________________
૧૧૪
પ્રવચન ક્રમાંક ૭૮, ગાથા ક્ર્માંક-૧૦૪-૧૦૫ મોક્ષ કોઇ જગ્યાએ બંધાયેલ નથી. કોઇ ઠેકાણે રહેવાની વાત નથી. મોક્ષ એટલે આપણી જાતની પૂરેપૂરી શુદ્ધતા. પોતે પૂરેપૂરો શુદ્ધ બની જાય, એવી જે અવસ્થા તેનું નામ મોક્ષ.
મોક્ષમાં શરીર ન હોય, આત્મા હોય પણ આ શરીર વગર ચાલે કઇ રીતે ? આ પ્રશ્ન દેહાધ્યાસનો છે. આત્મજ્ઞાનનો નથી. દેહાધ્યાસ એમ કહે છે કે શરીર નહિ હોય તો ચાલશે કેવી રીતે ? અને આત્મજ્ઞાન કહે છે કે દેણ છે તે જ મોટી ઉપાધિ છે. બન્ને પરસ્પર વિરોધી દૃષ્ટિકોણ છે. એવી એક અવસ્થા જેને શાસ્ત્રોએ મોક્ષ અવસ્થા કીધી છે, તેમાં તમે પૂરેપૂરા ખીલો છો, ખીલી શકો છો. જે પણ તમારામાં સંભાવના કે ક્ષમતા છે, જે કંઇ અસ્તિત્વમાં છૂપાઇને રહ્યું છે, એ બધું જ એકી સાથે, કાયમ માટે પૂરેપૂરું ખીલી જાય તેવી અવસ્થાને મોક્ષ કહે છે.
-
હું બહુ જ ભારપૂર્વક વાત કરું છું કે મોક્ષને સમજી લો. લોકો પૂછે છે કે મોક્ષમાં ગયા પછી ત્યાં એકલાં જ રહેવાનું ? અને અનંતકાળ ? અહીં તો એકલા ન રહેવું હોય તો બાગબગીચામાં જઇ શકાય. પણ ત્યાંથી કયાં જવું ? આ મૂંઝવણ મોક્ષને સમજ્યા નથી માટે થાય છે. મોક્ષ પોતાની શુદ્ધતા છે. પોતાની સહજ અવસ્થા છે. આવી સહજ અવસ્થા પ્રાપ્ત કરવી એ જીવનનું લક્ષ છે, એ જીવનનો હેતુ છે, એ જીવનનું સંગીત છે. એટલા માટે હેમચંદ્રાચાર્ય મહારાજે યોગશાસ્ત્રમાં ચાર શબ્દો આપ્યાં.
Jain Education International
चतुर्वर्गेऽग्रणीर्मोक्षो योगस्तस्य च कारणम् ।
જ્ઞાન-શ્રદ્વાન-ચારિત્રરૂપ રત્નત્રયં ચ સ: ॥ (? /)
બહુ મઝાની ગાથા છે. જગતમાં ચાર વર્ગ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચાર વર્ગ એટલા માટે કે માણસ જે કંઇ મથે છે, જે કંઇ મહેનત કરે છે, એ મહેનત ચાર ભાગમાં વહેંચાયેલી છે. એક ભાગ અર્થોપાર્જન, બીજો ભાગ કામ ઉપભોગ, ત્રીજો ભાગ શુભ પ્રવૃત્તિ (ધર્મ) અને ચોથો ભાગ સંપૂર્ણ મુક્ત અવસ્થા. આ ચારે ચાર વર્ગમાં, શ્રેષ્ઠતમ અવસ્થા મોક્ષ છે. એટલા માટે મોક્ષ આપણી સહજ અવસ્થા છે, અર્થોપાર્જન કે ભોગ ઉપભોગ સહજ અવસ્થા નથી. શુભ પ્રવૃત્તિ પણ સહજ અવસ્થા નથી, પરંતુ મોક્ષ આપણી સહજ અવસ્થા છે. શાસ્ત્રો એમ કહે છે કે અમે જે વાત કરીએ છીએ તે તમારી અકૃત્રિમ અવસ્થાની વાત કરીએ છીએ. તે તરફ તમારું ધ્યાન દોરો. જે સહજ અવસ્થામાં તમારું અસ્તિત્વ પૂરેપૂરું ખીલી ઊઠે છે અને તે ખીલતાં આપણા જીવનમાં જે અનુભૂતિ થાય તેને કહેવાય છે આનંદ. આપણને આ જે આનંદ મળે છે, તે આનંદ નિરપેક્ષ છે. સુખ સાપેક્ષ છે. ખાતા હો, ટીવી જોતા હો તો સુખ થાય, પરંતુ ટી.વી.જોતાં જોતાં લાઇટ ચાલી જાય તો હાય ! ગઇ, એમ બૂમ પણ પાડો. આ બધી બહારમાં ઘટતી ઘટના છે. તમારું હોવું, તમારામાં જે ક્ષમતા છે, જે કંઇ શકયતા છે, જે કંઇ તિરોભૂત છે, જે છૂપાઇને રહેલ છે, જે આંતરવૈભવ છે તે પૂરેપૂરો પ્રગટ થવો, પૂરેપૂરું ખીલી જવું, તેવી જે અવસ્થા તેને કહેવાય છે મોક્ષ.
‘મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા' માટે કહ્યું કે તમે પૂરેપૂરા શુદ્ધ બનો ત્યારે આવી અવસ્થા પ્રાપ્ત
For Personal & Private Use Only
www.jainelibrary.org