચેતનરૂપ છે, એટલે તેની ખતવણી આત્મતત્ત્વમાં થાય, ચૈતન્યમાં થાય, તેથી તેને ભાવકર્મ કહીએ છીએ પણ આ ઘટના તે દ્રવ્યકર્મના બંધ માટે બને છે. એ ઘટના નિરંતર આપણને પરિવર્તિત દશામાં રાખે છે. એ ઘટનાનો ક્રમ કાયમ માટે બંધ થઈ જાય, એવી આંતરિક અવસ્થા થાય તેનું નામ મોક્ષ. આ અદ્ભુત અવસ્થાને આપણે પ્રાપ્ત કરવાની છે, એટલા માટે આ સમગ્ર ઉપાયો છે, અને સમગ્ર સાધના છે. તે અવસ્થા કેવી રીતે થાય તેનું વર્ણન હવે કરીશું.
શાસ્ત્રમાં ત્રણ શબ્દો છે. હેય, શેય અને ઉપાદેય. હેય એટલે છોડવા લાયક. શેય એટલે જાણવા લાયક અને ઉપાદેય એટલે આચરવા લાયક. જીવનમાં છોડવા લાયક છોડો, જાણવા લાયક જાણો અને આચરવા લાયક આચરો. દેયં દાનોચિત સર્વમ્ ! કોને કહેવાય છે? જેનાથી હાનિ થાય છે, નુકસાન થાય છે, તેને કહેવાય છે હેય. આપણને જેનાથી કંઈક મુશ્કેલી થાય, કંઈક સહન કરવું પડે કે મૂંઝવણ થાય તેને કહેવાય છે હેય અને જે કંઈ પણ જાણવાલાયક છે તે જાણવું. આમ શું જાણવા લાયક છે અને શું છોડવા લાયક છે તે નક્કી કર્યું ત્યારપછી જે ગ્રહણ કરવા લાયક છે તેને ગ્રહણ કરે તેને કહેવાય છે ઉપાદેય. એ ગ્રહણ કરવા લાયક એવા જે શુદ્ધ આત્મ તત્ત્વની પૂર્ણ અને કાયમ માટે અનુભૂતિ તેને જ્ઞાનીઓ મુકત અવસ્થા અથવા મોક્ષ અવસ્થા કહે છે. આ મોક્ષ ચાર વર્ગમાં શ્રેષ્ઠ છે. આ અવસ્થા પ્રાપ્ત થયા પછી કયારેય ખોવી પડતી નથી. જગતમાં ચોર્યાશીલાખ જીવાયોનિ છે, અને અનંત પ્રકારના જન્મો જગતમાં થાય છે, પણ તે બધા થોડા વખત માટે - ટેમ્પરરી, કાયમ નહિ. એમ કહેવાય છે કે અનુત્તર વિમાનમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય. બહુ મોટું ગણિત છે. આટલું મોટું ગણિત હોવા છતાં, આટલો દીર્ઘકાળ હોવા છતાં એ કાયમ નહિ. કાયમ રહે તેવી અવસ્થા છે મોક્ષ. આ અવસ્થા કાયમ છે અને જીવનમાં એ પ્રાપ્ત થઈ શકે છે.
પરમકૃપાળુદેવે બહુ સરળ વાત કરી છે. કદાચ તે ન સમજાય તો તમને આટલું તો સમજાશે કે ક્રોધ કરવાથી આપણને શોક સંતાપ થાય છે. ક્રોધ કરવાથી આપણે વ્યગ્ર બનીએ છીએ, મૂંઝાઈ જઈએ છીએ, હલબલી ઊઠીએ છીએ, અશાંત બનીએ છીએ, આપણે અવિવેકી બનીએ છીએ. ક્રોધ કરવાથી આપણે શાંતિ અને સંપૂર્ણ સુખ ખોઈ બેસીએ છીએ. આટલી તો આપણને ખબર પડે છે પણ એ ખબર પડતી નથી કે ક્રોધ કરતી વખતે ક્રોધને જોનારો રહેતો નથી પણ ક્રોધ સાથે તન્મય થઈ જાય છે. ક્રોધ આવે ત્યારે ક્રોધથી જુદા પડવું જોઈએ. તમને થશે કે જો ક્રોધથી જુદા પડીએ તો ક્રોધ થાય કેવી રીતે ? પણ જ્ઞાની કહે છે કે કર્મના પરમાણુઓ
જ્યારે સક્રિય થાય અને તમારા ઉપર અસર પાડવાની શરૂઆત જ્યારે કરે ત્યારે તમે સહેજ જાગૃત હો તો બનતી ઘટનાને, ઘટનાથી અલગ થઈને તમે જોઈ શકો. બનતી ઘટનાને રોકવાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org